gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇરાન યુદ્ધથી ભારતમાં 25 લાખ લોકો ગરીબીમાં ધકેલાશે | Iran war will push 2 5 million people into pover…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in INDIA
0 0
0
ઇરાન યુદ્ધથી ભારતમાં 25 લાખ લોકો ગરીબીમાં ધકેલાશે | Iran war will push 2 5 million people into pover…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નેતાઓને ઘી કેળાં

– સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની ચેતવણી

– ઊર્જાના ભાવમાં વધારાથી ભારતે કોલસા આધારિત વીજઉત્પાદન પર નિર્ભરતા વધારી, મધ્ય-પૂર્વમાંથી રેમિટન્સની આવક પણ ઘટી

– દેશમાં યુરિયાના ઉત્પાદન માટે 85 ટકા આયાતી ગેસ પર નિર્ભરતા ખાદ્ય-સુરક્ષા પર દબાણ વધારશે

– દેશમાં ગરીબીમાં રહેનારા લોકોની સંખ્યા 35.15 કરોડથી વધીને 35.40 કરોડ સુધી પહોંચી શકે

સંયુક્ત રાષ્ટ્ર : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હાલ અનિશ્ચિતતાઓમાં ફસાયેલું છે. અમેરિકા અને ઈરાને બે સપ્તાહનો યુદ્ધવિરામ જાહેર કર્યો હતો, પરંતુ ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણાઓ પડી ભાંગતા ફરી તણાવ વધ્યો છે, જેથી આ યુદ્ધ લાંબુ ચાલે તેવી આશંકા છે. જોકે, આ યુદ્ધની ભારત વિપરિત અસર પડી રહી છે. આ યુદ્ધના કારણે ભારતમાં ૨૫ લાખથી વધુ લોકો પર ગરીબીમાં ધકેલાઈ જવાનું જોખમ છે તેમ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના એક રિપોર્ટમાં દાવો કરાયો છે. આ રિપોર્ટ મુજબ ઈંધણ, ખાતર અને પરિવહન ખર્ચ વધવાથી કૃષિ મોંઘી થઈ શકે છે, જેથી ખેડૂતો પર દબાણ વધશે. સામાન્ય માણસ પણ મોંઘવારીના ખપ્પરમાં ધકેલાઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના ‘પશ્ચિમ એશિયામાં સૈન્ય વૃદ્ધિ : એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં માનવ વિકાસ પર અસર’ મથાળાવાળા રિપોર્ટમાં કહેવાયું છે કે મધ્ય-પૂર્વમાં યુદ્ધ એશિયા તથા પ્રશાંત ક્ષેત્રમાં માનવ સંશાધનો પર દબાણ વધારી રહ્યું છે. ભારતમાં ઈંધણ, પરિવહન અને ક્રૂડ ઓઈલનો ખર્ચ વધવાથી લોકોની ઘરેલુ ખર્ચ શક્તિ ઘટી રહી છે. ખાદ્ય અસુરક્ષા વધી રહી છે, સરકારી બજેટ પર દબાણ પડી રહ્યું છે અને આજીવિકા માટેની આવક ઘટી રહી છે.

આ રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ ૪ લાખથી વધીને ૨૫ લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. આ રિપોર્ટ મુજબ આ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતમાં ગરીબી દર ૨૩.૯ ટકાથી વધીને ૨૪.૨ ટકા સુધી પહોંચી શકે છે, જેનાથી લગભગ ૨૪,૬૪,૬૯૮ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. આ સંકટ પછી દેશમાં ગરીબીમાં રહેનારા લોકોની સંખ્યા ૩૫.૧૫ કરોડથી વધીને ૩૫.૪૦ કરોડ સુધી પહોંચી શકે છે. માનવ વિકાસ સૂચકાંક પર પણ તેની વિપરિત અસર પડી શકે છે. ભારતમાં એચડીઆઈમાં ૦.૦૩ વર્ષથી ૦.૧૨ વર્ષ સુધીનો ઘટાડો આવી શકે છે.

આ અહેવાલ મુજબ ભારત તેની જરૂરિયાતનું ૯૦ ટકાથી વધુ ઓઈલની જરૂરિયાત આયાતથી પૂરી કરે છે, જેમાંથી ૪૦ ટકાથી વધુ ક્રૂડ ઓઈલ અને ૯૦ ટકા એલપીજી પશ્ચિમ એશિયામાંથી આવે છે. આ સિવાય ૪૫ ટકાથી વધુ ખાતરની આયાત પણ આ જ ક્ષેત્રમાંથી થાય છે અને દેશમાં યુરિયા ઉત્પાદન ૮૫ ટકા આયાતી ગેસ પર નિર્ભર છે. ઊર્જાના ભાવમાં વધારાના કારણે ભારત સહિત અનેક દેશોએ કોલસા આધારિત વીજઉત્પાદન પર નિર્ભરતા વધારી દીધી છે. ખાતરની અછત અને ઈંધણના ભાવ વધવાથી ખાદ્ય સુરક્ષા અને ખરીફ મોસમ પર તેની અસર પડવાની આશંકા છે. વધુમાં યુદ્ધના કારણે ખાડી દેશોમાંથી આવતા રેમિટન્સમાં પણ ઘટાડો થયો છે. ભારતનો ખાડી દેશો સાથે ગાઢ સંબંધ છે, જ્યાં ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજે ૯૩.૭ લાખ ભારતીયો રહેતા હતા અને તેઓ દેશમાં આવતા કુલ રેમિટન્સનો ૩૮-૪૦ ટકા હિસ્સો મોકલતા હતા. મધ્ય-પૂર્વમાં ચાલતા આ યુદ્ધથી ભારતમાં રોજગાર અને એમએસએમઈ સેક્ટર પર પણ જોખમ છે. વિશેષરૂપે એમએસએમઈ સેક્ટરમાં હોટેલ, ફૂડ પ્રોસેસિંગ, કન્સ્ટ્રક્શન, સ્ટીલ અને જેમ્સ-ડાયમંડ જેવા ઉદ્યોગોમાં ખર્ચ વધવાથી, સપ્લાયમાં અછત અને ઓર્ડર રદ થવા જેવી સમસ્યાઓ સામે આવી શકે છે. આ સિવાય સ્વાસ્થ્ય ક્ષેત્ર પર પણ અસર પડી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે તબીબી ઉપકરણોના કાચા માલનો ખર્ચ અંદાજે ૫૦ ટકા સુધી વધી શકે છે જ્યારે દવાઓના જથ્થાબંધ ભાવમાં પહેલાથી જ ૧૦થી ૧૫ ટકાનો વધારો થઈ ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રનો દુનિયાને ડરાવતો રિપોર્ટ જાહેર

યુદ્ધથી દુનિયાભરમાં 88 લાખ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે

– મધ્ય-પૂર્વના યુદ્ધથી એશિયા-પ્રશાંત ક્ષેત્રને 299 અબજ ડોલર સુધીનું નુકસાન થવાની આશંકા

વોશિંગ્ટન : સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના રિપોર્ટમાં વૈશ્વિક સ્તરે ૮૮ લાખ લોકો પર ગરીબી ધકેલાવાનું જોખમ હોવાનો દાવો કરાયો છે. સાથે આ યુદ્ધથી એશિયા-પ્રશાંત ક્ષેત્રને ૨૯૯ અબજ ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે.  સંયુક્ત રાષ્ટ્ર આ રિપોર્ટના પ્રારંભિક આકલન મુજબ યુદ્ધના કારણે દુનિયાભરમાં ગરીબીમાં ધકેલાનારા લોકોની સંખ્યા લગભગ ૧૯ લાખથી વધીને અંદાજે ૮૮ લાખ સુધી થઈ શકે છે, જેમાં દક્ષિણ એશિયાના લોકો સૌથી વધુ હશે. ચીનમાં પણ ગરીબોની સંખ્યા ૧.૧૫ લાખથી વધીને ૬.૨૦ લાખ સુધી પહોંચવાની આશંકા છે. જોકે, ચીનની કુલ વસતીની સરખામણીમાં તેની અસર અપેક્ષાકૃત ઓછી રહેશે.

આ રિપોર્ટ મુજબ ભારતમાં એચડીઆઈ પ્રગતિમાં લગભગ ૦.૦૩થી ૦.૧૨ વર્ષ સુધીનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય નેપાળમાં ૦.૦૨થી ૦.૦૯ વર્ષ અને વિયેતનામમાં ૦.૦૨થી ૦.૦૭ વર્ષનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, ચીન પર તેનો પ્રભાવ અપેક્ષાકૃત ઓછો રહેવાનો અંદાજ છે. ચીનમાં એચડીઆઈ ૦.૦૧થી ૦.૦૫ વર્ષ રહી શકે છે. રિપોર્ટ મુજબ વેપાર અને પૂરવઠા શ્રેણી પર પણ અસર જોવા મળી શકે છે. દુનિયામાં ૩૬માંથી ૨૫ દેશોમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, યુદ્ધ જોખમ વીમો, માર્ગ પરિવર્તન અન ેવિલંબ જેવી સમસ્યાઓ જોવા મળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લોકસભાની બેઠકો 850 કરાશે મહિલાઓ માટે 273 અનામત | Lok Sabha seats to be increased to 850 273 reserved…
INDIA

લોકસભાની બેઠકો 850 કરાશે મહિલાઓ માટે 273 અનામત | Lok Sabha seats to be increased to 850 273 reserved…

April 15, 2026
દોસ્ત ટ્રમ્પ સાથે પીએમ મોદીની ઈરાન મુદ્દે 40 મિનિટની ગુફ્તગૂ | PM Modi’s 40 minute conversation with…
INDIA

દોસ્ત ટ્રમ્પ સાથે પીએમ મોદીની ઈરાન મુદ્દે 40 મિનિટની ગુફ્તગૂ | PM Modi’s 40 minute conversation with…

April 15, 2026
વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru…
INDIA

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru…

April 14, 2026
Next Post
રાજકોટમાં ચૂંટણીને અનુલક્ષીને 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયાં | Detention measures taken again…

રાજકોટમાં ચૂંટણીને અનુલક્ષીને 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયાં | Detention measures taken again...

લોકસભાની બેઠકો 850 કરાશે મહિલાઓ માટે 273 અનામત | Lok Sabha seats to be increased to 850 273 reserved…

લોકસભાની બેઠકો 850 કરાશે મહિલાઓ માટે 273 અનામત | Lok Sabha seats to be increased to 850 273 reserved...

સમઢિયાળા પાસે સાઢુએ સાઢુ પર કાર ચડાવી દઇ હુમલો કર્યો | attacked a monk by running over him with a ca…

સમઢિયાળા પાસે સાઢુએ સાઢુ પર કાર ચડાવી દઇ હુમલો કર્યો | attacked a monk by running over him with a ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયા 123 કરોડના ”નલ સે જલ” કૌભાંડમાં વધુ એક ભેજાબાજની ધરપકડ | Another accused arrested in Rs 123…

રૂપિયા 123 કરોડના ”નલ સે જલ” કૌભાંડમાં વધુ એક ભેજાબાજની ધરપકડ | Another accused arrested in Rs 123…

8 months ago
લ્યો બોલો, ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે વગર ટેન્ડરે 1.50 કરોડના રોડનુ કામ મંજૂર કરાયુ | Road…

લ્યો બોલો, ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે વગર ટેન્ડરે 1.50 કરોડના રોડનુ કામ મંજૂર કરાયુ | Road…

7 months ago
બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો | Chirag Paswan Said Nda …

બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો | Chirag Paswan Said Nda …

7 months ago
અમદાવાદમાં બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ 15ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી, પિતા-પુત્રને માર માર…

અમદાવાદમાં બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ 15ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી, પિતા-પુત્રને માર માર…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News