gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: પવિત્ર મહીસાગર નદી અત્યારે ગંભીર વિવાદ અને પ્રદૂષણના કારણે ચર્ચામાં છે. વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા તત્વો દ્વારા રાત્રિના સમયે ઝેરી દવા નાખીને માછલીઓ અને જિંઘા મારવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. નદી કિનારે મોટી સંખ્યામાં મૃત જળચર જીવો મળી આવતા સ્થાનિકો અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મોડસ ઓપરેન્ડી: પ્લાસ્ટિકની બોટલ અને ‘સ્લો પોઈઝન’

સ્થાનિક સૂત્રો અને સામાજિક કાર્યકરોના દાવા મુજબ, આ આખી રમત રાત્રિના અંધકારમાં રમાય છે. રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ નદીમાં ઝેરી પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની બોટલો નાખવામાં આવે છે. બોટલમાં નાના છિદ્ર પાડવામાં આવે છે જેથી ઝેર ધીમે-ધીમે પાણીમાં ભળે. મોડી રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે જ્યારે માછલીઓ અને જિંઘા બેભાન થઈને સપાટી પર તરે ત્યારે તેને એકત્ર કરી લેવામાં આવે છે. આ રીતે પકડાયેલા ઝેરી જિંઘા અને માછલીઓ બજારમાં વેચાતી હોવાની આશંકા છે, જે ખાનારા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

પીવાના પાણી પર તોળાતું સંકટ

સૌથી ગંભીર બાબત એ છે કે મહીસાગર નદીનું પાણી વડોદરા અને આણંદ જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણી તરીકે સપ્લાય કરવામાં આવે છે. અનગઢ ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, “જ્યાં ફ્રેન્ચવેલ અને આરઓ પ્લાન્ટ આવેલા છે તેની નજીક જ આ પ્રવૃત્તિ થઈ રહી છે. આ સીધું જ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં છે. દોઢ મહિના અગાઉ પોલીસને જાણ કરાઈ હતી, પરંતુ પુરાવાના અભાવે શંકાસ્પદ શખસો છૂટી ગયા હતા. તંત્રએ હવે કડક બનવાની જરૂર છે.”

તંત્રનો સરકારી જવાબ “ફરિયાદ મળશે તો તપાસ કરીશું”

આ મામલે GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ના પ્રાદેશિક અધિકારી માર્ગીબેન પટેલે જણાવ્યું હતું કે, “અત્યાર સુધી કોઈ સત્તાવાર લેખિત ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો અમે પાણીના સેમ્પલ લઈશું.” જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તળાવોમાં આવા કિસ્સા બન્યા છે, પણ વહેતા પાણીમાં ઝેરની અસર પારખવી મુશ્કેલ હોય છે. તેમણે આ બાબતે ફિશરીઝ વિભાગ દ્વારા માછલીઓનું પોસ્ટમોર્ટમ કરાવવાની સલાહ પણ આપી છે જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય.

સવાલ જે અનુત્તર છે!

જ્યારે હજારો લોકોના આરોગ્યનો સવાલ હોય અને નદી કિનારે પુરાવા રૂપે મૃત માછલીઓના ઢગલા પડ્યા હોય, ત્યારે શું તંત્રએ લેખિત ફરિયાદની રાહ જોવી જોઈએ? વહેતા પાણીમાં પુરાવા નાશ પામે તે પહેલાં સેમ્પલ લેવા કેમ જરૂરી નથી?

આ પણ વાંચો: નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજના ‘પાણી’માં!

છેલ્લા એક મહિનામાં 3 થી 4 વાર આવી ઘટનાઓ બની હોવાનું કહેવાય છે. સ્થાનિક નાવિકો આ તત્વોને પકડવા મથે છે પણ કોતરોનો લાભ લઈ તેઓ નાસી છૂટે છે. હવે જોવાનું એ રહે છે કે વડોદરા અને આણંદનું કલેક્ટર તંત્ર આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…
GUJARAT

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…

June 6, 2026
ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…
GUJARAT

ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…

June 6, 2026
ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…
GUJARAT

ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…

June 6, 2026
Next Post
બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી | gujarat psi recruitmen…

બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી | gujarat psi recruitmen...

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

નસવાડીમાં 'નલ સે છલ': કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ...

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ |…

અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ |…

1 year ago
આણંદમાં બાકરોલનો 700 મીટર આરસીસી રોડ ટકાઉ બનાવવા તાકીદ | Urgent to make 700 meters of RCC road of Ba…

આણંદમાં બાકરોલનો 700 મીટર આરસીસી રોડ ટકાઉ બનાવવા તાકીદ | Urgent to make 700 meters of RCC road of Ba…

11 months ago
‘મોગેમ્બો ખુશ હૈ..’, અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા | Congress’s Jairam …

‘મોગેમ્બો ખુશ હૈ..’, અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા | Congress’s Jairam …

4 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, ‘સર’ની કામગીરીના કારણે વિલંબ | gujarat lo…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, ‘સર’ની કામગીરીના કારણે વિલંબ | gujarat lo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News