
– દિલ્હી કાર વિસ્ફોટની તપાસમાં નવો ખુલાસો
– નબી માત્ર સુસાઇડ બોમ્બર જ નહીં આતંકીઓની ભરતી પણ કરતો હતો : ડારે અનેક રહસ્યો ખોલ્યા
– નબીએ ડારનું બ્રેઇનવોશ કરી સુસાઇડ બોમ્બર બનાવ્યો પરંતુ ડાર ખેતીના કામને કારણે હુમલામાં સામેલ નહોતો થયો
શ્રીનગર: ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હીના લાલ કિલ્લા પાસે આતંકીઓ દ્વારા આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, આ હુમલા અંગે નવો ખુલાસો થયો છે. એજન્સીઓને તપાસમાં જાણકારી મળી છે કે આ હુમલાને બે આત્મઘાતી હુમલાખોરો અંજામ આપવાના હતા, આ હુમલામાં માર્યા ગયેલા આતંકી ડો. ઉમર નબીએ પોતાની સાથે વધુ એક આતંકીને સુસાઇડ બોમ્બર તરીકે રાખવા નિર્ણય કર્યો હતો.










