gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને એન્ક્રોચમેન્ટ સંબંધિત મુદ્દાઓ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે 4 એપ્રિલથી વિશેષ સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ પોલીસ, ટ્રાફિક પોલીસ તેમજ અન્ય સંબંધિત વિભાગો સાથે મળીને સંકલિત કામગીરી હાથ ધરશે.

આ માટે ખાસ Joint Enforcement Team (JET) ની રચના કરવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં સંયુક્ત ડ્રાઇવ ચલાવીને ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગો પરના અતિક્રમણ દૂર કરવા માટે કામગીરી કરશે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં શિસ્તબદ્ધ વર્તન પ્રોત્સાહિત કરવો, જાહેર માર્ગોને સ્વચ્છ અને અવરોધમુક્ત રાખવા પ્રેરિત કરવો અને ગેરરીતિઓને અટકાવવાનો છે. આ અભિયાન દરમિયાન રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તા પર થતી અડચણો, અયોગ્ય રીતે મૂકાયેલા પોસ્ટર-બેનર અને અન્ય પ્રકારના અવરોધોને દૂર કરવામાં આવશે. સાથે સાથે, નાગરિકોને માર્ગો સ્વચ્છ રાખવા અને નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કામગીરી દરરોજ બે શિફ્ટમાં સવારે અને સાંજ દરમિયાન યોજાશે.

શહેરના વિવિધ ઝોનમાં જરૂરી વાહનો અને સાધનો જેવી કે એન્ક્રોચમેન્ટ દૂર કરવા માટેની ગાડીઓ, ટોઇંગ વાહનો, દબાણ ગાડીઓ અને SBM સપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કામગીરી દરમિયાન બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે.

અમદાવાદના પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય ઝોનમાં પસંદ કરાયેલા મુખ્ય માર્ગો પર આ સંયુક્ત ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. નાગરિકોને આ માર્ગો પર પાર્કિંગ અને અન્ય સુવિધાઓ અંગે પૂરતી માહિતી આપવામાં આવશે જેથી તેઓ નિયમોનું પાલન સરળતાથી કરી શકે.

આ માર્ગોમાં સી.જી. રોડ, સ્ટેડીયમ રોડ (સી.જી. રોડ થી નારણપુરા ચાર રસ્તા), નારણપુરા ચાર રસ્તાથી અંકુર થી શાસ્ત્રીનગર, વાડજ સર્કલ થી દધીચિ બ્રીજ, ૧૩૨ ફૂટ રીંગ રોડ, એસ.જી. હાઇવે (ઇસ્કોન થી કે.ડી. હોસ્પિટલ), જજીસ બંગલો રોડ, બાગબાન પાર્ટી પ્લોટ, સુરધારા ચાર રસ્તાથી ઝાયડસ હોસ્પિટલ સુધી, સુભાસચોક થી ઝાયડસ હોસ્પિટલ, સાયન્સ સીટી રોડ, સિંધુભવન રોડ, ડ્રાઈવ ઇન રોડ, ૧૩૨ ફૂટ રીંગ રોડ, એસ.જી. હાઇવે, આનંદનગર, ૧૩૨ ફૂટ રીંગ રોડ, દધીચિ બ્રીજ થી દિલ્લી દરવાજા તેમજ અન્ય મહત્વપૂર્ણ માર્ગોનો સમાવેશ થાય છે.

આ માર્ગો પર પાર્કિંગ વ્યવસ્થા અંગે નાગરિકોને યોગ્ય માહિતી પણ આપવામાં આવશે જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.

આ સમગ્ર અભિયાન દ્વારા શહેરમાં ટ્રાફિક શિસ્ત અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો અને નાગરિક સહભાગિતાથી વધુ વ્યવસ્થિત અને સુવ્યવસ્થિત અમદાવાદનું નિર્માણ કરવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું

પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું

સુરેન્દ્રનગર: સાયલામાં 595 કરોડની ખનિજ ચોરી ઝડપાઈ! 33 ડમ્પર અને 13 મશીનો સીઝ | mining department rai…

સુરેન્દ્રનગર: સાયલામાં 595 કરોડની ખનિજ ચોરી ઝડપાઈ! 33 ડમ્પર અને 13 મશીનો સીઝ | mining department rai...

BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ | aap g…

BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ | aap g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘CM ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં’ પૂર્વ CM જગન મોહન રેડ્ડીનો દાવો | Andhra Pradesh YSRCP …

‘CM ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં’ પૂર્વ CM જગન મોહન રેડ્ડીનો દાવો | Andhra Pradesh YSRCP …

8 months ago
પર્યાવરણને નુકસાન બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દંડ ફટકારી શકે : સુપ્રીમ

પર્યાવરણને નુકસાન બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દંડ ફટકારી શકે : સુપ્રીમ

8 months ago
ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

5 days ago
ભારે હોબાળા બાદ આખરે વાહનચાલકોને રાહત! ‘KYV’ની પ્રક્રિયા વધુ સરળ બની, બ્લોક નહીં થાય ફાસ્ટેગ | NHAI …

ભારે હોબાળા બાદ આખરે વાહનચાલકોને રાહત! ‘KYV’ની પ્રક્રિયા વધુ સરળ બની, બ્લોક નહીં થાય ફાસ્ટેગ | NHAI …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News