gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની ‘સ્મશાન યાત્રા’ કાઢી | Panchayat office br…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની ‘સ્મશાન યાત્રા’ કાઢી | Panchayat office br…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પીવાના પાણીના ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળતા ગ્રામજનો રોષે ભરાયા

– ગામમાં 4 પાણીની ટાંકીઓ અને 12 પંચાયતી બોર હોવા છતાં છેલ્લા 5 દિવસથી પાણી પુરવઠો ખોરવાતા ભારે હાલાકી : ગ્રામજનોએ આ ઘટનાને બેદરકારી ગણાવી કાયમી ઉકેલની માંગ કરી

નડિયાદ : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીજ ગામે છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પંચાયત દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મોકલાયેલા પાણીના ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેેરાયેલા લોકોએ પંચાયત કચેરીએ માટલાં અને ડોલ ફોડી તંત્રની બેદરકારી સામે ફિટકાર વરસાવ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, પંચાયત વેરો ઉઘરાવવામાં તત્પર રહે છે, પરંતુ સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. ગ્રામજનોએ આ ઘટનાને તંત્રની ગંભીર બેદરકારી ગણાવી કાયમી ઉકેલની માંગ કરી હતી.

નડિયાદના પીજ ગામમાં ૪ પાણીની ટાંકીઓ અને ૧૨ પંચાયતી બોર હોવા છતાં છેલ્લા ૫ દિવસથી પાણી પુરવઠો ખોરવાતા ગૃહિણીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની તંગીને પગલે ગ્રામજનોએ પંચાયત પાસે ટેન્કરની માંગણી કરી હતી. પંચાયત દ્વારા મોકલાયેલા ટેન્કરમાંથી ગ્રામજનોએ પાણી ભરી લીધા બાદ જ્યારે ટેન્કર ખાલી થવા આવ્યું ત્યારે અંદરથી મરેલો ઉંદર નીકળતા લોકો ચોંકી ઉઠયાં હતા. આ ગંદુ પાણી પીવાના કારણે બીમારી ફેલાવવાની દહેશત સાથે લોકોએ પંચાયત કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અને મરેલા ઉંદરની પ્રતિકાત્મક યાત્રા કાઢી વહીવટ સામે સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિક મહિલાઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ગામમાં પાણીની સમસ્યા વિકટ છે અને જે ટેન્કર મોકલાયું તેમાં મરેલો ઉંદર નીકળતા લોકોના આરોગ્ય સાથે ચેડાં થયા છે. લોકોએ આ પાણીનો વપરાશ કરી લીધા બાદ હવે જો કોઈ બીમાર પડશે તો તેની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, પંચાયત વેરો ઉઘરાવવામાં તત્પર રહે છે, પરંતુ સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. ગ્રામજનોએ આ ઘટનાને તંત્રની ગંભીર બેદરકારી ગણાવી કાયમી ઉકેલની માંગ કરી હતી.

બીજી તરફ ગામના સરપંચ શીતલબેન તડવીએ જણાવ્યું હતું કે, પાણીનો વાલ્વ જામ થઈ જવાથી સમસ્યા સર્જાઈ છે, જેનું સમારકામ ચાલુ છે. તેમણે દાવો કર્યો હતો કે, પાણીનો પુરવઠો રવિવાર સાંજથી જ બંધ થયો છે અને હાલ ધીમા ફોર્સથી પાણી અપાઈ રહ્યું છે. ટેન્કરમાંથી ઉંદર નીકળવાની ઘટનાને તેમણે શંકાસ્પદ ગણાવી હતી અને જણાવ્યું હતું કે, છેલ્લા ૪ વર્ષથી ટેન્કરથી પાણી અપાય છે પણ આવું ક્યારેય બન્યું નથી. આ ઘટના પંચાયતને હેરાન કરવા માટેનું કોઈનું કૃત્ય હોઈ શકે છે, તેમ કહી તેમણે આ મામલે રૂબરૂ તપાસ કરવાની ખાતરી આપી હતી.

પંચાયતની કામગીરી સામે સવાલ

ગામમાં ૧૨ જેટલા સરકારી બોર અને ૪ વિશાળ ટાંકીઓ ઉપલબ્ધ હોવા છતાં ઉનાળાની શરૂઆતમાં જ પીજ ગામના લોકોને પાણી માટે ટેન્કર પર નિર્ભર રહેવું પડયું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, પંચાયત પાસે કોઈ ચોક્કસ મેનેજમેન્ટ નથી, જેના કારણે આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દૂષિત પાણીના પુરવઠાને કારણે સ્થાનિકોમાં રોગચાળાની દહેશત અને રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
મહુધાના કપરૂપુરની સીમમાં નદી કાંઠે ઝાડ ઉપર લટકતી યુવકની લાશ મળી | Body of a young man found hanging …

મહુધાના કપરૂપુરની સીમમાં નદી કાંઠે ઝાડ ઉપર લટકતી યુવકની લાશ મળી | Body of a young man found hanging ...

વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown…

વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown...

મનપાની મિલકત વેરાની આવક 184.69 કરોડ થઈ, ગત વર્ષ કરતા 15 કરોડથી વધુની આવક | Property tax revenue reac…

મનપાની મિલકત વેરાની આવક 184.69 કરોડ થઈ, ગત વર્ષ કરતા 15 કરોડથી વધુની આવક | Property tax revenue reac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ કેવી કાર્યવાહી, સિનિયરોને રાહત અને એક દોઢ વર્ષથી નોકરી કરનાર સામે પગલાં! …

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ કેવી કાર્યવાહી, સિનિયરોને રાહત અને એક દોઢ વર્ષથી નોકરી કરનાર સામે પગલાં! …

11 months ago
ધ્રાંગધ્રા હથિયાર પ્રકરણમાં નાસી છૂટેલા બે આરોપીઓને પોલીસે દબોચ્યા | Police arrest two absconding ac…

ધ્રાંગધ્રા હથિયાર પ્રકરણમાં નાસી છૂટેલા બે આરોપીઓને પોલીસે દબોચ્યા | Police arrest two absconding ac…

6 months ago
પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated …

પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated …

7 months ago
અમદાવાદમાં લૂંટારુઓ સક્રિય: ‘કાર કેમ ભટકાડી?’ કહીને ગાડી પડાવી લીધી | ECO Car Looted On Vastral Ring…

અમદાવાદમાં લૂંટારુઓ સક્રિય: ‘કાર કેમ ભટકાડી?’ કહીને ગાડી પડાવી લીધી | ECO Car Looted On Vastral Ring…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News