![]()
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 13માં અણધાર્યું પરિણામ સામે આવ્યું છે. સતત ત્રણ ટર્મથી અજય રહેલા કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર બાળાસાહેબ સુર્વેને આ વખતેહારનો સામનો કરવો પડ્યો છે. આ વોર્ડમાં ભાજપે જોરદાર પ્રદર્શન કરીને આખી પેનલ સાથે વિજય મેળવ્યો છે. ભાજપના ગીતાબેન મકવાણાએ સૌથી વધુ14,662 મત , નિધીબેન પટેલને 14,324 મત, ગોપાલ ગોહિલને 14,010 મત અને શૈલેન્દ્રસિંહ ઠાકોરને 14,171 મત મળ્યા હતા.
બીજી તરફ કોંગ્રેસ માટે આ પરિણામ મોટો ઝટકો સમાન રહ્યો છે. કોંગ્રેસના પ્રિયંકાબેન મકવાણાને 8,638 મત, વૈશાલીબેન પટેલને 8,924 મત અને વરુણ માળીને 8,462 મત મળ્યા હતા. જ્યારે બાળાસાહેબ સુર્વેને 13,589 મત મળ્યા હોવા છતાં જીત હાંસલ કરી શક્યા નહોતા.
મહત્વનું છે કે, વર્ષ 2010, 2015 અને 2021માં સતત ત્રણ ટર્મ સુધી બાળાસાહેબ સુર્વે આ વોર્ડમાં વિજયી રહ્યા હતા, અને અગાઉની ચૂંટણીઓમાં કોંગ્રેસને ઓછામાં ઓછું એક કે બે બેઠક મળતી રહી હતી. પરંતુ આ વખતે ફેરફાર એવો આવ્યો કે કોંગ્રેસની પેનલનો સંપૂર્ણ સફાયો થયો છે. આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે મતદારોનો મિજાજ બદલાઈ ગયો છે અને વોર્ડ નં.13 હવે ભાજપના મજબૂત ગઢ તરીકે ઉભરી આવ્યો છે.










