gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BIG BREAKING: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને કેબિનેટની મંજૂરી, લગ્નથી લઈને લિવ-ઇન સુધીના નિયમો બદલાશ…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
BIG BREAKING: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને કેબિનેટની મંજૂરી, લગ્નથી લઈને લિવ-ઇન સુધીના નિયમો બદલાશ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Uniform Civil Code in Gujarat: ગુજરાત સરકાર હવે ઉત્તરાખંડના માર્ગે ચાલીને રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટે સજ્જ થઈ ગઈ છે. તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં UCC બિલના ડ્રાફ્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મો અને જ્ઞાતિઓ માટે લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વ્યક્તિગત વિષયોમાં સમાનતા લાવવાનો છે. બધાને એક જ લગ્નનો નિયમ લાગુ થશે. કુલ 2 ભાગ અને 7 પ્રકરણોમાં વહેંચાયેલા આ ડ્રાફ્ટમાં લગ્નની નોંધણીને ફરજિયાત કરાઈ છે. જો કે, નોંધણી વગર લગ્ન અમાન્ય નહીં ગણાય, પરંતુ નિયત સમયમાં રજિસ્ટ્રેશન ન કરાવનારા પક્ષકારોને દંડની જોગવાઈનો સામનો કરવો પડશે.

છૂટાછેડા અને બાળકોના સંરક્ષણ માટે કડક જોગવાઈઓ

નવા કાયદા હેઠળ છૂટાછેડાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવાઈ છે. સામાજિક સ્થિરતા જાળવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે કે લગ્ન થયાના એક વર્ષની અંદર કોઈપણ પક્ષ છૂટાછેડા માટે અરજી કરી શકશે નહીં. પરસ્પર સંમતિથી અલગ થવાની પ્રક્રિયાને સરળ બનાવાઈ છે, પરંતુ સાથે જ બાળકોની કસ્ટડી અને ભરણપોષણ બાબતે માનવીય અભિગમ રાખવામાં આવ્યો છે. બાળકોના હિતોનું રક્ષણ થાય તે માટે કાયદામાં સંતુલિત અને કડક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વિખૂટા પડતા દંપતીના સંતાનો નિરાધાર ન બને.

લિવ-ઇન રિલેશનશિપ: રજિસ્ટ્રેશન વગર રહેવું હવે ગુનો 

લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે આ કાયદો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. હવેથી આવા સંબંધોમાં રહેતા કપલે સ્થાનિક રજિસ્ટ્રાર પાસે તેની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. મહત્ત્વની વાત એ છે કે લિવ-ઇન સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસરની માન્યતા મળશે અને તેમને પિતાની મિલકતમાં તમામ હકો પ્રાપ્ત થશે. જો કોઈ વ્યક્તિ લિવ-ઇનની માહિતી છુપાવશે અથવા ખોટી વિગતો આપશે, તો તેને જેલવાસ અથવા આકરા દંડની સજા થઈ શકે છે. સંબંધ પૂરો કરવા માટે પણ રજિસ્ટ્રારને જાણ કરવી અને સર્ટિફિકેટ મેળવવું આવશ્યક રહેશે.

મિલકત અને વારસામાં સમાનતાનો નવો યુગ

મિલકતના વારસા હક બાબતે UCC ઐતિહાસિક પરિવર્તન લાવશે. અત્યાર સુધી અલગ-અલગ ધર્મોમાં વારસાના નિયમો જુદા હતા, પરંતુ હવે ધર્મ કે જાતિના ભેદભાવ વગર પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. વસિયતનામું (Will) બનાવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે જેથી ભવિષ્યમાં વારસદારો વચ્ચે કાયદાકીય વિવાદો ન સર્જાય. આ પગલાથી ખાસ કરીને મહિલાઓને આર્થિક સુરક્ષા અને સમાનતાનો હક મળશે, જે સામાજિક ન્યાયની દિશામાં મોટું કદમ છે.

આદિવાસી સમુદાયની પરંપરાઓનું રક્ષણ અને અમલીકરણ

UCC લાગુ કરતી વખતે રાજ્ય સરકારે સામાજિક વિવિધતાનું પણ ધ્યાન રાખ્યું છે. અનુસૂચિત જનજાતિ (ST) અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને આ કાયદાની અમુક જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી તેમની પરંપરાગત પ્રથાઓ અને સંસ્કૃતિ અકબંધ રહે. જો વિધાનસભામાં આ બિલ પસાર થઈ જશે, તો ઉત્તરાખંડ પછી ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં સમાન નાગરિક સંહિતા લાગુ હોય. આગામી 25 માર્ચના રોજ વિધાનસભામાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે, જે ગુજરાતના કાયદાકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખશે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ યુસીસીનો મુદ્દો માસ્ટર સ્ટ્રોક ગણાઈ રહ્યો છે.

યુનિફોર્મ સિવિલ કોડથી મુખ્યત્વે શું બદલાશે?

• હાલ લગ્ન-છૂટાછેડામાં ધર્મ મુજબ નિયમો છે. યુસીસી લાગુ થયા બાદ બધાને એક નિયમ લાગુ પડશે.

• પુત્ર અને પુત્રીને વારસામાં સમાન હક મળશે.

• લિવ ઇન સંબંધોને પણ કાનૂની રીતે નોંધાવવા પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage
GUJARAT

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage

May 3, 2026
લગ્નમાં દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી
GUJARAT

લગ્નમાં દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી

May 3, 2026
D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…
GUJARAT

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…

May 3, 2026
Next Post
સાવધાન! સફેદ પાવડરથી બનતું ‘ઝેર’ જેવું ઘી, હિંમતનગરના રાયગઢમાં 208 કિલો નકલી ઘી ઝડપાયું | Fake Ghee …

સાવધાન! સફેદ પાવડરથી બનતું 'ઝેર' જેવું ઘી, હિંમતનગરના રાયગઢમાં 208 કિલો નકલી ઘી ઝડપાયું | Fake Ghee ...

નેશનલ હાઈવે પર ઓટો રિક્ષા પલટી મારતા આગની ઝપેટમાં : બેને ઇજા | Auto rickshaw overturns on National H…

નેશનલ હાઈવે પર ઓટો રિક્ષા પલટી મારતા આગની ઝપેટમાં : બેને ઇજા | Auto rickshaw overturns on National H...

વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…

વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…

ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…

3 months ago
શિક્ષણ બોર્ડ: પ્રખરતા શોધ કસોટી માટે હોલટિકિટ ડાઉનલોડ થવાની શરૂ, જાણો ક્યારે યોજાશે પરીક્ષા | Talent…

શિક્ષણ બોર્ડ: પ્રખરતા શોધ કસોટી માટે હોલટિકિટ ડાઉનલોડ થવાની શરૂ, જાણો ક્યારે યોજાશે પરીક્ષા | Talent…

3 months ago
ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફેંકી દીધી

ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફેંકી દીધી

4 months ago
પતિના અવસાન પછી પરિણીતાને ત્રાસ આપતા સાસુ અને દિયર | Mother in law and brother in law harassing a ma…

પતિના અવસાન પછી પરિણીતાને ત્રાસ આપતા સાસુ અને દિયર | Mother in law and brother in law harassing a ma…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News