gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in INDIA
0 0
0
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

GST Collections: દુનિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. માર્ચ 2026માં દેશનું GST કલેક્શન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. સરકારી આંકડા મુજબ, નેટ GST કલેક્શન વધીને 2 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે ગત ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ 8.2 ટકા વધુ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં વેપાર અને વપરાશ  બંનેમાં મજબૂતી જળવાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ કલેક્શનમાં આ વધારો આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાનો સંકેત આપે છે.

ગયા વર્ષ(માર્ચ 2025)ના સમાન મહિનાની સરખામણીએ સરખામણીએ 8.8% વધુ

તેમજ જો ગ્રોસ GST કલેક્શનની વાત કરીએ તો માર્ચમાં તે 2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ 8.8% વધુ છે. સતત વધી રહેલી GST વસૂલાત સરકારની આવકને મજબૂત કરી રહી છે અને આગામી સમયમાં વિકાસ યોજનાઓને વેગ આપવામાં મદદ મળશે. એકંદરે, આ આંકડા ભારતીય અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.

0.22 લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરાયા

રિફંડની વાત કરીએ તો માર્ચ મહિનામાં કુલ 0.22 લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરવામાં આવ્યા છે, જે વાર્ષિક ધોરણે 13.8% વધુ છે. રિફંડ વધવા છતાં સરકારની નેટ કમાણી મજબૂત રહી છે, જે 1.78 લાખ કરોડ રૂપિયા રહી. આ એવો પણ સંકેત આપે છે કે નિકાસ અને વેપાર સાથે જોડાયેલા સેક્ટર્સ હાલ પાટે છે.

ગ્રોસ રેવેન્યૂ 1.46 લાખ કરોડ રૂપિયા રહી

રેવેન્યૂના અલગ-અલગ હિસ્સાઓ પર નજર કરીએ તો સ્થાનિક વ્યવહારોમાંથી મળતી ગ્રોસ રેવેન્યૂ 1.46 લાખ કરોડ રૂપિયા રહી, જેમાં 5.9% નો વધારો થયો છે. બીજી તરફ, આયાતમાંથી મળતી રેવેન્યૂ 0.54 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાં 17.8% નો મોટો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ છે કે દેશમાં આયાત ગતિવિધિઓ પણ ઘણી મજબૂત રહી છે.

કેવું રહ્યું રાજ્યોનું પ્રદર્શન

સમગ્ર નાણાકીય વર્ષ 2025-26ની વાત કરીએ તો ગ્રોસ GST કલેક્શન 8.3% વધીને 22.27 લાખ કરોડ રૂપિયા થી વધુ થઈ ગયું છે. તેમજ નેટ GST રેવેન્યૂ 7.1% ના વધારા સાથે 19.34 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.  રાજ્યોના પ્રદર્શન પર નજર કરીએ તો ઘણા રાજ્યોમાં GST કલેક્શનમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. જેમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. બીજી તરફ કેટલાક રાજ્યોમાં ઘટાડો પણ નોંધાયો છે, જેમ કે જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ, દિલ્હી, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ. એકંદરે, આ આંકડા દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર અને મજબૂત દિશામાં આગળ વધી રહી છે.

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉછાળો 2 - image

કયા મહિનામાં કેટલું કલેક્શન?

એપ્રિલ 2025: 2.37 લાખ કરોડ

મે 2025: 2.01 લાખ કરોડ

જૂન 2025: 1.85 લાખ કરોડ

જુલાઈ 2025: 1.95 લાખ કરોડ

ઓગસ્ટ 2025: 1.86 લાખ કરોડ

સપ્ટેમ્બર 2025: 1.89 લાખ કરોડ

ઓક્ટોબર 2025: 1.96 લાખ કરોડ

નવેમ્બર 2025: 1.70 લાખ કરોડ

ડિસેમ્બર 2025: 1.75 લાખ કરોડ

જાન્યુઆરી 2026: 1.93 લાખ કરોડ

ફેબ્રુઆરી 2026: 1.84 લાખ કરોડ

માર્ચ 2026: 2 લાખ કરોડથી વધુ

આ પણ વાંચો: રાજ્ય સરકારનો વટ હુકમ: જમીન વ્યવહારોમાં 135-Dની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર

ગુજરાતમાં કેટલું GST કલેક્શન?

ગુજરાતે માર્ચ 2026માં ટેક્સ કલેક્શનમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, સેટલમેન્ટ પછીના ધોરણે, રાજ્યનું સ્ટેટ જીએસટી (SGST) કલેક્શન વાર્ષિક ધોરણે 10% વધીને 6,835 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે, જે માર્ચ 2025માં 6,193 કરોડ રૂપિયા હતું. જો સેટલમેન્ટ પૂર્વેના આંકડા જોઈએ તો, ગુજરાતે માર્ચ 2026માં 4,450 કરોડનું SGST એકત્ર કર્યું છે, જે ગત વર્ષના સમાન ગાળાના 4,246 કરોડની સરખામણીએ 5%નો વધારો દર્શાવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …
INDIA

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …

June 10, 2026
મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…
INDIA

મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

June 10, 2026
મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
Next Post
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો | Gujarat Local…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો | Gujarat Local...

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત... જાણો હોર્મુઝના 'ખતરનાક' રસ્તેથી કેવી રીતે ...

વડોદરામાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો હટાવી ત્રણ ટ્રક સામાન કબજે | Three trucks of goods seized in V…

વડોદરામાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો હટાવી ત્રણ ટ્રક સામાન કબજે | Three trucks of goods seized in V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તારાપુર પાલિકાના 6 વોર્ડમાં 16 અનામત અને 8 સામાન્ય બેઠક | 16 reserved and 8 general seats in 6 wards…

તારાપુર પાલિકાના 6 વોર્ડમાં 16 અનામત અને 8 સામાન્ય બેઠક | 16 reserved and 8 general seats in 6 wards…

9 months ago
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ | Navratri festival begins today: Hea…

આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ | Navratri festival begins today: Hea…

9 months ago
નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો, બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી શિંદેનું મોટું નિવ…

નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો, બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી શિંદેનું મોટું નિવ…

1 week ago
સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…

સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News