Murshidabad Violence : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં નવા વક્ફ કાયદા મુદ્દે આક્રોષ, દેખાવો અને હિંસાની ઘટના બાદ રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. હિંસામાં ત્રણ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એકતરફ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ હિંસાની ઘટના પાછળ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે, તો બીજીતરફ ભાજપે આક્ષેપ કર્યો છે કે, મુખ્યમંત્રી મમતા બેનરજીના તૃષ્ટિકરણની રાજનીતિના કારણે હિંસા થઈ છે.
ભાજપ પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા માંગે છે : ટીએમસી ધારાસભ્ય
ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ મુર્શિદાબાદ હિંસા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.