gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમા ટેક-ફેસ્ટ 2026નું સફળતાપૂર્વક સમાપન: દોઢ લાખ મુલાકાતીઓ અદ્યતન રોબોટિક ટેકનોલોજીના સાક્ષી બન…

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
જામનગરમા ટેક-ફેસ્ટ 2026નું સફળતાપૂર્વક સમાપન: દોઢ લાખ મુલાકાતીઓ અદ્યતન રોબોટિક ટેકનોલોજીના સાક્ષી બન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરના ઔદ્યોગિક હબ ગણાતા દરેડ જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા ‘ટેક-ફેસ્ટ એક્સ્પો 2026’નું  ભવ્ય અને યાદગાર સમાપન થયું છે. ‘બ્રાસ સિટી’ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત જામનગરમાં યોજાયેલા આ મેગા એક્ઝિબિશનમાં જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના નેજા હેઠળ પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પટેલ, ઉપ-પ્રમુખ શ્રી અતુલભાઈ કાછડીયા અને તેમની સમગ્ર ટીમે દિવસ-રાત જોયા વિના કરેલી મહેનતને કારણે આ કાર્યક્રમ સફળતાના નવા શિખરો સર કરી શક્યો છે. 

265થી વધુ સ્ટોલ્સ ધરાવતા આ વિશાળ ડોમમાં સીએનસી, વીએમસી, સેમી-ઓટોમેટિક અને ફુલ્લી ઓટોમેટિક મશીનરીની સાથે-સાથે અત્યાધુનિક ‘રોબોટિક આર્મ’ ટેકનોલોજીનું નિદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બ્રાસપાર્ટ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા સક્ષમ આ મશીનરી જોઈને નાના-મોટા કારીગરોથી લઈને ઉદ્યોગસાહસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ટેક-ફેસ્ટની ગરિમા વધારવા માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે શુભારંભ પામેલા આ એક્સ્પોમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ મુલાકાત લીધી હતી. આ તમામ નેતાઓએ સ્ટોલની મુલાકાત લઈ ઝીણવટભરી માહિતી મેળવી હતી અને જામનગરના ઉદ્યોગકારોની કોઠાસૂઝ તથા આધુનિકરણ તરફની તેમની દોટ જોઈને તેઓ અભિભૂત થયા હતા. મુલાકાત દરમિયાન નેતાઓએ જણાવ્યું હતું કે આવા આયોજનો થકી જામનગરનો બ્રાસ ઉદ્યોગ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા સક્ષમ બનશે. આ ઉપરાંત શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરોની પણ વિષેશ હાજરી જોવા મળી હતી.

સમાપન દિવસે આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, આ ટેક-ફેસ્ટમાં 1,50,000 (દોઢ લાખ)થી વધુ મુલાકાતીઓનું રજીસ્ટ્રેશન નોંધાયું છે, જે આ એક્સ્પોની ભવ્ય સફળતાની સાબિતી આપે છે. જામનગરના પ્રબુદ્ધ ઉદ્યોગપતિઓ ઉપરાંત લેઉવા પટેલ સમાજના પ્રમુખ અને કારોબારી સભ્યો, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, તેમજ વિવિધ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ એક્સ્પોની મુલાકાત લીધી હતી. ટેકનોલોજીના ચાહકો, ઉદ્યોગકાર મિત્રો અને ખાસ કરીને બ્રાસપાર્ટ સાથે સંકળાયેલા કારીગરો માટે આ એક્સ્પો એક જ્ઞાનયજ્ઞ સમાન બની રહ્યો. નવીનતાઓ અને સ્વપ્નદ્રષ્ટાઓ માટે નેટવર્કિંગનું ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડનાર આ ટેક-ફેસ્ટ જામનગરના ઔદ્યોગિક વિકાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
Next Post
જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી માં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરી રીલ બનાવનારા 6 શખ્સોના પોલીસે સીન વિખી ના…

જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી માં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરી રીલ બનાવનારા 6 શખ્સોના પોલીસે સીન વિખી ના...

વડોદરા: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોનું કાળાબજાર કરતું રેકેટ ઝડપાયું, 17 ટિકિટો કબજે | Vadodara Cri…

વડોદરા: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોનું કાળાબજાર કરતું રેકેટ ઝડપાયું, 17 ટિકિટો કબજે | Vadodara Cri...

કચ્છમાં ‘કાશ્મીર’ જેવો માહોલ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદ…

કચ્છમાં 'કાશ્મીર' જેવો માહોલ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગ…

વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગ…

2 weeks ago
ગોધરા ખાતે RPF કોન્સ્ટેબલની બહાદુરી : પોતાના જીવની પરવા કર્યા વિના 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો | Bra…

ગોધરા ખાતે RPF કોન્સ્ટેબલની બહાદુરી : પોતાના જીવની પરવા કર્યા વિના 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો | Bra…

8 months ago
ક્રૂડ ઉછળી 114 ડોલર પાર: સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000નો કડાકો | Crude oil surges above 114 gold…

ક્રૂડ ઉછળી 114 ડોલર પાર: સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000નો કડાકો | Crude oil surges above 114 gold…

2 months ago
કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…

કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News