gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા મેળવવા ભાજપનું એડીચોટીનું જોર, કોંગ્રેસની અસ્તિત્વ ટકાવવા મથામણ |…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા મેળવવા ભાજપનું એડીચોટીનું જોર, કોંગ્રેસની અસ્તિત્વ ટકાવવા મથામણ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચરોતરમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટયો

– ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની પરંપરાગત મતબેન્કમાં ગાબડું પાડવા ભાજપે પાયાના સ્તરેથી તૈયારીઓ શરૂ કરી ઃ કોંગ્રેસે રણનીતિમાં પરિવર્તન લાવીને જિલ્લાની કોઈ પણ બેઠક બિનહરીફ ન જાય તે માટે કમર કસી

નડિયાદ: ખેડા અને આણંદ જિલ્લામાં લાંબા સમયના અંતરાલ બાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીનો શંખનાદ ફૂંકાયો છે. સતત વિજય રથ પર સવાર ભાજપ સામે આ વખતે કોંગ્રેસે નવા સંગઠન માળખા સાથે મેદાને ઉતરી વ્યુહરચના બદલી છે, જેનો આ ચૂંટણીમાં ખરો લીટમસ ટેસ્ટ થશે. 

ખેડા અને આણંદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાવાનો છે. ભાજપ માટે આ ચૂંટણી પ્રતિાનો પ્રશ્ન છે. ખેડામાં નવા વરાયેલા જિલ્લા પ્રમુખ માટે આ પ્રથમ મોટી કસોટી છે. પક્ષમાં શિસ્ત જળવાઈ રહે અને આંતરિક ખેંચતાણ જાહેરમાં ન આવે તે પ્રમુખ માટે સૌથી મોટી ચેલેન્જ બની રહેશે. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની જે પરંપરાગત મતબેંક છે, તેમાં ગાબડું પાડવા માટે ભાજપે પાયાના સ્તરેથી તૈયારીઓ શરૂ કરી છે. ઉમેદવારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં સંગઠનના હોદ્દેદારો અને પૂર્વ પ્રતિનિધિઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે મોવડી મંડળના શરણે પહોંચ્યા છે. કોંગ્રેસ પક્ષે આ વખતે રણનીતિમાં પરિવર્તન લાવીને જિલ્લાની કોઈ પણ બેઠક બિનહરીફ ન જાય તે માટે કમર કસી છે. ખાસ કરીને નડિયાદ શહેરમાં મનપાના તમામ ૧૩ વોર્ડમાં સક્ષમ ઉમેદવારો શોધવા માટે સ્થાનિક સ્તરે બેઠકોનો દોર શરૂ કર્યોે છે. જિલ્લા પંચાયતની ચૂંટણી ઘણા લાંબા સમય પછી યોજાઈ રહી હોવાથી ગ્રામીણ મતદારોનો મિજાજ પારખવો બંને પક્ષો માટે અનિવાર્ય બન્યો છે. સત્તાધારી પક્ષ ભાજપ સામે એન્ટી ઇન્કમ્બન્સી રોકવા અને કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ લડાઈ અત્યંત રોમાંચક બની રહેશે. દાવેદારોની સંખ્યા જોતા ટિકિટ ન મળતા નારાજ થનારા કાર્યકરોને મનાવવા તે પણ પક્ષો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ શકે છે.

– દિગ્ગજોના પત્તા કપાવાની સંભાવના

ભાજપમાં પ્રદેશ સ્તરના કડક નિયમોનું પાલન કરવામાં આવશે તો જિલ્લામાં અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણીના મેદાનમાંથી હટવું પડશે. સંગઠનમાં હોદ્દો ધરાવતા વ્યક્તિના પરિવારના સભ્યોને ટિકિટ ન આપવી અને સતત ૩ ટર્મથી સત્તા ભોગવતા નેતાઓને આ વખતે આરામ આપવાની નીતિ જો અમલી બનશે તો અનેક જૂના જોગીઓના સ્થાને નવા ચહેરાઓને તક મળી શકે છે. જોકે, હાલમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક નેતાઓએ પોતાના પરિવારજનો માટે દાવેદારી નોંધાવી હોવાથી પક્ષ કયા માપદંડ અપનાવે છે તેના પર સૌની નજર છે.

– કોંગ્રેસમાં પાયાના કાર્યકરોને મહત્વ

કોંગ્રેસ દ્વારા આ વખતે સંગઠનમાં સક્રિય એવા નાનામાં નાના કાર્યકરને પણ મેદાનમાં ઉતારવાની તૈયારી બતાવાઈ છે. પક્ષના અદના હોદ્દેદારોથી માંડીને પાયાના કાર્યકરો પોતપોતાના વિસ્તારમાં મજબૂત દાવેદારી કરી રહ્યાં છે. નેતૃત્વ દ્વારા એવો નિર્દેેશ આપવામાં આવ્યો છે કે, જે કાર્યકર સ્થાનિક સ્તરે લોકપ્રિય હોય અને લોકોના પ્રશ્નો માટે લડતો હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે, જેથી ભાજપના શિસ્તબદ્ધ માળખા સામે જનશક્તિનો પ્રતિકાર કરી શકાય. જો કે, આ વચ્ચે કોંગ્રેસ સામે પોતાનું અસ્તિવ પુનઃ ઉભુ કરવા માટેનો સૌથી મોટો પડકાર છે.

– આણંદ જિલ્લામાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ

રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ કરમસદ-આણંદ મનપાના પ્રથમ જંગ સાથે જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને છ પાલિકાના ચૂંંટણી યોજાનાર પગલે રાજકીય ગતિવિધિઓ તેજ થવા પામી છે. આ સાથે છેલ્લા અઢી વર્ષ ઉપરાંતથી બોરસદ, સોજીત્રા પાલિકામાં વહિવટદારનું શાસન હતું તે હવે મુક્ત થવાનું ચિત્ર સ્પષ્ટ થતા સ્થાનિક સ્તરે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. આ ઉપરાંત તારાપુર પાલિકાની પ્રથમ ચૂંટણી યોજાનાર હોવાથી રાજકીય પક્ષો દ્વારા ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

– કરમસદ-આણંદ મનપાની બેઠકો માટે ભાજપમાં દાવેદારોની લાંબી કતાર

છેલ્લા બે દાયકાથી આણંદ, વિદ્યાનગર, કરમસદ પાલિકામાં ભાજપના શાસન બાદ ગતવર્ષે કરમસદ-આણંદ મહાપાલિકા બનતાં તેમાં ત્રણ પાલિકા સહિત ચાર ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બુધવારે પ્રદેશ ભાજપની નિરિક્ષક ટીમના ત્રણ સભ્યો દ્વારા વિદ્યાનગર સ્થિત કમલમ ખાતે કરમસદ-આણંદ મનપાની આગામી ચૂંટણી અંતર્ગત ઉમેદવાર પસંદગીની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં મનપામાં સમાવિષ્ટ તેર વોર્ડની બાવન બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટયો હોય તેમ ૩૫૦ જેટલા દાવેદારો દ્વારા પક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરતાં નિરિક્ષક ટીમ પણ અવઢવમાં મુકાઈ હોવાનું જણાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉકળતી ગરમીમાં મુસાફરોને રાહત: ભાવનગર મંડળના જૂનાગઢ સ્ટેશન પર નિઃશુલ્ક છાશનું વિતરણ
GUJARAT

ઉકળતી ગરમીમાં મુસાફરોને રાહત: ભાવનગર મંડળના જૂનાગઢ સ્ટેશન પર નિઃશુલ્ક છાશનું વિતરણ

May 18, 2026
ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા | Godhra SOG Seizes ₹86 Lakh Amb…
GUJARAT

ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા | Godhra SOG Seizes ₹86 Lakh Amb…

May 18, 2026
સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…
GUJARAT

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

May 18, 2026
Next Post
વિરમગામના ખંભારવાડામાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling in Khambharwada Viramgam

વિરમગામના ખંભારવાડામાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling in Khambharwada Viramgam

ચીને 1000 અબજ યુઆન પાછા ખેંચ્યા | China withdrew 1000 billion yuan

ચીને 1000 અબજ યુઆન પાછા ખેંચ્યા | China withdrew 1000 billion yuan

ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…

ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GUJCTOC ના ગુનામાં 4 મહિનાથી ફરાર ધર્મેશ ગોલુ પકડાયોઃ18 ગુના નોંધાયા હતા | wanted dharmesh golu caug…

GUJCTOC ના ગુનામાં 4 મહિનાથી ફરાર ધર્મેશ ગોલુ પકડાયોઃ18 ગુના નોંધાયા હતા | wanted dharmesh golu caug…

8 months ago
હવેથી હાઉસિંગ સોસાયટીઓને જીએસટી લાગુ પડશે, ઓડિટર, કન્સલ્ટન્ટની ફીનો બોજ પણ વધશે | GST will be applic…

હવેથી હાઉસિંગ સોસાયટીઓને જીએસટી લાગુ પડશે, ઓડિટર, કન્સલ્ટન્ટની ફીનો બોજ પણ વધશે | GST will be applic…

1 year ago
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા

8 months ago
અમદાવાદ: ગામડી-અસ્લાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત | Speed…

અમદાવાદ: ગામડી-અસ્લાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત | Speed…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News