![]()
વડોદરા,તૂટી પડેલા ગંભીરા બ્રિજને રિપેર કરીને ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ૨૪ કલાક દરમિયાન ૧,૫૫૧ ટુ વ્હિલર આ બ્રિજ પરથી પસાર થયા છે.
ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બન્ને જિલ્લાને ફરી જોડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જૂના પૂલના તૂટેલા ભાગ ઉપર લોખંડનું માળખું બેસાડી લોડ ટેસ્ટિંગ સહિત સુરક્ષાની તમામ ચકાસણી કર્યા પછી આ બ્રિજ ટુ વ્હિલર માટે ખુલ્લો મૂકવામંા આવ્યો છે.
હાલ ચાલુ ટ્રાફિકમાં મોનિટરિંગ કરવા માટે જરૃરી ડિફ્લેક્શન ટેસ્ટીંગ અને વાઇબ્રેશન ટેસ્ટીંગ સતત ચાલુ છે. જેનાથી હાલ બ્રિજની સ્થિતિ અંગેની માહિતી રિયલ ટાઈમમાં મેળવી શકાશે. ૨૪ કલાક દરમિયાન ૨,૪૮૭ રાહદરીઓએ બ્રિજનો ઉપયોગ કર્યો હતો.જ્યારે ૧૪,૫૫૧ ટુ વ્હિલર ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થયા હતા.










