![]()
વિરમગામ પોલીસનો બાતમીના આધારે દરોડો
પોલીસે સ્થળ પરથી ચાર હજારથી વધુની રોકડ કબજે કરી ચારેય સામે ગુનો નોંધ્યો
વિરમગામ – વિરમગામના
વલાણામાં ખેતરના શેઢે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા છે. પોલીસે ચાર હજારનો મુદ્દામાલ
કબજે કરી તમામ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.
વિરમગામની નજીક આવેલા વલાણા ગામમાં ભરતભાઈ ઠાકોરના ખેતરના શેઢે કેટલાક
શખ્સો જુગાર રમાતો હોવાની ચોક્કસ માહિતીના આધારે વિરમગામ ટાઉન પોલીસે દરોડો પાડયો
હતો. દરોડા દરમિયાન (૧) કિરણભાઈ મહેન્દ્રભાઈ ઠાકોર (૨) પ્રવીણભાઈ અભુજી ઠાકોર (૪)
અમરતભાઈ જીવાભાઇ ઠાકોર (૫) પ્રભુદાસ ગોવર્ધનદાસ સાધુ (તમામ રહે. વલાણા ગામ) જુગાર
રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે અંગ જડતીના રૃ.૩,૪૭૦ અને દાવ પરથી રૃ.૬૨૦ મળી કુલ
રૃ.૪,૦૯૦ની રોકડ જપ્ત કરી છે. ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો
નોંધી આગળની તપાસ શરૃ કરવામાં આવી છે.










