gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે’ શ્રીનગરમાં બોલ્યા રાહુલ ગાંધી, પહલગામ હુમલાના પીડિતોને પણ મળ્યા…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
‘આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે’ શ્રીનગરમાં બોલ્યા રાહુલ ગાંધી, પહલગામ હુમલાના પીડિતોને પણ મળ્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi In Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેમણે હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે, ‘આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પડાવવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ થવા દેવાના નથી. હું તમામને કહેવા માંગું છું કે, આખો દેશ એક થઈને ઉભો છે. જે કાંઈ પણ થયું, તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે.

ઘટના પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર : રાહુલ

તેમણે કહ્યું કે, ‘જમ્મુ-કાશમીરમાં અમારા ભાઈ-બહેનો પર કેટલાક લોકો હુમલો કરી રહ્યા છે, તે જોઈને મને દુઃખ થયું છે. જે કંઈપણ થયું તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે. મેં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી એક પીડિત સાથે મુલાકાત કરી. મેં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને એલજી મનોજ સિન્હા સાથે પણ મુલાકાત કરી. મારો પ્રેમ અને સ્નેહ હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારના સભ્યો સાથે છે. ગઈકાલે અમારી અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. અમે સરકારને તમામ પગલા ભરવા માટે સમર્થન આપ્યું છે.’

‘જમ્મુ-કાશ્મીરના તમામ લોકોએ હુમલાની નિંદા કરી’

તેમણે કહ્યું કે, ‘હું અહીં એ જાણવા આવ્યો છું કે, અહીં પર શું થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના તમામ લોકોએ હુમલાની નિંદા કરી છે અને આખા દેશે તેમને સમર્થન આપ્યું છે. હું તમામને કહેવા માંગું છું કે, આતંકવાદીઓ દ્વારા થઈ રહેલા પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે આખો દેશ એકજૂટ થઈને ઉભો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, તમામ ભારતીયો એક થયા છે.’

રાહુલે CM અબ્દુલ સાથે પણ કરી મુલાકાત

રાહુલ ગાંધીએ આજે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (CM Omar Abdullah) સાથે મુલાકાત કરી અને પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા અંગે ચર્ચા કરી હતી. અધિકારીઓએ કહ્યું કે, રાહુલ ગાંધી પહેલા અહીં સેનાની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી સાથે તેમના નિવાસ્થાને મુલાકાત કરી હતી.

રાહુલ ગાંધી યુએસ પ્રવાસ ટૂંકાવી તાત્કાલીક ભારત આવ્યા

તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય પીડિતો અને તેમના પરિવારો સાથે એકતા વ્યક્ત કરવાનો છે. રાહુલ ગાંધી ગુરુવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવા માટે પોતાનો અમેરિકાનો પ્રવાસ ટુંકાવી તાત્કાલીક પરત આવ્યા હતા. તેમણે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં આ આતંકવાદી હુમલા વિશે તમામ પક્ષોને માહિતી અપાઈ હતી. સર્વપક્ષીય બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આતંકવાદી હુમલા અંગે સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાને અમારું સમર્થન છે.

આ પણ વાંચો : પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: ભારતના તમામ મુખ્યમંત્રીઓને ગૃહ વિભાગનો આદેશ

સર્વપક્ષીય બેઠક બાદ રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ બેઠકમાં હાજરી આપ્યા બાદ મીડિયાને કહ્યું કે, તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. આતંકવાદ સામે સમગ્ર વિપક્ષ સરકારની સાથે છે. આ મામલે સરકાર ગમે તે પગલાં લે, વિપક્ષ સરકારની સાથે ઉભો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. બધા પક્ષોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.

26 પ્રવાસીઓના મોતથી દેશમાં રોષ

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ કારતાની હદ વટાવી પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. સેનાની વેશમાં આવેલા આતંકીઓે બૈસરન ખીણમાં આવી પ્રવાસીઓને પહેલા ધર્મ પૂછ્યો, આઈડી જોયું અને પછી હિન્દુ છો, કહીને ગોળીબાર કર્યો હતો. 26 મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ છે, જ્યારે બે વિદેશી અને બે સ્થાનીક નાગરિકો સામેલ છે. આ ઘટના બાદ દેશભરમાં રોષ ભભુક્યો છે અને તમામ લોકો આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વિશ્વભરમાં પણ આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે.

આ પણ વાંચો : વક્ફ બાય યુઝરને નોંધણીને આધારે જ માન્યતા મળે: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: ભારતના તમામ મુખ્યમંત્રીઓને ગૃહ વિભાગનો આદેશ | pahalgam terrorist atta…

પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: ભારતના તમામ મુખ્યમંત્રીઓને ગૃહ વિભાગનો આદેશ | pahalgam terrorist atta...

વક્ફ બાય યુઝરને નોંધણીના આધારે જ માન્યતા મળે: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું | waqf am…

વક્ફ બાય યુઝરને નોંધણીના આધારે જ માન્યતા મળે: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું | waqf am...

મહારાષ્ટ્રમાં દર્દનાક ઘટના : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત | Painfu…

મહારાષ્ટ્રમાં દર્દનાક ઘટના : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત | Painfu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકારી, 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG | gujarat pavit…

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકારી, 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG | gujarat pavit…

2 months ago
‘આઘાતજનક, અત્યંત દુઃખદ…’, ગાઝામાં ઈઝરાયલના હુમલામાં પત્રકારોના નિધન પર ભારતની પ્રતિક્રિયા | india …

‘આઘાતજનક, અત્યંત દુઃખદ…’, ગાઝામાં ઈઝરાયલના હુમલામાં પત્રકારોના નિધન પર ભારતની પ્રતિક્રિયા | india …

9 months ago
મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત

7 months ago
વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો | The weather had been cloudy since early morning

વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો | The weather had been cloudy since early morning

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News