gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ | p…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ | p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament Special Session Live Updates: સંસદના વિશેષ સત્રના બીજા દિવસે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ હરિવંશ સિંહ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઐતિહાસિક પળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, લોકસભામાં આજે મહિલા અનામત બિલ પર નિર્ણાયક મતદાન થવાનું છે.

પત્રકારમાંથી રાજનેતા

વરિષ્ઠ પત્રકારમાંથી રાજનેતા બનેલા હરિવંશ નારાયણ સિંહે આજે એક નવો ઈતિહાસ રચી દીધો છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદ માટે તેઓ સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વિરોધ પક્ષ દ્વારા આ પદ માટે કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં ન આવતા તેમની બિનહરીફ વરણી નિશ્ચિત થઈ ગઈ હતી. જેની આજે સવારે 11 વાગ્યે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભારતના સંસદીય ઈતિહાસમાં રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હોય, એવું પહેલીવાર બન્યું છે. 

ઇતિહાસમાં પહેલીવાર નિમેલા સાંસદ બંધારણીય પદ પર

હરિવંશ નારાયણ સિંહનો ગત કાર્યકાળ (જે જનતા દળ યુનાઇટેડના ક્વોટામાંથી હતો) 9 એપ્રિલ 2026 ના રોજ સમાપ્ત થયો હતો. આ વખતે તેમની રાજ્યસભામાં પહોંચવાની અને ઉપાધ્યક્ષ બનવાની સફર અગાઉ કરતા અલગ રહી છે. તેનું કારણ એ છે કે, 10 એપ્રિલ 2026ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભા તેમનું નામાંકન કર્યું હતું. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનો કાર્યકાળ માર્ચ 2026 માં પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠક પર તેમણે લોકસભામાં શપથ લીધા હતા. દેશના સંસદીય ઈતિહાસમાં હરિવંશ સિંહ એવા પ્રથમ નિમેલા સભ્ય બન્યા છે, જેઓ રાજ્યસભાના ઉપાધ્યક્ષ જેવી મહત્ત્વની બંધારણીય જવાબદારી સંભાળી રહ્યા છે.

PM મોદીએ હરિવંશ સિંહના કર્યા વખાણ

હરિવંશ સિંહના પુનઃપસંદગી અંગે વડાપ્રધાન મોદીએ ગૃહમાં કહ્યું કે, હરિવંશજીનો જન્મ જયપ્રકાશ નારાયણ (JP) ના ગામમાં થયો છે અને તેમનું જાહેર જીવન તેમના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. સતત ત્રીજી વખત ચૂંટાવું એ ગૃહનો તેમના પ્રત્યેના અતૂટ વિશ્વાસનો પુરાવો છે. તેમની સહજ કાર્યશૈલી અને સૌને સાથે લઈને ચાલવાના પ્રયાસોથી રાજ્યસભાની ગરિમા વધી છે.

ખડગેએ લોકસભાના ડેપ્યુટી સ્પીકર મુદ્દે સવાલ ઉઠાવ્યા

એક તરફ હરિવંશ સિંહની વરણી પર ખુશી વ્યક્ત કરાઈ, તો બીજી તરફ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારને ઘેરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, લોકસભામાં હજુ સુધી ઉપાધ્યક્ષ પદ કેમ ખાલી છે? તેમણે આ બાબતને સંસદીય પરંપરાઓ વિરુદ્ધ ગણાવી દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો : રશિયાએ 11 દેશોની હિટલિસ્ટ જાહેર કરી, ‘ચાલાક’ મુસ્લિમ દેશ પણ સામેલ, દુનિયાભરમાં હડકંપ

મહિલા અનામત બિલ આજે સાંજે 4 વાગ્યે વોટિંગ

લોકસભામાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળી શકે છે. મહિલા અનામત બિલ સહિતના ત્રણ વિધેયકો પર આજે સાંજે 4 વાગ્યે વોટિંગ થવાનું છે. નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે મહિલા અનામત અધિનિયમ-2023 લાગુ કરવા અંગેનું નોટિફિકેશન જારી કરી દીધું છે. વિપક્ષ આ કાયદાના અમલીકરણમાં થઈ રહેલા વિલંબ અને 2029ની સમયમર્યાદાને લઈને સરકાર પર નિશાન સાધી રહ્યો છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ તમામ પક્ષોને બિલના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી છે.

શું 2/3 બહુમતી મળશે?

આ દરમિયાન ગઈકાલના ડિવિઝન વોટમાં 42% સાંસદો વિરોધમાં દેખાયા હતા, જે સરકાર માટે ચિંતાનો વિષય છે. આજે જો વિપક્ષ એક થઈને મતદાન કરે તો સરકાર માટે 360 મતોનો આંકડો મેળવવો એક મોટી કસોટી બની જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત સામેના સરહદ વિવાદને વાટાઘાટોથી ઉકેલવા નેપાળ સહમત | Nepal agrees to resolve border dispute with …
INDIA

ભારત સામેના સરહદ વિવાદને વાટાઘાટોથી ઉકેલવા નેપાળ સહમત | Nepal agrees to resolve border dispute with …

June 8, 2026
FIFA વર્લ્ડકપમાં રમવા માટે ઈરાનની ટીમ અમેરિકા આવશે | Iran team to come to America to play in FIFA Wo…
INDIA

FIFA વર્લ્ડકપમાં રમવા માટે ઈરાનની ટીમ અમેરિકા આવશે | Iran team to come to America to play in FIFA Wo…

June 7, 2026
અમેરિકામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા | Indian youth murdered in US for placi…
INDIA

અમેરિકામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા | Indian youth murdered in US for placi…

June 7, 2026
Next Post
‘કોંગ્રેસથી સાવધ રહેજો’, મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા…

'કોંગ્રેસથી સાવધ રહેજો', મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા...

મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo…

મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo...

પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે ED ત્રાટકી, AAP એ કહ્યું – આ ભાજપની ચૂંટણીની તૈયારી છે | ED Raids …

પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે ED ત્રાટકી, AAP એ કહ્યું - આ ભાજપની ચૂંટણીની તૈયારી છે | ED Raids ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ

બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ

8 months ago
વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત! ચીન-બાંગ્લાદેશ પર રહેશે નજર | Indian …

વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત! ચીન-બાંગ્લાદેશ પર રહેશે નજર | Indian …

5 months ago
જૂનાગઢની સરકારી કોલેજમાં વિદ્યાર્થીની છેડતીના કેસમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ | Investi…

જૂનાગઢની સરકારી કોલેજમાં વિદ્યાર્થીની છેડતીના કેસમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ | Investi…

1 year ago
શહેરાના બોરિયાવીમાં વહેમે લીધો નિર્દોષનો ભોગ: દીકરી સાથેના આડા સંબંધની શંકા રાખી વૃદ્ધની હત્યા | pan…

શહેરાના બોરિયાવીમાં વહેમે લીધો નિર્દોષનો ભોગ: દીકરી સાથેના આડા સંબંધની શંકા રાખી વૃદ્ધની હત્યા | pan…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News