gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ‘રેડ ઍલર્ટ’, માર્ચમાં 100 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો | …

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કાળઝાળ ગરમી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ‘રેડ ઍલર્ટ’, માર્ચમાં 100 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Heatwave Alert: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ રાજ્યમાં પ્રચંડ હીટવેવની સ્થિતિ રહેશે, જેમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું જોર સૌથી વધુ હોવાથી ત્યાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ છેલ્લા 100 વર્ષનો રૅકોર્ડ તોડ્યો છે, જેમાં દીવમાં 41.3 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાતા સ્થાનિકો અને પ્રવાસીઓ પરસેવે રેબઝેબ થયા છે. માત્ર દિવસ જ નહીં, પરંતુ રાત્રિના તાપમાનમાં પણ વધારો થતાં રાત પણ ગરમ અને અકળાવનારી રહેશે.

ગુજરાતના 11 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

રાજ્યના અન્ય ભાગોમાં પણ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણ, વડોદરા અને સુરતમાં ‘ઑરેન્જ ઍલર્ટ’ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરુચ, જામનગર અને ભાવનગરમાં પણ ઑરેન્જ ઍલર્ટને પગલે કાળઝાળ ગરમી પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાવાને કારણે બફારો વધશે, જે નાગરિકોની મુશ્કેલીમાં વધારો કરશે. વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે.

રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 11થી 16 માર્ચ દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. જોકે, આજે 11 માર્ચના રોજ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું અત્યંત જોર હોવાથી ‘રેડ વોર્નિંગ’ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, અમરેલી, બનાસકાંઠા અને સુરત જિલ્લામાં ‘ઑરેન્જ ઍલર્ટ’ જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને જામનગર જેવા વિસ્તારોમાં ‘યલો ઍલર્ટ’ આપવામાં આવ્યું છે. હાલમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં રાજકોટમાં પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે, જે સામાન્ય કરતા 7.7 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ, ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન અમલી

બે દિવસ બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે

આગામી બે દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો જોવા મળશે. હાલમાં રાજ્યમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેવાને કારણે લોકોને અસહ્ય બફારો અને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 'રેડ ઍલર્ટ', માર્ચમાં 100 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
ધુળેટીના રંગ બાદ ‘સ્નેહની પંગત’ : સુરતમાં સદી જૂની પરંપરા આજે પણ જીવંત, અનેક શેરીઓમાં રંગ પાંચમ સુધી…

ધુળેટીના રંગ બાદ ‘સ્નેહની પંગત’ : સુરતમાં સદી જૂની પરંપરા આજે પણ જીવંત, અનેક શેરીઓમાં રંગ પાંચમ સુધી...

જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં 45 હજારથી વધુ મહિલાઓ માટે ‘181 અભયમ’ બની સુરક્ષાનું સશક્ત કવચ | ‘…

જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં 45 હજારથી વધુ મહિલાઓ માટે '181 અભયમ' બની સુરક્ષાનું સશક્ત કવચ | '...

વડોદરામાં રસ્તા ખોદકામથી નાગરિકો પરેશાન : પીક અવર્સમાં ટ્રાફિક જામ, ઉડતી ધૂળથી વેપારીઓ અને રહેવાસીઓન…

વડોદરામાં રસ્તા ખોદકામથી નાગરિકો પરેશાન : પીક અવર્સમાં ટ્રાફિક જામ, ઉડતી ધૂળથી વેપારીઓ અને રહેવાસીઓન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું

પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું

12 months ago
કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…

કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…

6 months ago
સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…

સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…

7 months ago
વડોદરાની દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માગણી | Demand to…

વડોદરાની દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માગણી | Demand to…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News