![]()
વડોદરાઃ વડોદરા શહેરમાં આવતીકાલે થનારી મતગણતરી દરમિયાન અર્ધ લશ્કરી દળો અને પોલીસના ૧૧૦૦ થી વધુ જવાનો બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત વિજય સરઘસો પર પણ પોલીસની નજર રહેશે.
વડોદરા કોર્પોરેશનની આવતીકાલે પોલીટેકનિક કોલેજ ખાતે મતગણતરી થનાર છે.આ ઉપરાંત શહેરની હદમાં આવતી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોની પણ મતગણતરી થનાર છે.
જેને પગલે શાંતિ અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેર પોલીસ કમિશનરે જોઇન્ટ પોલીસ કમિશનર,એડિશનલ પોલીસ કમિશનર,૮ ડીસીપી,૧૦ એસીપી,૨૮ પીઆઇ,૭૨ પીએસઆઇ,૭૪૩ પોલીસ જવાનો,૨૪૩ રીક્રુટ જવાનો અને સીઆઇએસએફ તેમજ એસઆરપીના જવાનોનો બંદોબસ્ત ગોઠવ્યો છે.










