
Supreme Court Overturns HC Order: સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે માત્ર સરકારી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવાથી કે ડિગ્રી મેળવવાથી કોઈ ઉમેદવારને સરકારી નોકરીમાં સીધી નિમણૂક મેળવવાનો કાયદેસરનો અધિકાર પ્રાપ્ત થતો નથી. ન્યાયાધીશ રાજેશ બિંદલ અને મનમોહન સિંહની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના અગાઉના આદેશને ઉલટાવી દીધો છે, જેમાં હાઈકોર્ટે નર્સિંગના વિદ્યાર્થીઓને નોકરી આપવા સરકારને આદેશ કર્યો હતો.
શું હતો સમગ્ર વિવાદ?
અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશમાં આયુર્વેદિક નર્સિંગ તાલીમ અભ્યાસક્રમમાં વર્ષોથી એવી પ્રથા હતી કે સરકારી સંસ્થામાં તાલીમ લેનારા તમામ (મર્યાદિત 20 બેઠકો) ઉમેદવારોને સીધી સ્ટાફ નર્સ તરીકે નોકરી મળી જતી હતી. જોકે, 2011 પછી સરકારે આ નીતિ બદલી અને ખાનગી સંસ્થાઓને પણ આ કોર્સ શરૂ કરવાની મંજૂરી આપી.










