gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરા નજીક રણુમાં આવેલી એક મલ્ટી નેશનલ કંપનીમાં ફરજ બજાવતા
આસિસ્ટન્ટ મેનેજરે કંપનીમાં ફરજ બજાવતી મહિલા અધિકારીની જાતીય સતામણી કરતા આ મામલો
ઇન્ડસ્ટ્રીય કોર્ટ સુધી પહોંચ્યો છે. કંપની દ્વારા રચયેલી સમિતિએ આસિસ્ટન્ટ
મેનેજરને બરતરફ કરી બે લાખનો દંડ ફટકારતા તેની સામે આસિ.મેનેજરે અદાલતમાં દાદ માગી
હતી. ન્યાયાધીશે  બન્ને પક્ષની દલીલ
સાંભળ્યા બાદ સમિતિના એહેવાલને રદ કરી આંતરિક સમિતિની પુનઃરચના કરવાનો આદેશ કરતા
હવે આ બનાવની પુનઃ તપાસ હાથ ધરાશે.

કેસની વિગત એવી છે કે, મહિલા અધિકારીએ જે ફરિયાદ કરી હતી તેમાં આક્ષેપ
કરવામાં આવ્યો હતો કે
, આસિસ્ટન્ટ મેનેજરે મહિલાના ડેસ્ક પાછળ
બેસીને તેના કાન પાછળના તલ અને કાનની બુટ્ટી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી.
કંપનીની મુંબઈ સ્થિત આંતરિક સમિતિએ તપાસના અંતે 
આસિ.મેનેજરને દોષિત ઠેરવી નોકરીમાંથી બરતરફ કર્યા હતા અને બે લાખ રૃપિયાનો
દંડ ફટકાર્યો હતો.

આ આદેશ વિરુદ્ધ આસિસ્ટન્ટ મેનેજરે ઇન્ડસ્ટ્રિયલ કોર્ટમાં અપીલ
કરી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે આ ફરિયાદ પ્રોફેશનલ હરીફાઈના કારણે
કરવામાં આવી હતી. વધુમાં
, સમિતિની રચનામાં પોશ (પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ
હેરેસમેન્ટ) એક્ટની કલમનું ઉલ્લંઘન થયું હતું
, કારણ કે તેમાં
કોઈ બાહ્ય સ્વતંત્ર સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો અને તપાસ દરમિયાન સાક્ષીઓની
ઉલટતપાસ કરવાની તક પણ આપવામાં આવી ન હતી.

સામ પક્ષે કંપનીએ બચાવ કર્યો હતો કે જાતીય સતામણીના કિસ્સામાં
ઝીણવટભરી તપાસ જરૃરી છે અને અરજદારે પોતે જ સાક્ષીઓની ઉલટતપાસનો ઇનકાર કર્યો હતો.
કંપનીએ દલીલ કરી હતી કે આવા ગંભીર કિસ્સામાં કડક સજા અનિવાર્ય છે જેથી કાર્યસ્થળ
પર શિસ્ત જળવાઈ રહે. જોકે
, કોર્ટે નોંધ્યું હતું કે તપાસની કાર્યવાહીમાં
પારદશતાનો અભાવ જણાય છે.પોશ એક્ટ મુજબ જે કંપનીના વિવિધ શહેરોમાં એકમો હોય
,
તેમણે દરેક એકમ માટે અલગ આંતરિક સમિતિ બનાવવી જોઈએ. વડોદરા સ્થિત
એકમ માટે મુંબઈની સમિતિએ તપાસ કરવી તે કાયદાકીય રીતે અયોગ્ય છે.

આ ઉપરાંત, સ્વતંત્ર બાહ્ય સભ્ય વગરની સમિતિનું બંધારણ
ગેરકાયદેસર ઠરે છે. અંતે
, કોર્ટે કંપનીની આંતરિક સમિતિનો
અહેવાલ અને બરતરફીનો આદેશ રદ કર્યો હતો. કોર્ટે આદેશ આપ્યો છે કે કંપનીએ રણું
પ્લાન્ટ ખાતે નિયમ મુજબ નવી આંતરિક સમિતિની રચના કરવી અને કાયદાના દાયરામાં રહીને
નવેસરથી આ કેસની તપાસ હાથ ધરવી.

અનિચ્છનીય મૌખિક વર્તન પણ સતામણી હોઈ શકે છે : કોર્ટ

આ કેસમાં સૌથી રસપ્રદ પાસું એ હતું કે જાતીય સતામણીની વ્યાખ્યા
પર લાંબી ચર્ચા થઈ. અરજદારે દલીલ કરી હતી કે કાન પાછળ તલ હોવો અને એક કાનની બુટ્ટી
વધુ વીંધેલી હોવાની વાત કરવી એ માત્ર એક અવલોકન હતું
, જેમાં
કોઈ જાતીય ઈરાદો નહોતો. જોકે
, કોર્ટે અને કાયદાએ સ્પષ્ટ
કર્યું છે કે અનિચ્છનીય મૌખિક વર્તન પણ સતામણી હોઈ શકે છે. સૌથી મહત્વનું એ છે કે
આવી ટિપ્પણી કરવા માટે કોઈ વ્યક્તિએ કેટલી નજીક જવું પડે
? કોર્ટે
નોંધ્યું કે સામાન્ય સંજોગોમાં આવી સૂક્ષ્મ વિગતો કોઈનું ધ્યાન ખેંચતી નથી
,
જે દર્શાવે છે કે આ બાબત ગંભીર હોઈ શકે છે.

શું છે પોશ એક્ટ અને આંતરિક સમિતિની જોગવાઈ

દેશમાં પોશ (પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ) એક્ટ ૨૦૧૩
હેઠળ કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે કડક જોગવાઈઓ છે. જે સંસ્થા
કે કંપનીમાં ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ હોય
, ત્યાં આંતરિક સમિતિની રચના કરવી કાયદાકીય રીતે
અનિવાર્ય છે. આ સમિતિમાં કુલ સભ્યોના ૫૦ ટકા મહિલાઓ હોવી જોઈએ અને તેનું અધ્યક્ષપદ
પણ વરિ મહિલા કર્મચારી પાસે હોવું જોઈએ. સમિતિમાં બે કર્મચારી સભ્યો ઉપરાંત એક
બાહ્ય સભ્ય (એનજીઓ અથવા કાયદાના જાણકાર)નો સમાવેશ કરવો ફરજિયાત છે. જો કંપનીના
એકમો અલગ-અલગ શહેરોમાં હોય
, તો દરેક શાખા કે પ્લાન્ટ દીઠ અલગ
સમિતિ બનાવવી જરૃરી છે
, જેથી પીડિત મહિલા નિર્ભય બનીને
સ્થાનિક સ્તરે ફરિયાદ કરી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લા એક વર્ષમાં લાયસન્સ અને વાહન સંબંધી ૧.૩૮ લાખ અરજીઓનો નિકાલ | Disposal of 1 38 lakh application…
GUJARAT

છેલ્લા એક વર્ષમાં લાયસન્સ અને વાહન સંબંધી ૧.૩૮ લાખ અરજીઓનો નિકાલ | Disposal of 1 38 lakh application…

May 1, 2026
‘સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી…’: જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ વકર્યો, જાણો કોણે શું કહ્ય…
GUJARAT

‘સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી…’: જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ વકર્યો, જાણો કોણે શું કહ્ય…

May 1, 2026
ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ
GUJARAT

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

May 1, 2026
Next Post
ડભોઇરોડ અને હરણીમાં બે ઇમારતોની છત ધરાશાયીઃઅંબિકાધામ ફ્લેટ્સમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ | parts …

ડભોઇરોડ અને હરણીમાં બે ઇમારતોની છત ધરાશાયીઃઅંબિકાધામ ફ્લેટ્સમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ | parts ...

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a...

અટલાદરામાં જૂના ઝઘડાની અદાવતે બે મિત્રો પર હુમલો | Two friends attacked over old feud in Atladara

અટલાદરામાં જૂના ઝઘડાની અદાવતે બે મિત્રો પર હુમલો | Two friends attacked over old feud in Atladara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO: જૂના PF એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી, નહીં તો થશે મોટું નુકસાન | pf account no…

EPFO: જૂના PF એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી, નહીં તો થશે મોટું નુકસાન | pf account no…

12 months ago
ભારત-યુકે ટ્રેડ ડીલ તો માત્ર શરૂઆત, અમેરિકા જ નહીં આટલા દેશો સાથે થઈ શકે છે મુક્ત વેપાર સમજૂતી | ind…

ભારત-યુકે ટ્રેડ ડીલ તો માત્ર શરૂઆત, અમેરિકા જ નહીં આટલા દેશો સાથે થઈ શકે છે મુક્ત વેપાર સમજૂતી | ind…

9 months ago
જામનગર નજીક ડબલ સવારી બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર તરુણનું અંતરિયાળ મૃત્યુ :…

જામનગર નજીક ડબલ સવારી બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર તરુણનું અંતરિયાળ મૃત્યુ :…

3 months ago
અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપીઓની ધરપકડ | Youth stabbed to dea…

અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપીઓની ધરપકડ | Youth stabbed to dea…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News