gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની ઉત્સવ પ્રેમી જનતાએ ગઈકાલે મકર સંક્રાંતિના પર્વના દિવસે રંગ રાખ્યો: શહેરના અનેક વિસ્તારોમાં …

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
જામનગરની ઉત્સવ પ્રેમી જનતાએ ગઈકાલે મકર સંક્રાંતિના પર્વના દિવસે રંગ રાખ્યો: શહેરના અનેક વિસ્તારોમાં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરની ઉત્સવ પ્રેમી જનતા કે જે દરેક તહેવારોને ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવે છે તે પરંપરા મુજબ ગઈકાલે મકર સંક્રાંતિના પર્વની પણ ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી, અને શહેરના અનેક વિસ્તારોમાં પતંગ ઉડતા જોવા મળ્યા હતા, અને જામનગર શહેરનું આકાશ પણ ગઈકાલે રંગબેરંગી પતંગો થી છવાયેલું જોવા મળ્યું હતું. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પતંગ, દોરા, ફુગ્ગા તેમજ તલ મમરા ના લાડુ, ઊંધિયું, ઝીંઝરા, શેરડી સહિતની ખાદ્ય સામગ્રીના કુલ 1,000થી વધુ હંગામી સ્ટોલ અથવા તો ફેરીયાઓ ઉભેલા જોવા મળ્યા હતા, અને જામનગર શહેરમાં મકરસંક્રાંતિનો ઉત્સવ ગઈકાલે ભારે ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.

જામનગર શહેરમાં એક દાયકા પહેલાં આકાશમાં એક પણ પતંગ જોવા મળતો ન હતો, પરંતુ ધીમે ધીમે તેમાં પરિવર્તન આવ્યું છે, અને ઉત્સવ પ્રેમી જનતા પતંગ મહોત્સવને પણ સારી રીતે ઉજવી રહ્યા છે. ખાસ કરીને જામનગર શહેરના જુના ગીચ વિસ્તારો, ઉપરાંત પટેલ કોલોની, નવાગામ ઘેડ, રણજીતનગર સહિતના કેટલાક વિસ્તારોમાં પણ મોટા પાયે પતંગ ઉડતા જોવા મળ્યા હતા. શહેરના કેટલાક એપાર્ટમેન્ટની અગાસી પર પતંગરસીયાઓ ગીત સંગીતના સથવારે પતંગ ઉડાવી રહેલા જોવા મળ્યા હતા, અને ક્યાંક :કાયપો છે: એવો અવાજ અને ચિચિયારી પણ સાંભળવા  મળી હતી.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં લોકો મન ભરીને પતંગ ઉડાવી રહ્યા છે, જેના માટે પતંગ વિતરણના અનેક સ્થળે  હંગામી સ્ટોલ ઊભા થયેલા જોવા મળ્યા હતા. ખાસ કરીને રણજીત સાગર રોડ, ખોડીયાર કોલોની થી સમર્પણ હોસ્પિટલ સુધીના માર્ગે, ઉપરાંત ગુલાબ નગર મેઇન રોડ સહિતના અન્ય વિસ્તારો તેમજ જામનગરના દિપક ટોકીઝથી શાક માર્કેટ સુધીના વિસ્તારમાં અનેક સ્થળે પતંગ વિતરણ ના હંગામી સ્ટોલ ઊભા થયેલા જોવા મળ્યા હતા, અને 13મી તારીખે રાત્રિના બે વાગ્યા સુધી પતંગની ખરીદી માટેનો માહોલ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત જામનગર શહેરના અનેક વિસ્તારોમાં મુખ્ય રોડ પર ફુગ્ગા વિતરણ કરવા માટેના ફેરીયાઓ મોટી સંખ્યામાં ઊભા રહી ગયા હતા, અને બાળકો માટે ગેસના વિવિધ રંગોવાળા ફુગ્ગા ઉપરાંત કેટલાક કાર્ટુન સાથેના ફુગાના વેચાણ માટે ફેરીયાઓ ગોઠવાઈ ગયા હતા, અને લોકોએ પણ ધૂમ ખરીદી કરી હતી.

શિયાળાની સીઝનને અનુરૂપ તલ મમરાના લાડુ, ચીકી, શેરડી તેમજ અન્ય ખાદ્ય સામગ્રીના પણ અનેક સ્થળે વેચાણ કેન્દ્રો શરૂ થયા હતા, અને તેનું પણ ધૂમ વેચાણ થયું હતું.

લોકોએ ગઈકાલે અનેક સ્થળે ઊંધિયું મેળવવા માટે પણ અનેક સ્થળે કતાર લગાવી હતી, અને ઊંધિયું તેમજ જલેબી ના હંગામી વેચાણ કેન્દ્ર પણ કેટલાક સ્થળે જોવા મળ્યા હતા. એકંદરે ગઈકાલે મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષીને લોકોએ મન ભરીને તહેવાર મનાવ્યો હતો, શહેરમાં કોઈ અન્ય ઘટના ન બને, તે માટે પોલીસ તંત્ર પણ ખડે પગે રહ્યું હતું અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, ઉપરાંત ટ્રાફિક બંદોબત પણ જાળવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ …
GUJARAT

પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ …

May 31, 2026
જામનગર: ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ મથક બન્યુ ખંડેર, સરકારી સામાનને મોટું નુકસાન …
GUJARAT

જામનગર: ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ મથક બન્યુ ખંડેર, સરકારી સામાનને મોટું નુકસાન …

May 31, 2026
Explainer: કચ્છનું ‘હરામી નાળું’, જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું…
GUJARAT

Explainer: કચ્છનું ‘હરામી નાળું’, જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું…

May 31, 2026
Next Post
જામનગરના બેડી વિસ્તારમાં શ્રમિક યુવાન પર જુની અદાવતના કારણે હુમલો: પાંચ સામે ફરિયાદ | Young laborer …

જામનગરના બેડી વિસ્તારમાં શ્રમિક યુવાન પર જુની અદાવતના કારણે હુમલો: પાંચ સામે ફરિયાદ | Young laborer ...

જામનગરમાં કાલાવડ નાકા બહાર ઓવર સ્પીડના કારણે એક રીક્ષાની ગુલાંટ: રીક્ષાચાલકને ગંભીર ઈજા થવાથી હોસ્પિ…

જામનગરમાં કાલાવડ નાકા બહાર ઓવર સ્પીડના કારણે એક રીક્ષાની ગુલાંટ: રીક્ષાચાલકને ગંભીર ઈજા થવાથી હોસ્પિ...

પાટીદાર સમાજમાં નવા ‘સામાજિક બંધારણ’ માટે કવાયત તેજ! રીત-રિવાજોમાં ફેરફાર તથા પ્રેમ-લગ્નના નિયમ બનાવ…

પાટીદાર સમાજમાં નવા 'સામાજિક બંધારણ' માટે કવાયત તેજ! રીત-રિવાજોમાં ફેરફાર તથા પ્રેમ-લગ્નના નિયમ બનાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતાં હોબાળો, ડૉક્ટર-સ્ટાફની ગંભીર બેદરકારીનો પરિવારજનનો આક્ષે…

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતાં હોબાળો, ડૉક્ટર-સ્ટાફની ગંભીર બેદરકારીનો પરિવારજનનો આક્ષે…

6 months ago
RBI ગવર્નરના નિવેદનથી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓને ઝટકો, શેરમાં 10 ટકા સુધીનું ગાબડું | gold loan stocks …

RBI ગવર્નરના નિવેદનથી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓને ઝટકો, શેરમાં 10 ટકા સુધીનું ગાબડું | gold loan stocks …

1 year ago
મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food…

મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food…

1 year ago
ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News