gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવાનની તેની પૂર્વ લીવ ઈન પાર્ટનર અને તેના મિત્ર દ્વારા ક્રૂર હત્યા | Young man brutally murdered by…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
યુવાનની તેની પૂર્વ લીવ ઈન પાર્ટનર અને તેના મિત્ર દ્વારા ક્રૂર હત્યા | Young man brutally murdered by…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં મકરસંક્રાંતિનો તહેવાર રક્તરંજિત બન્યો : સહકાર મેઈન રોડ પર છરીના 18 ઘા ઝીંકી રહેંસી નાખ્યો : ચારિત્ર્યની શંકા પરથી માથાકૂટ શરૂ થઈ હતી

રાજકોટ, : રાજકોટમાં મકરસંક્રાંતિનો તહેવાર રકતરંજીત બન્યો હતો. સહકાર મેઈન રોડ પર ગઈકાલે સાંજે મૂળ કાલાવડનાં નાની વાવડી ગામનાં સાવન રમણીકપરી ગોસ્વામી (ઉ.વ. 25) ની આરોપી દર્શન ઉર્ફે ભૂદેવ ભરત ચૌહાણે (22) છરીના અઢાર જેટલા આડેધડ ઘા ઝીંકી સરાજાહેર હત્યા નિપજાવી હતી. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી દર્શન અને તેની મિત્ર વર્ષાની ધરપકડ કરી તપાસ જારી રાખી છે.

પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે, સાવન અગાઉ રિક્ષા ચલાવતો હતો. તે વખતે દારૂનાં ધંધા સાથે સંકળાયેલી વર્ષા સાથે પરિચય થતાં બંને પાંચેક વર્ષથી લીવ ઈનમાં કોઠારીયા રોડ પરનાં ઘનશ્યામનગર-7માં રહેતા હતાં. જયાં વર્ષાનો પુત્ર ધ્રુવીન પણ રહેતો હતો. જે હાલ મર્ડરનાં ગુનામાં જેલમાં છે.

દોઢેક વર્ષ પહેલા વર્ષા દારૂનો ધંધો કરતાં દર્શન ઉર્ફે ભૂદેવનાં પરિચયમાં આવી હતી. જેને કારણે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જેની જાણ સાવનને થતાં તેને વર્ષા સાથે છેલ્લા ઘણા સમયથી ઝઘડા થતા હતાં. તે વર્ષાને તારે દર્શન સાથે સંબંધ છે, તુ તેની સાથે વાત કરે છે, મળવા જાય છે તેમ કહી તેનાં ચારિત્ર્ય પર શંકા કરતો હતો. આ જ કારસણસર તેણે વર્ષાને આઠેક માસ પહેલા છરીના ઘા પણ ઝીંકી દીધા હતાં. જે અંગે ગુનો નોંધાતા ભક્તિનગર પોલીસે તેની ધરપકડ કરી હતી. દર્શનની એન્ટ્રી થતાં વર્ષા અને સાવનનાં સંબંધો બગડતાં બન્ને છેલ્લા છ માસથી અલગ રહેતા હતાં.

આ સમય દરમિયાન સાવન અવારનવાર વર્ષા અને દર્શનને કોલ કરી ધાક ધમકી પણ આપતો હતો. પાંચેક દિવસ પહેલા સાવન મિત્રો સાથે દર્શન પર હુમલો કરવા પણ નિકળ્યો હતો. પરંતુ તે નહીં મળતા તેની યોજના નિષ્ફળ નિવડી હતી.

ગઈકાલે સાવન સાથે વર્ષાનો સહકાર મેઈન રોડ પર ભેંટો થઈ જતાં તેને ગાળો ભાંડી હતી. થોડી વાર બાદ સાવને દર્શનને કોલ કરી તેની સાથે પણ ઝઘડો કર્યો હતો. તે સહકાર મેઈન રોડ પર ગઈકાલે ડેરા-તંબુ તાણી બેસી ગયો હતો. આખરે આ વાત વર્ષાએ કોલ કરી દર્શનને જણાવી હતી. જેને કારણે તેનો પિતો જતા તેણે સાવનને કોલ કરી તું કયાં છો, હું આવું છું તેમ ધમકી પણ આપી હતી. 

તે સાથે જ તે છરી લઈ કોઠારીયા સોલવન્ટથી બાઈક લઈ સહકાર મેઈન રોડ પર પહોંચ્યો હતો. જેની ગંધ આવી જતાં ડરી ગેયેલો સાવન છુપાઈ ગયો હતો. આખરે તેને દર્શને શોધી લઈ તેની ઉપર છરીનાં આડેધડ 18 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ વખતે ઘટનાસ્થળે વર્ષાની પણ હાજરી હતી. જે આસપાસનાં લોકોને વચ્ચે પડતાં નહીં, મારી નાખ, મારી નાખ કહી દર્શનને હત્યા માટે પ્રેરતી રહી હતી. 

હત્યાની આ ઘટના બાદ ભક્તિનગરનાં પીઆઈ એમ.એમ. સરવૈયા અને રાઈટર નિલેશભાઈ મકવાણાએ સ્થળ પર જઈ જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતકનાં પિતા રમણીકપરી (ઉ.વ. 63)ની ફરિયાદ પરથી ખુનનો ગુનો નોંધી આરોપી વર્ષા ગોપાલ દાતી (ઉ.વ. 45, ઘનશ્યામનગર-7, કોઠારીયા રોડ) અને તેના મિત્ર દર્શન ઉર્ફે ભૂદેવ ભરત ચૌહાણ (ઉ.વ. 22, રહે, સીતારામ સોસાયટી-3, કોઠારીયા સોલવન્ટ)ની ધરપકડ કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
જીવસૃષ્ટિને ધ્રૂજાવી દેતો શિયાળો : 2.5 ડિગ્રીએ ગિરનાર ટાઢોબોળ | Winter that shakes the ecosystem: Te…

જીવસૃષ્ટિને ધ્રૂજાવી દેતો શિયાળો : 2.5 ડિગ્રીએ ગિરનાર ટાઢોબોળ | Winter that shakes the ecosystem: Te...

રણાસણ બ્રિજ પાસે કાર્ડની અડફેટે વલાદ ગામના વૃદ્ધનું મોત નિપજ્યું | An elderly man from Valad village…

રણાસણ બ્રિજ પાસે કાર્ડની અડફેટે વલાદ ગામના વૃદ્ધનું મોત નિપજ્યું | An elderly man from Valad village...

પતંગ પર્વ દરમિયાન ૨૫ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં ઃ એકને ગંભીર ઇજા | 25 people injured during kite festiv…

પતંગ પર્વ દરમિયાન ૨૫ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં ઃ એકને ગંભીર ઇજા | 25 people injured during kite festiv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…

3 weeks ago
‘SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું…’, મમતા બેનરજીનું પહેલું નિ…

‘SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું…’, મમતા બેનરજીનું પહેલું નિ…

2 months ago
‘ટૅક્નોલૉજી અને સંરક્ષણમાં રશિયા ભારતનું વ્યૂહાત્મક ભાગીદાર’, રશિયાના સંરક્ષણ મંત્રી સાથેની બેઠકમાં …

‘ટૅક્નોલૉજી અને સંરક્ષણમાં રશિયા ભારતનું વ્યૂહાત્મક ભાગીદાર’, રશિયાના સંરક્ષણ મંત્રી સાથેની બેઠકમાં …

7 months ago
છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે ‘સરકાર ભક્તિ’ કરી, માગણી સ્વીકારાયાનો દાવો | Gujarat Farmer…

છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે ‘સરકાર ભક્તિ’ કરી, માગણી સ્વીકારાયાનો દાવો | Gujarat Farmer…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News