gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | Supreme…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in INDIA
0 0
0
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | Supreme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India’s Top Court Slams Govt Over Stray Dog Attacks : રખડતા કૂતરાની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સ તથા તંત્રની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, કૂતરાઓમાં ખાસ પ્રકારનો વાઈરસ હોય છે જેનું કોઈ નિદાન નથી. કૂતરા 9 વર્ષના બાળક પર હુમલો કરે તો જવાબદાર કોણ? સરકાર કશું નથી કરી રહી. કૂતરા જેટલી વખત કરડશે અથવા તેનાથી કોઈનું મોત થશે તો અમે સરકારને વળતર આપવાનો આદેશ આપીશું. 

કૂતરાઓને ખોરાક આપવો હોય તો ઘરે લઈ જાઓ: સુપ્રીમ કોર્ટ 

આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રણથંભૌર નેશનલ પાર્કમાં કૂતરાઓ દ્વારા બચકા ભરી લેવાતા વાઘ પણ ગંભીર બીમારીથી પીડાતા હતા. જ્યારે કૂતરા 9 વર્ષના બાળક પર હુમલો કરે છે તો તેના માટે કોણ જવાબદાર? તે સંગઠન જે તેમને ખાવાનું આપે છે કે પછી અમે આ મામલે આંખો બંધ કરી લઇએ. રખડતા કૂતરાને ખોરાક આપનારા ડોગ લવર્સ કૂતરા પોતાના ઘરે લઇ જાય.

કૂતરું કરડે તો સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મેહતા અને જસ્ટિસ એન વી અંજારિયાની બેન્ચે આગળ કહ્યું કે, તે લોકો પર જવાબદારી નિશ્ચિત થવી જોઇએ જે કહે છે કે અમે કૂતરાઓને ભોજન કરાવીએ છીએ. સરકાર કંઇ પણ નથી કરી રહી. અમે હવે રાજ્ય સરકારો પર ન માત્ર જવાબદારી પરંતુ પીડિતને ચોક્કસ વળતર મળે તેવો આદેશ આપીશું. એવો આદેશ આપીશું કે દરેક ડોગ બાઈટ પર સરકારે ભારે વળતર આપવું પડે. 

સીનિયર એડવોકેટ અરવિંદ દાતાર (એક સંગઠન વતી): સુપ્રીમ કોર્ટનો 7 નવેમ્બરનો આદેશ સંપૂર્ણપણે યોગ્ય છે. શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બસ ડેપો અથવા રેલવે સ્ટેશનના પરિસરમાં એક પણ રખડતો કૂતરો હોવો જોઈએ નહીં.

જસ્ટિસ મહેતા: તમે પ્રથમ વ્યક્તિ છો જે આ આદેશની તરફેણમાં છે. 

એડવોકેટ દાતાર: કોર્ટે વન્યજીવ વિસ્તારોમાં રખડતા કૂતરાઓના મુદ્દા પર પણ વિચાર કરવો જોઈએ. લદ્દાખમાં 55,000 રખડતા કૂતરાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યાં વન્યજીવોની 9 પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે, જેમને આ કૂતરાઓથી ખતરો છે. વન્યજીવ સંરક્ષણ જૂથો વતી અમે આ અંગે રિટ પિટિશન દાખલ કરી છે.

એડવોકેટ દાતાર: મુખ્ય વિવાદ એ છે કે શું પકડાયેલા રખડતા કૂતરાઓને ફરીથી તે જ વિસ્તારમાં છોડી દેવા જોઈએ? મદ્રાસ હાઈકોર્ટે ઠેરવ્યું છે કે જનતાને રસ્તા પર અવરજવર કરવાનો મૌલિક અધિકાર છે. તે સિવાય રસ્તા પર કંઈ પણ હોય તેને અતિક્રમણ (Encroachment) કહેવાશે. જ્યાં સુધી જાહેર સંસ્થાઓની વાત છે, ત્યાં માણસો માત્ર કામકાજ માટે આવે-જાય છે, રહી શકતા નથી. જ્યારે માણસો ત્યાં રહી શકતા નથી, તો પ્રાણીઓ પણ રહી શકે નહીં.

જસ્ટિસ મહેતા: ધારો કે એક RWA (રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન) છે. ત્યાં 95% લોકો કૂતરાઓની હાજરી ઈચ્છતા નથી, તો શું માત્ર 5% લોકોની ઈચ્છાને પ્રાધાન્ય આપવું જોઈએ? કોનું પલ્લું ભારે રહેશે?

એડવોકેટ દાતાર: આ બહુમતીનો સવાલ નથી. ભલે 99 લોકો કહે કે કૂતરા હોવા જોઈએ, તો પણ જો 1 વ્યક્તિને તેનાથી અડચણ હોય તો તે વાંધો ઉઠાવી શકે છે. કૂતરાઓના ત્રાસને કારણે રસ્તાઓ પર આપણે સૂર્યોદય પહેલા નીકળી શકતા નથી! હોસ્પિટલ કે રેલવે સ્ટેશનના કેમ્પસને ખુલ્લી જગ્યા માનીને ત્યાં કૂતરાઓની હાજરીને મંજૂરી આપી શકાય નહીં. લોકો તે સંસ્થાઓમાં કોઈ ખાસ હેતુ કે મુલાકાત માટે જાય છે.

જસ્ટિસ મહેતા: પરંતુ કૂતરાઓને ખવડાવવા માટે નહીં.

એડવોકેટ દાતાર: કૃપા કરીને 7 નવેમ્બર, 2025ના આદેશને એરપોર્ટ પર પણ લાગુ કરો. એરપોર્ટ ઓથોરિટી જણાવે છે કે અમારી ફરિયાદ છતાં તેઓ લાચાર છે, કારણ કે એવી ધારણા છે કે કૂતરાઓને પકડ્યા બાદ ફરી ત્યાં જ છોડવા પડશે.

જસ્ટિસ મહેતા: ગુજરાત હાઈકોર્ટની ઘટના પછી હવે અમારી પાસે અદાલતોમાં પણ કૂતરાઓના હુમલાના કિસ્સાઓ આવી રહ્યા છે. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કૂતરાઓને પકડવા ગયા, ત્યારે વકીલોએ જ તેમના પર હુમલો કરી દીધો! તથાકથિત શ્વાન પ્રેમીઓ (Dog Lovers)!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર | shankarach…
INDIA

યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર | shankarach…

February 14, 2026
CM યોગીએ દિલ્હીની સરખામણી ‘ગેસ ચેમ્બર’ સાથે કરી, કહ્યું- ‘તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો…’ | Nationa…
INDIA

CM યોગીએ દિલ્હીની સરખામણી ‘ગેસ ચેમ્બર’ સાથે કરી, કહ્યું- ‘તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો…’ | Nationa…

February 14, 2026
મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…
INDIA

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…

February 14, 2026
Next Post
અમદાવાદમાં ખનન માફિયાઓનો આતંક! પોલીસે રોક્યા તો રસ્તા પર જ ખાલી કરી સાબરમતીની રેતી | Illegal Sand Mi…

અમદાવાદમાં ખનન માફિયાઓનો આતંક! પોલીસે રોક્યા તો રસ્તા પર જ ખાલી કરી સાબરમતીની રેતી | Illegal Sand Mi...

1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યો…

1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યો...

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા | no trade talks sched…

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા | no trade talks sched...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

10 months ago
મહીસાગરના નરોડામાં હચમચાવી દેનારી ઘટના: કાર ચાલકે બાઈક અને ચાલકને 3 કિલોમીટર ઢસડ્યા, ઈજા થતાં હોસ્પિ…

મહીસાગરના નરોડામાં હચમચાવી દેનારી ઘટના: કાર ચાલકે બાઈક અને ચાલકને 3 કિલોમીટર ઢસડ્યા, ઈજા થતાં હોસ્પિ…

4 months ago
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપીના થયેલા* *ભવ્ય વિજયને વધાવવા માટે જામનગર શહેર ભાજપ…

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપીના થયેલા* *ભવ્ય વિજયને વધાવવા માટે જામનગર શહેર ભાજપ…

4 weeks ago
ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં ‘બ્લેક મંડે’ની શક્યતા! | i…

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં ‘બ્લેક મંડે’ની શક્યતા! | i…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News