gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Una News: ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવા અને પ્રતિસ્પર્ધીને ગંભીર ગુનામાં ફસાવવા માટે ફાયરિંગનું ખોટું નાટક રચનાર આમ આદમી પાર્ટીના નેતા અજય ભાણાભાઇ બાંભણીયાની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, ઉના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 અને 7 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણીયા પર ગત રાત્રે (23 એપ્રિલ) રાત્રે 10 વાગ્યે કથિત ફાયરિંગની ઘટના બની હતી. જો કે પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ ફાયરિંગની ઘટના નકારી હતી અને ગઈકાલે રાત્રે જ FLS બોલાવી હતી. FSL તપાસમાં અજય બાંભણીયાના પોતાના પર ફાયરિંગના નાટકનો પર્દાફાશ થયો છે.

શું હતી સમગ્ર ઘટના?

અજય બાંભણીયાએ પોલીસ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, તેઓ જ્યારે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની કાર સામે ગોળીબાર કરી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ઉના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ, એલ.સી.બી અને એસ.ઓ.જીની અલગ-અલગ ટીમોએ ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન FSL અધિકારીઓના રિપોર્ટ અને ટેક્નિકલ પુરાવાઓ પરથી જાણવા મળ્યું કે ફાયરિંગની આ ઘટના તદ્દન બનાવટી હતી.

અજય બાંભણીયાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માં પોતાના પ્રતિસ્પર્ધીને ગંભીર ગુનામાં ખોટી રીતે સંડોવી દેવા અને નુકસાન પહોંચાડવાના આશયથી આ ષડયંત્ર રચ્યું હતું. તેણે પોલીસ સમક્ષ ખોટા પુરાવા ઉભા કર્યા હતા અને પોતાની પાસે ગેરકાયદેસર રીતે જીવતો કારતુસ રાખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપી વિરૂદ્ધ પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

પોલીસે અજય બાંભણીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 212, 217, 214 તેમજ આર્મ્સ એક્ટ-1959ની કલમ 3 અને 25(1-એ) મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

પકડાયેલ આરોપી અજય બાંભણીયા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. વર્ષ 2007માં ઉના પોલીસ સ્ટેશનમાં તેની સામે આઈ.પી.સી. કલમ 397 (લૂંટ) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધાયો હતો.

વર્ષ 2018માં પણ મારામારી અને ધમકી આપવાના ગુનામાં તેની સંડોવણી હતી. આ સમગ્ર કામગીરીમાં ઉના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મોરી, એલ.સી.બી. ના એસ.વી. રાજપૂત અને અન્ય પોલીસ સ્ટાફ જોડાયેલો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: 'કંઈ શક્ય નથી' જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન ...

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2...

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

'મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે', સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડના મંથરગતિએ કામથી વડોલમાં વરસાદના પાણી ભરાતા હાલાકી | Vadol flooded with rainwater due to slow ro…

રોડના મંથરગતિએ કામથી વડોલમાં વરસાદના પાણી ભરાતા હાલાકી | Vadol flooded with rainwater due to slow ro…

11 months ago
સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત…

સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત…

7 months ago
ટેરિફ અસર! ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે, 64 પૈસા ઘટી પહેલીવાર 88.29 પર બંધ | rupee hits all time …

ટેરિફ અસર! ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે, 64 પૈસા ઘટી પહેલીવાર 88.29 પર બંધ | rupee hits all time …

11 months ago
ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં, પિલર પરથી લપસી જતાં મજૂરને ઈજા, અમદાવાદમાં સારવાર હેઠળ | Vadodara …

ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં, પિલર પરથી લપસી જતાં મજૂરને ઈજા, અમદાવાદમાં સારવાર હેઠળ | Vadodara …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News