PM Modi today in Bihar : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે જશે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમ મોદી આજે 11:20 વાગ્યે બિહાર પહોંચશે. તેમનો કાર્યક્રમ 11:30 વાગ્યે શરૂ થશે.
પહલગામ હુમલા બાદ પીએમ મોદીનો આ પહેલો જાહેર કાર્યક્રમ હશે. આ દરમિયાન તેઓ બિહારવાસીઓને અનેક સૌગાતો ભેટ કરશે. અહીં તેઓ ગેસ વિદ્યુત અને રેલવે પ્રોજેક્ટના ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન બિહારમાં 13480 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના ઘણા મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રાજ્યના ગરીબ પરિવારોને પાકા મકાનોની ચાવીઓ પણ સોંપશે. ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી કહે છે કે પીએમ મોદી બિહારના 13 લાખ 24 હજાર ગરીબ પરિવારોને પાકા મકાનોની ચાવીઓ સોંપશે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.