gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર… 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા | Republi…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in INDIA
0 0
0
AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર… 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા | Republi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Republic Day 2026 : 26 જાન્યુઆરી, 2026ના રોજ ભારત 77મો પ્રજાસત્તાક દિવસ ઊજવવા જઈ રહ્યું છે. દેશની શાન સમાન પરેડ કર્તવ્ય પથ પર યોજાવાની છે. આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એ માટે દિલ્હી અને NCRમાં અત્યાર સુધીની સૌથી આધુનિક અને બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા માત્ર પોલીસ બંદોબસ્ત સુધી મર્યાદિત નથી. અદ્યતન ટેક્નોલોજી, મલ્ટિપલ ડેટા અને મજબૂત સંકલન— આ ત્રણેયનું સંયોજન કરીને એક મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી કરાઈ છે.

શહેરભરમાં સુરક્ષાકર્મીઓની બાજનજર અને સઘન તપાસ  

પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોએ શહેરભરમાં પેટ્રોલિંગ વધાર્યું છે. મુખ્ય રસ્તા, મેટ્રો સ્ટેશનો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સતત ચકાસણી ચાલી રહી છે. રાજધાનીમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના તમામ મુખ્ય માર્ગો પર ચેકપોઇન્ટ સ્થાપિત કરાયા છે, જ્યાં વાહનોની સઘન તપાસ થઈ રહી છે. કર્તવ્ય પથ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ લોકોની હિલચાલ પર ખાસ નજર રખાઈ રહી છે. આ વ્યવસ્થાનો હેતુ કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ તેને અટકાવવાનો છે.

AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર... 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા 2 - image

પરંપરાગત સુરક્ષાને ટેક્નોલોજીનો સહારો

આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાનું સૌથી મહત્ત્વનું પાસું છે— અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ. પસંદગીના પોલીસ કર્મચારીઓને AI-સંચાલિત સ્માર્ટ ચશ્મા અપાયા છે. આ ચશ્મા ભીડમાં રહેલા લોકોના ચહેરા સ્કેન કરીને તરત જ પોલીસ ડેટાબેઝ સાથે તેની તુલના કરે છે. જો કોઈ વ્યક્તિનું વર્તન શંકાસ્પદ જણાય કે પછી અગાઉ ગુનામાં સંડોવાયેલ કોઈ વ્યક્તિ દેખાય તો સિસ્ટમ તરત જ ચેતવણી આપે છે. આ ટેક્નોલોજીથી પોલીસને ભીડમાં છુપાયેલા જોખમોને ઝડપથી ઓળખવામાં મદદ મળે છે, જેને લીધે માનવીય નજરથી થતી ચૂક નિવારી શકાય. 

અંધારા ઉલેચતી ટેક્નોલોજી

સુરક્ષા માટે થર્મલ ઇમેજિંગ સિસ્ટમ્સ અને વીડિયો એનાલિટિક્સનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, જેથી અંધારિયા વિસ્તારોમાં થતી શંકાસ્પદ હલચલ પર પણ નજર રાખી શકાય.

AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર... 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા 3 - image

એન્ટી-ડ્રોન સિસ્ટમ વડે આકાશમાં કડક પહેરો

આજના સમયમાં ડ્રોનનો ઉપયોગ કોઈપણ પ્રસંગની સુરક્ષા માટે મોટો પડકાર બની જતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કર્તવ્ય પથ અને આસપાસના હાઇ-પ્રોફાઇલ વિસ્તારો પર એન્ટિ-ડ્રોન યુનિટ્સ તહેનાત કરાયા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. જો કોઈ અનધિકૃત ડ્રોન આકાશમાં પ્રવેશે તો તેને તરત ઓળખીને નિષ્ક્રિય કરવાની વ્યવસ્થા પણ છે. 

ઊંચાઈ પરથી નજર રાખવા સ્નાઈપર તહેનાત

સુરક્ષાના વધુ એક સ્તર તરીકે કર્તવ્ય પથની આસપાસની ઊંચી ઇમારતો પર પ્રશિક્ષિત સ્નાઈપર ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમની જવાબદારી છે કે કોઈ પણ અસામાન્ય હલચલ પર તરત પ્રતિક્રિયા આપવી અને મોટું જોખમ અટકાવવું.

આ પણ વાંચો : ચૂંટણી પ્રક્રિયાને લઈ રાષ્ટ્રપતિ મુર્મૂની દેશવાસીઓને અપીલ, જાણો શું કહ્યું

પડદા પાછળની વ્યાપક સુરક્ષા કામગીરી 

જાહેર દેખાતી સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત પડદા પાછળ પણ વ્યાપક સુરક્ષા કામગીરી ચાલી રહી છે. નવી દિલ્હીની હોટલો, ગેસ્ટ હાઉસ, ભાડાના મકાનો અને ઘરેલું કર્મચારીઓની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં છુપાઈને ન રહી શકે. બજારો, રહેણાંક વિસ્તારો અને પરિવહન કેન્દ્રો જેવા સ્થળોએ પણ ખાસ નજર રખાઈ રહી છે, જ્યાં સામાન્ય રીતે લોકોની અવરજવર વધુ રહે છે.

એકથી વધુ સુરક્ષા એજન્સી વચ્ચેનું સંકલન 

આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા એકલા દિલ્હી પોલીસ પર આધારિત નથી. તેમાં અર્ધસૈનિક દળો, ગુપ્તચર એજન્સીઓ અને અન્ય સુરક્ષા સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરોમાંથી શહેરભરના હજારો સીસીટીવી કેમેરાની ફીડ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

જનસહયોગ માટે પણ પોલીસની અપીલ

પોલીસે સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ, વસ્તુ અથવા વ્યક્તિ જોવા મળે તો તેઓ તરત સુરક્ષા પ્રબંધકોને જાણ કરે. જનસહયોગને સુરક્ષાનો મહત્ત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત, જાણો શું કહ્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…
INDIA

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…

May 21, 2026
'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ
INDIA

'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ

May 21, 2026
ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…
INDIA

ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…

May 21, 2026
Next Post
તમિલનાડુના CMને ‘હિન્દી ભાષા’થી ફરી વાંધો પડ્યો, વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય ગરમાવો | MK Stalin Op…

તમિલનાડુના CMને ‘હિન્દી ભાષા’થી ફરી વાંધો પડ્યો, વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય ગરમાવો | MK Stalin Op...

રૂ.18000 કરોડનું નુકસાન, 10 લાખ નોકરી ખતરામાં, 1 ફેબ્રુ.થી બંધ થશે તમામ મિલો ! બાંગ્લાદેશમાં કાપડ ઉદ…

રૂ.18000 કરોડનું નુકસાન, 10 લાખ નોકરી ખતરામાં, 1 ફેબ્રુ.થી બંધ થશે તમામ મિલો ! બાંગ્લાદેશમાં કાપડ ઉદ...

વડોદરા પોલીસની પોલ ખુલી: ‘ડેકીમાં દારૂ છે’ કહેવા છતાં બુટલેગરને ભગાડી દીધો, પછી આબરૂ બચાવવા નવું નાટ…

વડોદરા પોલીસની પોલ ખુલી: 'ડેકીમાં દારૂ છે' કહેવા છતાં બુટલેગરને ભગાડી દીધો, પછી આબરૂ બચાવવા નવું નાટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના મેમનગરમાં નવો રોડ બન્યો પણ ગટરનાં ઢાંકણાં ગાયબ, ખુલ્લી ગટરમાં કાર ખાબકી | Car tire falls i…

અમદાવાદના મેમનગરમાં નવો રોડ બન્યો પણ ગટરનાં ઢાંકણાં ગાયબ, ખુલ્લી ગટરમાં કાર ખાબકી | Car tire falls i…

6 months ago
રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરશે નહીં ઃ રાજદ | rabdi devi not to evact government bunglow

રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરશે નહીં ઃ રાજદ | rabdi devi not to evact government bunglow

6 months ago
અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના | Municipal Commissioner instructs officers to remain…

અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના | Municipal Commissioner instructs officers to remain…

3 weeks ago
કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે ટક્કર, એકનું મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત | kheda accident bet…

કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે ટક્કર, એકનું મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત | kheda accident bet…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News