gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીને રોકવું હોય તો શું કરવું પડે? | how india can block sindhu c…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2025
in INDIA
0 0
0
ભારતે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીને રોકવું હોય તો શું કરવું પડે? | how india can block sindhu c…
9
VIEWS
Share on FacebookShare on Twitter

Indus Water Treaty: ભારતે 1960ની સિંધુ જળ સંધિ(IWT)ને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. મોટા ભાગના લોકોને લાગે છે કે, મોદી સરકારે સિંધુ જળ સંધિ સ્થગિત કરી એટલે પાકિસ્તાનને મળતું પાણી બંધ થઈ જશે પણ આ માન્યતા ખોટી છે.

સિંધુ જળ સંધિના પાણી રોકવા આ પગલાં લઈ શકે

ભારત સિંધુ જળ સંધિને સ્થગિત કરીને પાકિસ્તાનમાં જતું તમામ પાણી રોકી શકવાની સ્થિતિમાં નથી. ભારત સિંધુ જળ સંધિ સ્થગિત કરવા માટે બે પગલાં ભરી શકે છે. 

જેમાં એક પશ્ચિમી નદીઓ એટલે કે સિંધુ, ઝેલમ અને ચિનાબમાં નિયંત્રિત પાણીના પ્રવાહને અટકાવી શકે છે. આ નદીઓ પરના ડેમ અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સમાંથી પાણી છોડવાનું બંધ કરી શકે પણ આ ભારતમાં આ ત્રણ નદીઓ પર બહુ પ્રોજેક્ટ નથી તેથી મોટા પ્રમાણમાં પાણીને ના રોકી શકાય.

ચિનાબના બગલીહાર ડેમ બંધ કરી પાણી અટકાવી શકે

બીજું ચિનાબ પરનો બગલીહાર ડેમ સહિતના ડેમમાંથી ભારત પાણી ના છોડે તો પાકિસ્તાન તરફના પ્રવાહમાં ઘટાડો થઈ શકે છે. પાકિસ્તાનના સિંચાઈ અને પીવાના પાણીમાં ઘટાડો થશે તેથી તેની અસર પાકિસ્તાન પર પડશે. જો કે આ નદીઓમાંથી કુદરતી પ્રવાહ ચાલુ રહેશે તેથી પાણી સંપૂર્ણપણે બંધ નહીં થાય.

નવા ડેમ બનાવી પાણી રોકી શકે છે

ભારત ભવિષ્યમાં નવા ડેમ બનાવીને આ ત્રણ નદીઓના પ્રવાહને પાકિસ્તાનમાં જતું રોકી શકે. ભારતમાં ચિનાબ નદી પર બની રહેલા પાકલ દુલ (1,000 મેગાવોટ) અને સાવલકોટ (1,856 મેગાવોટ) બંધોના કામમાં ઝડપ લાવીને ભવિષ્યમાં ચિનાબમાં પાણીના પ્રવાહ પર નિયંત્રણ વધારી શકશે.

આ પણ વાંચોઃ 1948માં ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી પાકિસ્તાનનું નાક દબાવ્યું હતું, દાયકા સુધી UN ના ધક્કા ખવડાવ્યાં

વિયેના સંધિ હેઠળ સિંધુ જળ કરાર રદ કરવાની સત્તા

ભૂતકાળમાં ભારત સિંધુ જળ સંધિને રદ કરી શકે તેમ હતું પણ ભારતે એવું ના કર્યું કેમ કે ભારત માનવીય અભિગમ બનાવીને વર્ત્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965 અને 1971માં બે પૂર્ણ કક્ષાના યુદ્ધ થયા, જ્યારે કારગિલમાં 1999માં યુદ્ધ થયું છતાં આ સંધિ ટકી રહી હતી. સિંધુ જળ સંધિ રદ કરવાની માગ થઈ હતી છતાં સંધિને અસર નહોતી થઈ. પુલવામા હુમલા પછી નરેન્દ્ર મોદી સરકારે સિંધુ જળ સંધિ રદ કરવા વિચારણા કરી હતી પણ પછી નિર્ણય ટાળ્યો હતો. 

હવે ભારત ઇચ્છે તો સિંધુ જળ સંધિને રદ પણ કરી શકે છે. પાકિસ્તાન આતંકવાદી જૂથોનો ઉપયોગ કરીને ભારતમાં નિર્દોષ લોકોની હત્યા કરાવે છે એવું કારણ આપીને ભારત આ સંધિ રદ કરાવી શકે છે. વિયેના સંધિના લૉ ઑફ ટ્રીટીઝની કલમ 62 હેઠળ ભારતને સંધિમાંથી હટી જવાનો અધિકાર છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા પ્રમાણે, બં દેશો વચ્ચેના સંબંધોની મૂળભૂત સ્થિતિમાં પરિવર્તન થાય તો કોઈ પણ સંધિને રદ કરી શકાય છે.

શાહપુર કાંડી બેરેજથી રાવીનું પાણી અટકાવ્યું

ભારતે રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં જાય જ નહીં એવી ગોઠવણ કરી છે પણ બાકીની નદીઓનું પાણી રોકી શકાય તેમ નથી. ભારતે રાવી નદી ઉપર શાહપુર કાંડી બેરેજ બનાવ્યો છે. આ બેરેજનું ગયા વરસે ફેબ્રુઆરીમાં બાંધકામ પૂરું  થઈ જતાં રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં જતું બિલકુલ બંધ થઈ ગયું છે. મતલબ કે, રાવી નદીનું એક ટીપું પણ પાણી હવે પાકિસ્તાનમાં નથી જતું. 

પંજાબ અને જમ્મુ તથા કાશ્મીર સરહદે બનેલા શાહપુર કાંડી બેરેજના કારણે પહેલાં પાકિસ્તાનમાં 1150 ક્યુસેક પાણી જતું રહેતું. નવો બેરેજ બનતાં આ પાણીનો ઉપયોગ ભારતમાં પંજાબ અને જમ્મુ તથા કાશ્મીરમાં સિંચાઈ માટે કરી શકાય છે. આ બંને રાજ્યોમાં કુલ મળીને 1.50 લાખ વીઘા ખેતી માટે પાણી મળે છે અને સાથે સાથે વીજળી પણ પેદા થાય છે તેથી બંને રાજ્યોને મોટો ફાયદો થયો છે. શાહપુર કાંડી બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત 1995માં પી.વી. નરસિંહરાવે કર્યું હતું. મોદી સરકારના શાસનમાં એટલે કે લગભગ ત્રણ દાયકા પછી યોજના પૂરી થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
1948માં ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી પાકિસ્તાનનું નાક દબાવ્યું હતું, દાયકા સુધી UNના ધક્કા ખવડાવ્ય…

1948માં ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી પાકિસ્તાનનું નાક દબાવ્યું હતું, દાયકા સુધી UNના ધક્કા ખવડાવ્ય...

VIDEO : પહલગામ હુમલનો નવો વીડિયો સામે આવ્યો, ગોળી વાગતાં જ ટુરિસ્ટ ઢળી પડ્યો | Pahalgam terror attac…

VIDEO : પહલગામ હુમલનો નવો વીડિયો સામે આવ્યો, ગોળી વાગતાં જ ટુરિસ્ટ ઢળી પડ્યો | Pahalgam terror attac...

ઉત્તરપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, નવ શ્રમિકોના ચીથરાં ઊડી ગયાનો દાવો | saharanpur d…

ઉત્તરપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, નવ શ્રમિકોના ચીથરાં ઊડી ગયાનો દાવો | saharanpur d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PF પર 8.25 ટકા વ્યાજદરને નાણા મંત્રાલયની મંજૂરી, 7 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર થશે વ્યાજની રકમ | Govt…

PF પર 8.25 ટકા વ્યાજદરને નાણા મંત્રાલયની મંજૂરી, 7 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર થશે વ્યાજની રકમ | Govt…

1 year ago
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

3 months ago
ટેરિફ વોરની અસર હેઠળ ઊભરતા બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી સાથે વધારો | Foreign capital inflo…

ટેરિફ વોરની અસર હેઠળ ઊભરતા બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી સાથે વધારો | Foreign capital inflo…

1 year ago
શેેલામાં આવેલા ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં નિયમ વિરૂદ્ધ ફ્લેટમાં ચાલતા પીજીના સંચાલકો વિરૂદ્ધ પોલીસમા…

શેેલામાં આવેલા ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં નિયમ વિરૂદ્ધ ફ્લેટમાં ચાલતા પીજીના સંચાલકો વિરૂદ્ધ પોલીસમા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News