gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ …

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના એસપી રિંગ રોડ પર ન્યુ ત્રાગડ અને ચાંદખેડાના સ્થાનિકો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, ઝુંડાલ નજીક ડિવાઈડર કટ બંધ કરાતા પરિવહનમાં મુશ્કેલી પડી રહી છે. જેમાં 3-5 કિલોમીટર ફરીને જવાનું પડે છે. સમગ્ર મામલે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા છે અને બંને તરફ રોડ રોકીને વિરોધ નોંધાવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ 2 - image

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ

અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે નજીક આજે(21 ફેબ્રુઆરી, 2026) મોડી રાતે સ્થાનિકોએ વિરોધ કરતા 3-4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થતાં ત્યાંથી પસાર થતાં લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. અહીં ડિવાઈડર કટ છેલ્લા કેટલાક દિવસથી બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. આ કટ બંધ થતાં ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારમાં રહેતા વાહન ચાલકોને પોતાના ઘરે પહોંચવા માટે પાંચેક કિલોમીટરનો વધારાનો ફેરો ખાવો પડી રહ્યો છે. લાંબા સમયની હાલાકી અને વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

સ્થાનિકોની માગ છે કે, ડિવાઈડર કટ ખોલાવવામાં આવે. આમ, થવાથી ચાંદખેડા સહિતના સ્થાનિકોને વધારાના ત્રણથી ચાર કિલોમીટરનું અંતર કાપવું નહીં પડે.

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ 3 - image

ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા, પોલીસ ઘટનાસ્થળે

એસપી રિંગ રોડ પર સ્થાનિકોએ વિરોધ નોંધાવતા મોડી રાતે વાહનોની લાંબી કતારો લાગી છે. આ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વિરોધ નોંધાવતા લોકોને સમજાવવાના પ્રયાસો કરી રહી છે. રાત્રિના સમયે થયેલા આ વિરોધને કારણે મુસાફરો અને અન્ય વાહનચાલકો પણ કલાકો સુધી અટવાયા છે. 

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ 4 - image

આ પણ વાંચો:અમદાવાદ: વૈષ્ણોદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન

અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો

તમને જણાવી દઈએ કે, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઈડર કટ બંધ કરી દેવાતા ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારના રહીશો છેલ્લા કેટલાક દિવસથી ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. આ ડિવાઈડર કટ બંધ થવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમણે 3થી 4 કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવો પડે છે. ખાસ કરીને ન્યુ ત્રાગડના રહીશોને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જવા માટે આ કટ ખૂબ જ અનુકૂળ રહેતો હતો.

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્કૂલોને હવે ફાઈલો આપવા ડીઈઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે | schools will submit all files online to d…
GUJARAT

સ્કૂલોને હવે ફાઈલો આપવા ડીઈઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે | schools will submit all files online to d…

February 21, 2026
10 કરોડની લોન આપવાનું કહી 31 લાખ પડાવાના બનાવમાં ફાઇનાન્સ કંપનીની મહિલા ડાયરેક્ટરનો પુત્ર પકડાયો | s…
GUJARAT

10 કરોડની લોન આપવાનું કહી 31 લાખ પડાવાના બનાવમાં ફાઇનાન્સ કંપનીની મહિલા ડાયરેક્ટરનો પુત્ર પકડાયો | s…

February 21, 2026
RTOમાં લાયસન્સ માટે જતા ૧૮ વર્ષના વિદ્યાર્થીનું મોત | 18 year old student dies while going to RTO fo…
GUJARAT

RTOમાં લાયસન્સ માટે જતા ૧૮ વર્ષના વિદ્યાર્થીનું મોત | 18 year old student dies while going to RTO fo…

February 21, 2026
Next Post
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ આપીને નાણાં પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો | people lost more than 25 c…

ક્રિપ્ટોમાં રોકાણની લાલચ આપીને નાણાં પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો | people lost more than 25 c...

અમદાવાદ શહેરમાં ST અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે, સરકાર મોટો નિર્ણય લેવાની…

અમદાવાદ શહેરમાં ST અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે, સરકાર મોટો નિર્ણય લેવાની...

ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા | Illegal encroachments removed at Khodiy…

ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા | Illegal encroachments removed at Khodiy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર લઈને મુંબઈથી ગોવા હવે 12 કલાકમાં પહોંચી જવાશે, પહેલી વખત શરૂ થઈ આ સુવિધા | mumbai to goa with yo…

કાર લઈને મુંબઈથી ગોવા હવે 12 કલાકમાં પહોંચી જવાશે, પહેલી વખત શરૂ થઈ આ સુવિધા | mumbai to goa with yo…

7 months ago
NSE લિસ્ટેડ કંપનીઓમાં મ્યુ. ફંડોનો હિસ્સો 10 ટકા | Mutual funds account for 10 percent of NSE listed…

NSE લિસ્ટેડ કંપનીઓમાં મ્યુ. ફંડોનો હિસ્સો 10 ટકા | Mutual funds account for 10 percent of NSE listed…

9 months ago
જામનગર જિલ્લામાં 29 વર્ષ પહેલાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના કેસમાં બે આરોપીને પાંચ વર્ષની સજા | 2 …

જામનગર જિલ્લામાં 29 વર્ષ પહેલાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના કેસમાં બે આરોપીને પાંચ વર્ષની સજા | 2 …

2 months ago
વડોદરામાં લાલબાગ સ્વિમિંગ પૂલના તરવૈયાઓ દ્વારા 10 વર્ષની અને લાઈફ ટાઈમ મેમ્બરશીપની માગણી | Swimmers …

વડોદરામાં લાલબાગ સ્વિમિંગ પૂલના તરવૈયાઓ દ્વારા 10 વર્ષની અને લાઈફ ટાઈમ મેમ્બરશીપની માગણી | Swimmers …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News