gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નેતાઓ પ્રત્યે શહેરી પુરૂષો કરતા સ્ત્રીઓને વધુ અણગમો : આશ્ચર્યજનકઃ રાજકોટ, અમદાવાદ, સુરત જેવા મેગાસિટી કરતા નાના નગરો, ગામડામાં સ્ત્રી મતદાન 20 ટકા જેટલુ વધારે રહ્યુ 

રાજકોટ, : ગુજરાતમાં ગત દોઢ દાયકામાં યોજાયેલી મહાનગર પાલિકાઓની ત્રણ ચૂંટણીના મતદાનનું વિશ્લેષણ કરતા પંચાયત કે નગરપાલિકા વિસ્તાર કરતા અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર એ 6 મહાનગરોમાં મતદારો સતત ઉદાસીન રહ્યા છે અને તેમાં પણ પુરૂષો કરતા સ્ત્રીઓની મતદાનની ટકાવારી નોંધપાત્ર નીચી રહી છે. ઈ.સ. 2010, 2015 અને ગત 2021માં યોજાયેલી ચૂંટણીમાં રાજ્યમાં મતાધિકાર ધરાવતી મહિલાઓમાં 57 ટકાથી વધુએ મતદાન કરવાનું જ ટાળ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈ.સ. 2021 સુધી રાજ્યમાં 6 મહાપાલિકાની ચૂંટણી એક સાથે થતી અને આ વખતે નવી 9 ઉમેરાતા 15નું મતદાન થશે. 

આ મહાનગરોમાં ઈ. 2010માં મહિલા મતદાન માત્ર 41.29 ટકા જેમાં સૌથી ઓછું રાજકોટમાં માત્ર 38.37 ટકા સ્ત્રી મતદાન થયું હતું. ઈ.સ. 2015માં 6 મનપાનું સરેરાશ સ્ત્રી મતદાન 41.75 ટકા હતું જેમાં સુરતમાં સૌથી ઓછું માત્ર 36.58 ટકા સ્ત્રીઓએ જ મત આપ્યો હતો. ગત ચૂંટણી ઈ.સ. 2021માં સરેરાશ મહિલા મતદાન માત્ર 42.60 ટકા અને સૌથી ઓછું અમદાવાદમાં માત્ર 38.84 ટકા સ્ત્રી મતદાન નોંધાયું હતું. 

સ્ત્રીઓની નોકરી-વ્યવસાયમાં સંખ્યા સતત વધી રહી છે પરંતુ, તે મૂજબ મતદાનમાં વધારો થતો નથી. રાજ્યમાં દર 1000 પુરૂષોએ હાલ અંદાજે 919થી 920 મહિલાઓની સંખ્યા છે. ગત ચૂંટણીમાં મતદાન થયું તેમાં દર 1000 પુરૂષોએ માત્ર 772 સ્ત્રીઓએ મતદાન કર્યું હતું. 

બીજી તરફ, ગત ચૂંટણીનું જ  ઉદાહરણ લઈએ તો મહાનગરોમાં સ્ત્રી મતદાન માત્ર 42.60 ટકા થયું જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે 31 જિલ્લા પંચાયતોમાં સ્ત્રી મતદાન 64.36 ટકા રહ્યું હતું અર્થાત્ મોટા શહેરો કરતા ગામડામાં 20 ટકા વધારે! આ જ રીતે મ્યુનિસિપાલ્ટી અર્થાત્ નાના શહેરોમાં પણ સ્ત્રીઓનું સરેરાશ મતદાન 56.24 ટકા રહ્યું હતું. 

મેગાસિટીઝમાં મહિલા મતદાન નિરસ રહેવાના સંભવિત કારણો

આજના નેતાઓને ચૂટવા માટે મહિલાઓમાં ઉત્સાહનો અભાવ અને અણગમા માટે સંભવિત મુખ્ય કારણોમાં (1) ખાદ્યતેલથી માંડીને મસાલા સહિત ખાદ્યચીજોમાં અને રસોઈ ગેસ વગેરેમાં વધતા ભાવ (2) મોંઘુદાટ શિક્ષણ (3) લાખોનો ખર્ચ કરીને સંતાનો ભણ્યા પછી પર્યાપ્ત પગારે નોકરી ન મળવી અને લગ્નમાં વિલંબ (4) રાજકારણમાં ગયા પછી, પદ મળ્યા પછી બેરોજગાર કે અલ્પશિક્ષિત નેતાઓ કરોડોમાં આળોટતા હોવાના જોવા-જાણવા મળતા કિસ્સા જેથી ‘આપણા મતથી આ લોકો જ માલદાર થાય છે’તેવી નિરાશા (5) મોટા શહેરોમાં લુખ્ખા તત્વો સીનસપાટા કરતા વાહનોમાં નીકળે, ખુલ્લેઆમ ગુંડાગીરીથી માંડીને ટ્રાફિક જામના પ્રશ્નો (6) ટેક્સ નિયમિત ચૂકવવા છતાં સારા-સમથળ રસ્તા નહીં, દર ચોમાસે શેરીમાં પાણી ભરાઈ જાય, ક્યાંક ગંદકીના ગંજ,ગંદુ કે અપુરતું પાણી વિતરણ વગેરે પ્રશ્નો પણ મહિલાને વધુ સ્પર્શે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese …

નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese ...

મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા | Emon aluwol a kkuf ren an fori eu …

મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા | Emon aluwol a kkuf ren an fori eu ...

પૂર્વોત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ…

પૂર્વોત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હડદડ ગામ ઘર્ષણ કેસ: AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર, ચાર મહિનાથી જેલમાં બંધ હતા. | …

હડદડ ગામ ઘર્ષણ કેસ: AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર, ચાર મહિનાથી જેલમાં બંધ હતા. | …

7 months ago
બજેટ પહેલા બજાર સુસ્ત, MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં થયેલી પીછેહઠ | Markets sluggish ahead of Budget MSCI…

બજેટ પહેલા બજાર સુસ્ત, MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં થયેલી પીછેહઠ | Markets sluggish ahead of Budget MSCI…

8 months ago
ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભારે પવનના લીધે મંડપ ધરાશાયી, 6 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત | godhra polic…

ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભારે પવનના લીધે મંડપ ધરાશાયી, 6 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત | godhra polic…

1 year ago
“ફાગણ ફેરી” નિમિત્તે 01 માર્ચે પાલીતાણા થી બાંદ્રા માટે વધુ એક સ્પેશિયલ ટ્રેન દોડશે, ટિકિટ બુકિંગ 25…

“ફાગણ ફેરી” નિમિત્તે 01 માર્ચે પાલીતાણા થી બાંદ્રા માટે વધુ એક સ્પેશિયલ ટ્રેન દોડશે, ટિકિટ બુકિંગ 25…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News