gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઊંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓની બેઠકમાં હોબાળો, ખરીદ-વેચાણ બંધ રાખવાની ચીમકી | Unjha Marketing Yard M…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
ઊંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓની બેઠકમાં હોબાળો, ખરીદ-વેચાણ બંધ રાખવાની ચીમકી | Unjha Marketing Yard M…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Unjha Marketing Yard: ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાર મહિના અગાઉ બોર્ડ ઑફ ડિરેકટર્સની ચૂંટણી થઈ હતી. ત્યારબાદ હજુ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી નહીં થતાં વહીવટદારનો દબદબો રહ્યો છે. જેના લીધે વેપારીઓની સમસ્યાઓમાં દિન-પ્રતિદિન વધારો થવાના સૂર સાથે નારાજગી પ્રવર્તી રહી હતી. આ દરમિયાન બુધવારે માર્કેટ યાર્ડના વેપારીઓની બેઠક મળી હતી. જેમાં ચર્ચાના અંતે જયાં સુધી વેપારીઓની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી ખેડૂતોની કૃષિ ઉપજોના ખરીદ અને વેચાણની પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતાં હોબાળો થયો હતો. જોકે, છેવટે વહીવટદાર સાથે યોજાયેલી બેઠકમાં વેપારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવતાં મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

વેપારીની સમસ્યામાં વધારો

એશિયા ખંડની સૌથી મોટી એવી ઊંઝા APMCના બોર્ડ ઑફ ડિરેકટર્સની ચૂંટણી 16 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના જ બે જૂથો આમનેસામને આવી જતાં રાજકીય વિવાદ સર્જાયો હતો. ખેડૂત વિભાગની 10 વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ વિભાગની મળી 15 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેના બીજા દિવસે જાહેર થયેલા પરિણામોમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલને બહુમતી મળી હતી. જેના લીધે યાર્ડના બોર્ડ ઑફ ડિરેકટર્સની ચૂંટણી થયાને ચારેક માસ જેટલો સમય વિતી ગયો છતાં હાલમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. જેમાં વેપારીઓની સમસ્યાઓમાં દિન-પ્રતિદિન વધારો થયો હોવાથી નારાજગીના સૂર ઝળક્યા છે. આ દરમિયાન, બુધવારે ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ચર્ચાના અંતે જયાં સુધી તેઓના પ્રશ્નોનો સુખદ ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખેડૂતોના માલની ખરીદી અને વેચાણની પ્રક્રિયા બંધ રાખવાનો સર્વાનુમત્તે નિર્ણય કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ! વલસાડના પલસાણા ગામે ભુવાએ શરીર પર 8 ડામ આપતા મોત

વેપારી સાથે વાતચીત બાદ મામલો થાળે પડ્યો

પ્રક્રિયા બંધ રાખવાના નિર્ણયથી હોબાળો થતાં વહીવટદાર દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વેપારીઓ સાથે વાતચીત કરીને તેઓની સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપવામાં આવતાં હાલ પુરતો મામલો થાળે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે સવારે ખેડૂત માલની હરાજી મુદ્દે APMC દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંગે વેપારીઓમાં ગેરસમજ થતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સાંજે પાંચ કલાકે ઊંઝા APMCના વહીવટદાર, ઊંઝા વેપારી મંડળના પ્રમુખ કનુભાઇ પટેલ તેમજ ઊંઝા માર્કેટયાર્ડ વૈપારી એસોસિએશન પ્રમુખ સહિત હોદેદારોની યોજાયેલી બેઠકમાં સુખદ ઉકેલ આવતા વેપારીઓએ આવતીકાલે માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ઊંઝા માર્કેટયાર્ડ ખાતે ગુરૂવારથી રાબેતા મુજબ હરાજીનું કામકાજ ચાલુ રહેશે. 

આ પણ વાંચોઃ ડુપ્લીકેટ પોલીસ, ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે વડોદરામાં ડુપ્લીકેટ FIRE NOCનું કૌભાંડ

ઉલ્લેખનીય છે કે, સહકારી ક્ષેત્રે રાજય સરકારના હસ્તક્ષેપને લીધે મહેસાણા જિલ્લાના કડી માર્કેટયાર્ડની ચૂંટણી બાદ એકવર્ષ સુધીચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબે થયો હતો.ત્યારબાદ તેવી જ પરિસ્થીતિ હાલમાં ઊંઝા માર્કેટયાર્જમાં સર્જાતા રાજકીય તર્કવિતર્ક થઈ રહ્યા છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બોર્ડ ન બેસે ત્યાં સુધી ખરીદ-વેચાણ નહીં કરાયઃ નરેન્દ્રભાઈ પટેલ 

વેપારી વિભાગમાંથી ડિરેકટર તરીકે ચૂંટાયેલા નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં સમયથી APMCની ચૂંટણી થઈ ગઈ છે. પરંતુ, સરકાર દ્વારા ચૂંટાયેલી બોડીને પ્રતિનિધિત્વ આપવામાં નહીં આવતાં વેપારીઓની સમસ્યાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. હાલમાં ઊંઝા એપીએમસીમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. જેથી જ્યાં સુધી વેપારીઓની સમસ્યાઓનો ઉકેલ ન આવે અને ચુંટાયેલા પ્રતિનિધિઓનું બોર્ડે ન બેસે ત્યાં સુધી માર્કેટયાર્ડમાં ખરીદ-વેચાણ ન કરવાનો નિર્ણય લેવાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …
GUJARAT

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

September 24, 2026
Next Post
પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, મૃત્યુઆંક વધીને 6 થયો | Five killed …

પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, મૃત્યુઆંક વધીને 6 થયો | Five killed ...

વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ! વલસાડના પલસાણા ગામે ભુવાએ શરીર પર 8 ડામ આપતા મોત | Girl dies due …

વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ! વલસાડના પલસાણા ગામે ભુવાએ શરીર પર 8 ડામ આપતા મોત | Girl dies due ...

ડુપ્લીકેટ પોલીસ, ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે વડોદરામાં ડુપ્લીકેટ FIRE NOCનું કૌભાંડ | After duplicate…

ડુપ્લીકેટ પોલીસ, ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે વડોદરામાં ડુપ્લીકેટ FIRE NOCનું કૌભાંડ | After duplicate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં શિયાળાનો આરંભ થતા ટ્રેન્ડમાં આવી મોર્નિંગ વોક છ રણમલ તળાવે આહલાદક વાતાવરણમાં સ્વાસ્થ્ય લાભ…

જામનગરમાં શિયાળાનો આરંભ થતા ટ્રેન્ડમાં આવી મોર્નિંગ વોક છ રણમલ તળાવે આહલાદક વાતાવરણમાં સ્વાસ્થ્ય લાભ…

10 months ago
સરખેજ વોર્ડમાં આવેલાં રોપડા તળાવને આઠ કરોડના ખર્ચે ડેવલપ કરવાની દરખાસ્ત મંજૂર | Those in Sarkhej war…

સરખેજ વોર્ડમાં આવેલાં રોપડા તળાવને આઠ કરોડના ખર્ચે ડેવલપ કરવાની દરખાસ્ત મંજૂર | Those in Sarkhej war…

1 year ago
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

5 months ago
વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News