gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તસ્કરોનો આતંક : પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ

– અનાજ-કરિયાણાની દુકાન સહિતની દુકાનોને ટાર્ગેટ બનાવી, પોલીસે સીસીટીવી આધારે તપાસ આદરી

નડિયાદ : મહેમદાવાદ શહેરમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવ્યાની ઘટના સામે આવી છે. તસ્કરોએ રવિવારે રાત્રે એકથી ત્રણ વાગ્યાના સમયગાળામાં ૧૪ દુકાનોના તાળાં તોડી રોકડ રકમ ચોરી ગયા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અનાજ, કરિયાણાની દુકાનના વેપારીની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદની સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા લલીતકુમાર ખેમચંદ નાનકવાણીની મહેમદાવાદ માર્કેટ યાર્ડમાં ધનલક્ષ્મી ટ્રેડીંગ નામની અનાજ-કરીયાણા અને તેલની દુકાન આવેલી છે. ગત તા.૦૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેઓ નીત્યક્રમ મુજબ સાંજના સાડા સાતેક વાગે દુકાન બંધ કરી ઘરે જઇ જમી પરવારી સુઇ ગયા હતા. સોમવારે વહેલી સવારે તેમના ભત્રીજા અશોકકુમાર હાલુમલ નાનાકવાણીએ ફોન કરીને જણાવેલું કે, આપણી દુકાનના તાળાં તૂટયાં છે, દુકાનમાં ચોરી થયેલી છે. જેથી લલિત કુમાર તુરંત જ દુકાને જતા તેમની દુકાનના શટરના બંને સાઇડના તાળાં તોડી શટર ઉંચું કરેલું હતું. દુકાનમાં તપાસ કરતા દુકાનમાં ટેબલના ડ્રોવરમાં મુકેલ રોકડ રૂ.૧,૮૭,૦૦૦ તસ્કરો ચોરી ગયા હોવાનું જણાય આવ્યું હતું. આ દુકાન ઉપરાંત અન્ય ૧૩ જેટલી દુકાનોના તાળાં તુટેલા હતા. દુકાનના સી.સી.ટી.વી. જોતા રાત્રિના એકથી ત્રણ વાગ્યાના સમય દરમિયાનમાં તસ્કરોએ ત્રાટકી દુકાનોના તાળાં તોડી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. 

તસ્કરોએ નીલેશભાઈ મધુસુદન શાહની દુકાન નંબર ૮નું શટર ઉંચુ કરી તિજોરી માંથી રોકડ રકમની ચોરી કરી હતી. ભરતભાઇ ગુણવંતભાઇ ઠક્કરની ગાયત્રી કીરાણા સ્ટોર દુકાન નંબર ૩ નું શટર ઉચુ કરી દુકાનમાંથી ગોદરેજ કંપનીનુ સફેદ કલરનું લોકર ચોરી ગયા હતા, તેની બાજુમાં આવેલ શાહ જેઠાલાલ ગીરધરદાસ શાહની દુકાન નંબર ૪ ના શટરના તાળા તોડી બે લોખંડની તિજોરી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી, રોનકભાઈ ઇબ્રાહીમભાઈ વ્હોરાની કિસ્મત કિરાણા સ્ટોરનું શટર ઉંચુ કરી દુકાનના ટેબલના ડ્રોવરમાંથી રોકડ રૂપિયાની ચોરી, એસ.બી.આઈ. બેંકની બાજુમાં આવેલ ડાલુમલ ખેમચંદ નાનકવાણીની શીવ શકિતી ટ્રેડર્સનું એક સાઇડથી શટર ઉંચુ કરી ચોરી કરેલ છે તથા બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલા અવીનાશભાઇ વિનોદરાય અજવાળીયાની ખોડીયાર ટ્રેડર્સ દુકાનના શટરના તાળા પણ તોડેલા છે. તેમજ ખોડીયાર ટ્રેડર્ર્સની બાજુમાં આવેલા ડૉક્ટર અશ્વીનભાઈ પટેલના શ્રદ્ધા ક્લિનીકનું શટર ઉંચુ કરી ટેબલના ડ્રોવરમાંથી રોકડની ચોરી, ચારભુજા રેસ્ટોરંટના શટ૨નું તાળુ તોડી ડ્રોવરમાંથી પરચુરણ રૂપિયાની ચોરી, મંગલદીપ ટ્રેડર્સના તાળા તોડી રોકડ રૂપિયાની ચોરી,મોર્ડન સોડાની દુકાનના તાળા તોડી રોકડ રૂપિયાની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે લલિત કુમાર ખેમચંદ નાનકવાણીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનાં નોધી સીસીટીવી ફૂટેજ આધારે તસ્કરોનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB…

થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB...

નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…

નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b...

સોનાનાં દરેક ઘરેણાંને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારની તૈયારી | Central government ready to give …

સોનાનાં દરેક ઘરેણાંને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારની તૈયારી | Central government ready to give ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસ.જી.હાઈવે ઉપર મ્યુનિ.નુ ટ્રાફિક મેનેજમેન્ટ, પેલેડિયમ મોલ,ઈસ્કોન નજીક ટ્રાફિકને વ્યવસ્થિત કરવા કવાય…

એસ.જી.હાઈવે ઉપર મ્યુનિ.નુ ટ્રાફિક મેનેજમેન્ટ, પેલેડિયમ મોલ,ઈસ્કોન નજીક ટ્રાફિકને વ્યવસ્થિત કરવા કવાય…

3 months ago
વડોદરામાં શાળાઓ, હોસ્પિટલ અને મેડિકલ કોલેજની કેન્ટીનો અને હોસ્ટેલમાં કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થો…

વડોદરામાં શાળાઓ, હોસ્પિટલ અને મેડિકલ કોલેજની કેન્ટીનો અને હોસ્ટેલમાં કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થો…

1 year ago
દિવાળી પર કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ IEDને નષ્ટ કર્યો | IED recovered by…

દિવાળી પર કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ IEDને નષ્ટ કર્યો | IED recovered by…

10 months ago
અમરેલી: લીલીયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો, નશાની હાલતમાં પહોંચેલો પોલીસકર્મી સસ્પેન્ડ | amreli s…

અમરેલી: લીલીયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો, નશાની હાલતમાં પહોંચેલો પોલીસકર્મી સસ્પેન્ડ | amreli s…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News