મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. અખાત્રીજ પૂર્વે ભાવ વધી જતાં હવે અખાત્રીજની માગ કેવી રહે છે તેના પર બજારની નજર હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વૈશ્વિક સ ોનાના ભાવ વ ધી ઔંશના ફરી ૩૩૦૦ ડોલર પાર કરી ગયા હતા.
ઘરઆંગણે વિશ્વ બજાર પાછળ આજે અમદાવાદ બજારમાં સોનાના ભાવુ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના રૂ.૯૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૦૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૯૮૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૩૨૯૬થી ૩૨૯૭ વાળા ઉંચામાં ૩૩૪૮ થઈ ૩૩૧૧થી ૩૩૧૨ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ભારતમાં ગયા વર્ષના અ ખાત્રીજ તથા આ વર્ષના અખાત્રીજ દરમિયાન, વાષિક ધોરણે સોનાના ભાવમાં રૂ.૨૩ હજારની તેજી આવી છે જ્યારે આ ગાળામાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ.૧૩ હજારનો ઉછાળો નોંધાયો હોવાનુ બજારના જાણકારોએ જણાવ્યું હતું. ભાવ ઉંચા રહેતાં અખાત્રીજની માગ શુકન પૂરતી સિમિત રહેવાની શક્યતા પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો.
દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔશના ૩૨.૯૮થી ૩૨.૯૯ વાળા ઉંચામાં ૩૩.૩૭ થઈ ૩૩.૨૮થી ૩૩.૨૯ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૪૭૨૭ વાળા વધી રૂ.૯૫.૯૦૦ થઈ રૂ.૯૫૬૨૭ રહ્યા હતા જ્યરો ૯૯૯ના ભાવ રૂ.૯૫૧૦૮ વાળા રૂ.૯૬૨૮૬ થઈ રૂ.૬૦૧૧ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૬૪૨૬ વાળા રૂ.૯૭૩૯૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, ગયા વર્ષે અખાત્રીજ વખતે વિશ્વ બજારમાં સોનાના ભાવ ૨૩૭૧થી ૨૩૭૨ ડોલર તથા ચાંદીના ભાવ ૨૮.૬૦થી ૨૮.૬૫ ડોલર રહ્યા હતા. જયારે આ વર્ષે ભાવ સોનાના ૩૩૧૦થી ૩૩૧૫ તથા ચાંદીના ભાવ ૩૩.૨૮થી ૩૩.૨૦ ડોલર રહ્યા હતા. ગયા વર્ષે અખાત્રીજ વખતે કરન્સી બજારમાં ડોલરના ભાવ રૂ.૮૩.૫૦ રહ્યા હતા તે આ વર્ષે રૂ.૮૫.૨૫ રહ્યા છે.
વૈશ્વિક ભાવ ઉછળતાં તથા રૂપિયો ઘટતાં વાર્ષિક ધોરણે સોના-ચાંદીના ભાવ ઝડપી ઉંચકાયા હતા. એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ ૧.૧૦ ટકા વધ્યા હતા. પ્લેટીનમના ભાવ નીચામાં ૯૮૮ થઈ ૯૯૦થી ૯૯૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૪૩ સથઈ ૯૪૫થી ૯૪૬ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક ક્રૂડતેલમાં પીછેહટ દેખાઈ હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઘટી ૬૪.૪૫ થઈ ૬૪.૬૭ ડોલર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૦.૭૯ થઈ ૬૧.૧૭ ડોલર રહ્યા હતા. ભારતમાં દસ વર્ષમાં સોનાના ભાવમાં ૨૦૦ ટકાની તેજી આવી છે. દસ વર્ષ અગાઉ ભાવ રૂ.૩૦૧૦૦થી ૩૦૨૦૦ રહ્યા હતા.