gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ | Fear of BJP new rules in Na…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ | Fear of BJP new rules in Na…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વગ જાળવી રાખવા સગા-સંબંધીઓના નામે દાવેદારી શરૂ

– પરિવારવાદ અને ૩ ટર્મની થિયરીમાં ફસાતા નેતાઓએ લોહીના સંબધ ન હોય તેવા દૂરના સંબંધોનો સહારો લીધો

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર પસંદગીના માપદંડો કડક બનાવતા જ સ્થાનિક રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સતત ૩ ટર્મથી સત્તા ભોગવતા અને પરિવારવાદના નિયમમાં ફસાતા ધુરંધર નેતાઓએ પોતાની રાજકીય વગ જાળવી રાખવા માટે હવે વચ્ચેના રસ્તા શોધવાનું શરૂ કરી દીધું છે. પક્ષના ટોચના નેતૃત્વને અંધારામાં રાખીને પોતાના માનીતા અને રબ્બર સ્ટેમ્પ કહી શકાય તેવા ઉમેદવારો તેમજ લોહીના સંબંધોમાં ન આવતા હોય તેવા દૂરના સંબંધીઓને આગળ ધરીને દાવેદારી કરાવવામાં આવી રહી છે.

નડિયાદ મહાનગરપાલિકાની કુલ ૫૨ બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ વચ્ચે સંગઠનમાં હોદ્દો ધરાવતા અને વર્ષોથી પાલિકામાં પદ ભોગવતા નેતાઓએ હવે મોટા નેતાઓના શરણે જઈ પોતાની ગોઠવણ તેજ કરી દીધી છે. ભાજપે પરિવારવાદ પર રોક લગાવતા સીધા પરિવારના સભ્યોને ટિકિટ મળવી મુશ્કેલ છે, જેના કારણે અનેક નેતાઓએ પોતાની બહેન, બનેવી, ભાભી કે એવા સંબંધીઓના નામ રજૂ કર્યા છે જેમને સીધી રીતે પરિવારના સભ્ય તરીકે પ્રસ્થાપિત કરવા મશ્કેલ હોય. આ પ્રકારના સંબંધોનો ઉપયોગ કરીને નેતાઓ પાછલા બારણે પોતાની સત્તા ચાલુ રાખવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક નેતાઓએ પોતાના વફાદાર કાર્યકરોને રબ્બર સ્ટેમ્પ ઉમેદવાર તરીકે તૈયાર કર્યા છે. જો પક્ષ નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની વાત કરે તો આ રબ્બર સ્ટેમ્પ ઉમેદવારોને ટિકિટ અપાવીને પડદા પાછળથી પોતે જ વહીવટ ચલાવી શકે તેવો વ્યૂહ ઘડવામાં આવ્યો છે. 

૫૨ ઉમેદવારોની પસંદગીમાં પક્ષના શિસ્તબદ્ધ અને સક્ષમ કાર્યકરોને અન્યાય ન થાય તે જોવાની જવાબદારી નિરીક્ષકો પર રહેશે. નેતાઓ દ્વારા અપનાવવામાં આવેલી આ ચાલાકીને કારણે પક્ષના પાયાના કાર્યકરોમાં પણ અંદરખાને રોષ જોવા મળી રહ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનો ભંગ ન થાય અને છતાં પોતાનું ધાર્યું કરી શકાય તે માટે નડિયાદના રાજકારણમાં જે પ્રકારે આંતરિક ખેલ ખેલાઈ રહ્યા છે. તેનાથી સંગઠન પણ મૂંઝવણમાં મુકાયું છે. જે નેતાઓની ટિકિટ ૬૦ વર્ષની વય મર્યાદા કે નો-રિપીટ થિયરીને કારણે કપાઈ રહી છે. તેઓ હવે સત્તાના સૂત્રો પોતાના જ હાથમાં રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે ઉમેદવારોના નામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે પ્રદેશ નેતૃત્વ આ સ્થાપિત હિતોની જાળ કાપવામાં સફળ રહે છે કે નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવામાં સફળ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…
GUJARAT

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…

May 22, 2026
મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં: બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, 1 લાખથી વધુ લોકોને …
GUJARAT

મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં: બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, 1 લાખથી વધુ લોકોને …

May 22, 2026
દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…
GUJARAT

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…

May 22, 2026
Next Post
મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th...

થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB…

થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB...

નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…

નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી AMC, વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે એજન્સીને આકરો દંડ | AMC heavy…

અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી AMC, વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે એજન્સીને આકરો દંડ | AMC heavy…

8 months ago
2025માં રોકાણકારોના ઇક્વિટી રોકાણમાં 90%નો ઘટાડો

2025માં રોકાણકારોના ઇક્વિટી રોકાણમાં 90%નો ઘટાડો

8 months ago
સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

10 months ago
સુરતમાં ત્રણ માળની ઈમારતમાં દાદર તૂટી પડતાં દોડધામ, માંડ માંડ 19 લોકોના જીવ બચાવાયા | Stairs collaps…

સુરતમાં ત્રણ માળની ઈમારતમાં દાદર તૂટી પડતાં દોડધામ, માંડ માંડ 19 લોકોના જીવ બચાવાયા | Stairs collaps…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News