Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જીગ્નેશભાઈ ઉર્ફે જતીન હીરાભાઈ પરમાર નામના 25 વર્ષના યુવાને પોતાની સાથે જૂની અદાવતનું મન દુઃખ રાખીને તકરાર કરી, પોતાની કાર અને બાઈકમાં તોડફોડ કરી નાખવા અંગે સાગર અમરશીભાઈ પરમાર, સાહિલ દેવજીભાઈ પરમાર, દેવજીભાઈ રામજીભાઈ પરમાર, તેમજ અનિલ કાળુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીઓ વચ્ચે જૂની તકરાર ચાલતી હોવાથી તેનું મન દુઃખ રાખીને ગઈકાલે ફરીયાદીના ઘર પાસે ચારેય આરોપીઓ લાકડાના ધોકા-પાઈપ જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને ઘરની બહાર પાર્ક કરેલી એક કાર તેમજ એક મોટરસાયકલમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી, જેમાં પોલીસ ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.