gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in INDIA
0 0
0
રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Student Anshu Killed Russia Ukraine War: છેલ્લા ઘણા સમયથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હવે એક ભારતીય યુવક આ યુદ્ધની ભેટ ચઢી ગયો છે. હરિયાણાના રેવાડી જિલ્લાના કાઠુવાસ ગામમાં શુક્રવારે તે સમયે માતમ છવાઈ ગયો જ્યારે એમબીએ (MBA)ના અભ્યાસ માટે રશિયા ગયેલા 22 વર્ષીય અંશુનો મૃતદેહ તાબૂતમાં વતન પહોંચ્યો. ગામના સ્મશાનઘાટ પર કટર મશીન વડે તાબૂતને ખોલવામાં આવ્યું. તાબૂતમાં અંશુના પાર્થિવ દેહની સાથે-સાથે રશિયન સેનાનો યુનિફોર્મ અને બૂટ પણ મોકલવામાં આવ્યા હતા, જેને જોઈને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતક યુવકના પિતાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, એજન્ટોએ અંશુને છેતરીને રશિયન આર્મીમાં ભરતી કરાવી દીધો હતો અને તેને રશિયા-યુક્રેન યુદ્ધના મેદાનમાં મોકલી આપ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે.

જે દીકરાને પિતાએ આંખોમાં સોનેરી ભવિષ્યના સપનાઓ સજાવીને અભ્યાસ માટે વિદેશ મોકલ્યો હતો, તેની અર્થી ઉઠતી જોઈને આખું ગામ હિબકે ચડ્યું હતું. અંશુના અંતિમ સંસ્કાર વખતે સ્મશાનમાં ગમગીની વ્યાપી ગઈ હતી. મોટા ભાઈ મોહિતે ભીની આંખે અંશુની ચિતાને મુખાગ્નિ આપી હતી. લોકોનું કહેવું છે કે, આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ તે એજન્ટોનું પૂર્વયોજિત કાવતરું છે, જેમણે શિક્ષણના બહાને એક હોનહાર વિદ્યાર્થીને છેતરીને રશિયન સેનામાં ભરતી કરાવીને મોતના મોરચે ઝોંકી દીધો. 

એજન્ટોએ અભ્યાસ છોડાવીને યુદ્ધમાં મોકલ્યો

પરિવહન વિભાગમાં ફરજ બજાવતા પિતા રાકેશ કુમારે જણાવ્યું કે, અંશુ બીએ (BA) પૂર્ણ કર્યા બાદ MBAનું સપનું લઈને 30 એપ્રિલ 2025ના રોજ સ્ટડી વિઝા પર રશિયા ગયો હતો. શરૂઆતના થોડા મહિના તેણે કોલેજમાં અભ્યાસ પણ કર્યો હતો, પરંતુ ત્યારબાદ તે એજન્ટોની જાળમાં ફસાઈ ગયો હતો. એજન્ટોએ સપ્ટેમ્બર 2025માં અંશુને જબરદસ્તીથી રશિયન સેનામાં ભરતી કરાવી દીધો હતો. અંશુએ છેલ્લે 18 ઓક્ટોબર 2025ના રોજ ઘરે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, હું સપ્ટેમ્બર મહિનાથી સેનામાં જોડાઈ ચૂક્યો છું અને હવે હું યુદ્ધ માટે યુક્રેનની ‘ફર્સ્ટ લાઈન’માં જઈ રહ્યો છું અને હવે થોડા દિવસો પછી જ વાત થઈ શકશે.

બધાનો લાડકો હતો અંશુ

આ ઘટનાથી કાઠુવાસ ગામના રાકેશ કુમારના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. કારણ કે, રાકેશ કુમારની પત્નીનું પણ નિધન થઈ ચૂક્યું છે. ત્રણ ભાઈ-બહેનોમાં અંશુ સૌથી નાનો અને સૌનો લાડકો હતો. પિતાએ પોતાની આજીવનની જમા-પૂંજી એકઠી કરી અંશુને રશિયા ભણવા મોકલ્યો હતો, જેથી તે મોટો માણસ બની પરિવારનું નામ રોશન કરે. પરંતુ, કમનસીબે ઘરે પરત ફરી તો માત્ર તેની યાદો અને તાબૂત. ગામલોકોનું કહેવું છે કે, સરકારે આ એજન્ટો પર કડક કાર્યવાહી કરવી જોઈએ, જે નિર્દોષ યુવાનોને શિક્ષણના બહાને વિદેશ બોલાવી મોતની ખાઈમાં ધકેલી રહ્યા છે. રશિયા ગયેલા હરિયાણાના અન્ય સાત યુવાનો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે અનેક પરિવારોના જીવ અધ્ધર છે.

પરિવાર અજાણ રહ્યો

– પ્રાપ્ત માહિતી પ્રમાણે ફોન પર વાતચીત થયાના થોડા જ સમય પછી અંશુનું મોત થઈ ગયું હતું, પરંતુ પરિવાર છ મહિના સુધી અજાણ રહ્યો. 2 એપ્રિલેના રોજ દેશના વિદેશ મંત્રી સાથે મુલાકાત થઈ હતી. 

– 4 એપ્રિલ 2026ના રોજ પિતા રાકેશ કુમારને રશિયાના મોસ્કોથી ફોન આવ્યો હતો, જેમાં તેમને જણાવવામાં આવ્યું કે અંશુનું મોત થઈ ચૂક્યું છે અને તેનો મૃતદેહ મળી આવ્યો છે અને તેને ભારત મોકલવામાં 10થી 15 દિવસ લાગશે.

આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

– 16 એપ્રિલના રોજ સૂચના મળી કે મૃતદેહ શુક્રવારે દિલ્હી એરપોર્ટ આવી રહ્યો છે. શુક્રવારે સવારે દિલ્હીથી મૃતદેહ લીધા બાદ પરિવાર 10 વાગ્યે ગામના સ્મશાન ઘાટમાં તેમનો અંતિમ સંસ્કાર કર્યો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …
INDIA

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

April 18, 2026
મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ | opposition demand imp…
INDIA

મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ | opposition demand imp…

April 18, 2026
મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ | maharashtra schools…
INDIA

મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ | maharashtra schools…

April 18, 2026
Next Post
જામનગરના ગુજસીટોક કેસમાં મોટું એક્શન : પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિત 8નો જેલમાંથી કબ્જો મેળવી 6 દિવસના …

જામનગરના ગુજસીટોક કેસમાં મોટું એક્શન : પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિત 8નો જેલમાંથી કબ્જો મેળવી 6 દિવસના ...

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | DA Hike Announce…

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | DA Hike Announce...

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ : 260 ઉમેદવારો મેદાનમાં, 414 મતદાન મથકો પર મતદાન | Syst…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ : 260 ઉમેદવારો મેદાનમાં, 414 મતદાન મથકો પર મતદાન | Syst...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દીધી | A crocodile was spotted at the g…

વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દીધી | A crocodile was spotted at the g…

2 months ago
નિવૃત આર્મીમેનને એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી રૂા.10 લાખ ઉપાડી લીધા | Retired armyman made to download A…

નિવૃત આર્મીમેનને એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી રૂા.10 લાખ ઉપાડી લીધા | Retired armyman made to download A…

5 months ago
અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત | Hit and run on Adalaj Jundal road: Mi…

અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત | Hit and run on Adalaj Jundal road: Mi…

4 months ago
નસવાડી: રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી, મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘર સુધી લઈ જ…

નસવાડી: રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી, મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘર સુધી લઈ જ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News