gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન | pakistan panic is n…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન | pakistan panic is n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Pakistan Tension: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના આકરા વલણથી પાકિસ્તાન ભયભીત બન્યું છે. પાકિસ્તાને આગામી 24થી 36 કલાકમાં ભારત દ્વારા હુમલો થવાની આગાહી કરી સીઝફાયર શરૂ કર્યા છે. છેલ્લા પાંચ દિવસથી પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ગઈકાલે તેણે પાકિસ્તાનના ચેકપોઈન્ટ્સ પરથી ગોળીબાર કર્યો હતો. જો કે, ભારતે પાકિસ્તાનને તેનો મજબૂત જવાબ આપ્યો હતો.

ગઈકાલે રાત્રે પાકિસ્તાને જમ્મુના પરાગવાલ સેક્ટરમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. છેલ્લા છ દિવસથી પાકિસ્તાનની સેના સતત સીઝફાયરનો ઉલ્લંઘન કરી રહી છે. ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતનો તેની જ ભાષામાં જવાબ આપી રહી છે. સુરક્ષાદળો સરહદ પર ચુસ્ત બંદોબસ્ત સાથે ચાપતી નજર રાખી રહ્યા છે.

સુરક્ષા દળના સુત્રોએ આપી માહિતી

સુરક્ષા દળના સુત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે સવાર સુધી પાકિસ્તાનની સેનાએ એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. બાદમાં ગઈકાલે મોડી રાત્રે જમ્મુના પરાગવાલ સેક્ટરમાં આવેલી આતંરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. નાના હથિયારોથી પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે. 29-30 એપ્રિલની રાત્રે પણ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં  એલઓસી પાસે ગોળીબાર કર્યો હતો. તે પાકિસ્તાની ચેકપોઈન્ટ્સ પરથી ગોળીબાર માટે ડિફેન્સ અને આર્ટિલરી ગનના બદલે નાના હથિયારોનો ઉપયોગ કરી રહી છે. બારામુલા અને કુપવાડા જિલ્લામાં પણ એલઓસી પર તે નાના હથિયારોની મદદથી ગોળીબાર કરી રહી હોવાની બાતમી મળી છે. ભારતીય સેનાના જવાનોએ તેના સીઝફાયર ઉલ્લંઘનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચોઃ ’24 થી 36 કલાકમાં ભારત હુમલો કરશે…’ મોડી રાતે પાકિસ્તાની મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી

બીએસએફની તૈનાતી વધી

પાકિસ્તાન પરાગવાલ સેક્ટરમાં સક્રિય બનતાં આ વિસ્તારમાં બીએસએફની હાજરી વધારવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે બીએસએફ તૈનાત છે. આઈબીનો કુલ 209.8 કિમી હિસ્સો અખનૂરથી માંડી લખનપુર સુધી ફેલાયેલો છે. આખા કાશ્મીરમાં LOCની લંબાઈ 343.9 કિમી છે, જ્યારે જમ્મુમાં 224.5 કિમી LOC સરહદ આવેલી છે.

સીઝફાયરના પુરાવા

ભારતીય સેના પાસે આશરે 20 પાકિસ્તાની પોસ્ટના વીડિયો અને તસવીરો છે. જ્યાંથી સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે. સેનાએ આ માહિતી ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ (DGMO) સાથે શેર કરી છે. 15 કોર્પ્સ અને 16 કોર્પ્સના ટોચના અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો  DGMOને આપી રહ્યા છે. સરહદ પાર તણાવની સાથે સાથે કાશ્મીર ખીણના આંતરિક વિસ્તારોમાં પણ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન્સ ચાલુ છે. અનંતનાગમાં સેના, પેરા યુનિટ અને જમ્મુ-કાશ્મીર પોલીસની SOGની ટીમ પહાડો પર સર્ચ ઓપરેશન્સ કરી રહી છે.

પુલવામા, શોપિયાં, ત્રાલ અને અનંતનાગના ઉપરના વિસ્તારોમાં RR ની ટીમ આતંકવાદીઓનો પીછો કરી રહી છે. આ વિસ્તારોમાં લશ્કર-એ-તૈયબા અને ફિદાયીનના આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. જેકેપી અને સીઆરપીએફને તમામ ઘરોની તપાસ કરવા નિર્દેશ આપ્યો છે. 

પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …
INDIA

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

March 26, 2026
15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…
INDIA

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

March 26, 2026
મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
Next Post
પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે PM મોદીનો રશિયા પ્રવાસ રદ, વિક્ટરી પરેડમાં હાજરી નહીં આપે | /pm modi ca…

પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે PM મોદીનો રશિયા પ્રવાસ રદ, વિક્ટરી પરેડમાં હાજરી નહીં આપે | /pm modi ca...

પાકિસ્તાનનું પાણી રોકવું હોય તો ભારતને ભાખરા નાંગલ જેવા 22 ડેમની જરૂર પડશે : નિષ્ણાતો | India will n…

પાકિસ્તાનનું પાણી રોકવું હોય તો ભારતને ભાખરા નાંગલ જેવા 22 ડેમની જરૂર પડશે : નિષ્ણાતો | India will n...

પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ બનાવાયા, CCSની બેઠકમાં નિર્ણય …

પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ બનાવાયા, CCSની બેઠકમાં નિર્ણય ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાલોલ GIDCમાં એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના, ગરમ પાણીનો વાલ્વ ખૂલી જતાં 5 શ્રમિકો દાઝ્યા | Industria…

હાલોલ GIDCમાં એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના, ગરમ પાણીનો વાલ્વ ખૂલી જતાં 5 શ્રમિકો દાઝ્યા | Industria…

7 months ago
અમદાવાદના સોલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના, એક્ટિવા ચાલક મહિલાનું કરૂણ મોત | Fatal Hit and Run on So…

અમદાવાદના સોલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના, એક્ટિવા ચાલક મહિલાનું કરૂણ મોત | Fatal Hit and Run on So…

11 months ago
મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc…

મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc…

3 weeks ago
અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…

અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News