gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સમાપ્ત! શશી થરૂરની રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક, જુઓ શું કહ્યું | shash…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in INDIA
0 0
0
કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સમાપ્ત! શશી થરૂરની રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક, જુઓ શું કહ્યું | shash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor Mallikarjun Kharge Rahul Gandhi Meeting : સંસદમાં ગુરુવારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને રાહુલ ગાંધી વચ્ચે એક સંક્ષિપ્ત પરંતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુલાકાત થઈ હતી. આ બેઠક બાદ થરૂરે હસતાં હસતાં કહ્યું કે, “બધું બરાબર જ છે.” તેમના આ નિવેદને કોંગ્રેસની અંદર ચાલી રહેલા મતભેદો અને અસંતોષના સમાચારો પર વિરામ લગાવી દીધો છે. થરૂરે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે થયેલી વાતચીતને ખૂબ જ રચનાત્મક અને સકારાત્મક ગણાવી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે, હવે તેઓ અને પાર્ટી નેતૃત્વ એક જ વાત પર સંમત થયા છે.

શું છે સમગ્ર મામલો?

ગત થોડા મહિનાઓથી શશિ થરૂર અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે તણાવના સમાચારો આવી રહ્યા હતા. થરૂરે જાહેર રીતે સ્વીકાર કર્યો હતો કે તેમના કેટલાક મુદ્દાઓ છે, જે તેઓ પાર્ટીના મંચ પર ઉઠાવવા માંગે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ 17 વર્ષથી કોંગ્રેસમાં છે અને તેમણે ક્યારેય સંસદમાં પાર્ટીના વલણની અવહેલના કરી નથી.

મહત્ત્વની બેઠકમાં ગેરહાજરી

વિવાદની શરુઆત ત્યારે થઈ જ્યારે થરૂરે પાર્ટીની એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. જો કે, તેમણે ત્યારબાદ સ્પષ્ટતા કરી કે, તેઓ એક સાહિત્ય ઉત્સવમાં ગયા હતા અને આ અંગે તેમણે પહેલા જ પાર્ટીને જાણ કરી દીધી હતી. ઉપરાંત, કોચીમાં પાર્ટીના એક કાર્યક્રમમાં તેમની સાથે થયેલા કથિત ખરાબ વ્યવહારના સમાચારો અંગે પણ તેમણે મૌન સેવ્યું હતું.

નિવેદનોથી અફવાઓને વેગ મળ્યો

પાર્ટીની અંદર અસલી બેચેની ત્યારે વધી જ્યારે ગત વર્ષે એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકટ પ્રબંધનના વખાણ કર્યા હતા. કોંગ્રેસના અનેક નેતાઓએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ ભાજપે થરૂરને એક આંતર-સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે આમંત્રિત કર્યા હતા. જેનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો. આ દળમાં કોંગ્રેસના બીજા કોઈ નેતા નહોતા, જેના કારણે તેઓ ભાજપમાં જોડાશે તેવી અફવાઓ ઉડવા લાગી હતી.

શું મતભેદોનો ઉકેલ આવ્યો?

તણાવ ત્યારે વધુ વધ્યો જ્યારે થરૂરે વડાપ્રધાનના એક ભાષણના સોશિયલ મીડિયા પર વખાણ કર્યા અને ‘ભારતીય રાજનીતિ એક પારિવારિક વ્યવસાય છે’ શીર્ષક સાથે એક લેખ લખ્યો. આ લેખમાં તેમણે વંશવાદી રાજનીતિની ટીકા કરી હતી. જેના કારણે કોંગ્રેસ નેતૃત્વ નારાજ થયું હતું. જો કે, થરૂરે વારંવાર સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણી કોઈ રાજકીય વ્યૂહરચનાનો હિસ્સો નહીં પરંતુ રાષ્ટ્રહિતથી પ્રેરિત હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, વડાપ્રધાનના વખાણ કરવાનો અર્થ એ નથી કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ તે રાષ્ટ્રીય એકતાનો સંદેશ છે. હવે રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના આંતરિક મતભેદો ઉકેલાઈ ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ | India US Trade Deal L…

આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ | India US Trade Deal L...

ચાંદી રૂ. 4 લાખને પાર, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો | Silver Prices Cross ₹4 Lakh Ma…

ચાંદી રૂ. 4 લાખને પાર, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો | Silver Prices Cross ₹4 Lakh Ma...

અમદાવાદ AMTSનું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ, સંચાલન માટે ફરી રૂ. 600 કરોડની લોન લેશે, કુલ દેવું 5,0…

અમદાવાદ AMTSનું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ, સંચાલન માટે ફરી રૂ. 600 કરોડની લોન લેશે, કુલ દેવું 5,0...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ | TMC MLA Says PM Modi Yogi Aditya…

‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ | TMC MLA Says PM Modi Yogi Aditya…

1 year ago
જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ…

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ…

5 months ago
PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારા અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી

PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારા અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી

1 year ago
પૂર્વ વિસ્તારમાં BSNLના ૪૦૦ મોડયૂલની ચોરી | 400 BSNL modules stolen in eastern region

પૂર્વ વિસ્તારમાં BSNLના ૪૦૦ મોડયૂલની ચોરી | 400 BSNL modules stolen in eastern region

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News