gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈઝરાયલ-ઈરાન યુદ્ધની આગથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ દાઝ્યો, મેન્યુફેક્ચરિંગને વ્યાપક અસર | israel iran wa…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
ઈઝરાયલ-ઈરાન યુદ્ધની આગથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ દાઝ્યો, મેન્યુફેક્ચરિંગને વ્યાપક અસર | israel iran wa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: વૈશ્વિક સ્તરે સર્જાયેલી અશાંતિ અને ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં ઇઝરાયલ-ઈરાન વચ્ચેના વધતા તણાવની સીધી અને નકારાત્મક અસર હવે ગુજરાતના અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ગુજરાતમાં અત્યંત વેગવંતો ગણાતો સોલાર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અત્યારે સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. કાચા માલની અછત, વધતી જતી કિંમતો અને ખોરવાયેલી સપ્લાય ચેઈનને કારણે આ ક્ષેત્રને અંદાજે 25,000 કરોડ રૂપિયા જેટલો તોતિંગ આર્થિક ફટકો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

સપ્લાય ચેઈન ખોરવાતા ઉત્પાદન ઠપ

ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધની સ્થિતિને કારણે ખાડી દેશોમાં ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે. આ જ દેશો સોલાર પેનલ બનાવવા માટે જરૂરી એવા રો-મટિરિયલ અને મહત્વના સાધનો માટે મુખ્ય સ્ત્રોત છે. દરિયાઈ માર્ગે આવતી આ સામગ્રીની આવક ઘટતા અને શિપિંગ રૂટમાં અવરોધો આવતા ગુજરાતના સુરત અને અમદાવાદ જેવા પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્રોમાં સોલાર મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા ધીમી પડી છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, રો-મટિરિયલના ભાવમાં ટૂંકા ગાળામાં જ 10 ટકા જેટલો વધારો ઝીંકાયો છે, જેના કારણે પ્રોજેક્ટ્સની પડતર કિંમત વધી ગઈ છે.

પીએમ કુસુમ યોજના પર લટકતી તલવાર

આ વૈશ્વિક સંકટની સૌથી મોટી અસર સરકારી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પર પડી છે. કેન્દ્ર સરકારની પીએમ કુસુમ યોજના હેઠળ પીપીપી (PPP) ધોરણે જે સોલાર પ્રોજેક્ટ્સ કાર્યરત હતા, તે અત્યારે સ્થગિત થઈ ગયા છે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ્સ મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા આ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવી અશક્ય બની રહી છે. પરિણામે, સોલાર કંપનીઓના સંચાલકો હવે સરકાર પાસે મુદત વધારાની અને વિશેષ રાહત પેકેજની અપેક્ષા રાખી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી

કામદારોની અછત અને લોજિસ્ટિક્સના પડકારો

ઉદ્યોગને માત્ર બાહ્ય નહિ પરંતુ આંતરિક પડકારો પણ નડી રહ્યા છે. હોળી અને ઈદના તહેવારો બાદ પરપ્રાંતિય કામદારો હજુ મોટી સંખ્યામાં પરત ફર્યા નથી. બીજી તરફ, રાંધણગેસ અને એલપીજીના વધતા સંકટને લીધે પણ પરપ્રાંતિય મજૂરો ગુજરાત આવતા ખચકાઈ રહ્યા છે. આમ, એક તરફ કાચો માલ મળતો નથી અને બીજી તરફ મજૂરોની પણ અછત વર્તાઈ રહી છે.

સોલાર ઉદ્યોગની સ્થિતિ હજી કફોડી થશે

નિષ્ણાતોના મતે, જો આગામી દિવસોમાં યુદ્ધની સ્થિતિ કાબૂમાં નહીં આવે તો સોલાર ઉદ્યોગની હાલત વધુ કફોડી થશે. અત્યારે આ ઉદ્યોગ ‘મરવાના વાંકે’ જીવી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે સમગ્ર સેક્ટરની નજર સરકાર દ્વારા આપવામાં આવતી તાત્કાલિક નીતિગત રાહતો પર ટકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab…

અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab...

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું | gujarat bj…

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું | gujarat bj...

હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…

હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓવૈસીએ હવે સાઉદી સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલી, કહ્યું – ભારતમાં 24 કરોડ મુસ્લિમ સુખ-શાંતિથી રહે છે | a…

ઓવૈસીએ હવે સાઉદી સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલી, કહ્યું – ભારતમાં 24 કરોડ મુસ્લિમ સુખ-શાંતિથી રહે છે | a…

1 year ago
સાયબર ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરતા મેળવવા વધુ 49 લાખ ગુમાવ્યા | Another 49 lakhs lost to recover 35…

સાયબર ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરતા મેળવવા વધુ 49 લાખ ગુમાવ્યા | Another 49 lakhs lost to recover 35…

9 months ago
રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ | fir ag…

રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ | fir ag…

1 year ago
ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News