gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગ ઝડપાઈ, 12 બાઇક સાથે ત્રણની ધરપકડ | Bi…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગ ઝડપાઈ, 12 બાઇક સાથે ત્રણની ધરપકડ | Bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police Bust Bike Theft Gang: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માત્ર મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઇકને નિશાન બનાવતી એક શાતીર ગેંગનો LCB ઝોન-1ની ટીમે પર્દાફાશ કર્યો છે. પોતાની ગર્લફ્રેન્ડને મોંઘી ખરીદી કરાવવા અને અંગત મોજ-શોખ પૂરા કરવા માટે ચોરીના રસ્તે ચડેલા ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. આ કાર્યવાહીમાં પોલીસે વાહન ચોરીના કુલ 12 ગુનાઓનો ભેદ ઉકેલી 13 લાખ રૂપિયાની કિંમતના 12 સ્પોર્ટ્સ બાઇક કબજે કર્યા છે.

ડિલિવરી બોય અને હાઉસકીપિંગ સ્ટાફ નીકળ્યા ચોર

આ સ્પોર્ટ્સ બાઈક ચોરી કરનારા મુખ્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ત્રણ હજુ ફરાર છે. પોલીસ સકંજામાં આવેલા આરોપીઓમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા સુનીલકુમાર ગરાસિયા (મૂળ સિરોહી, રાજસ્થાન) અને કૈલાશ ઉર્ફે રોકી પુંજીલાલ રોત (મૂળ ડુંગરપુર, રાજસ્થાન) તેમજ હાઉસકીપિંગનું કામ કરતા વિજેશ ઉર્ફે વિજ્જુ દેવીલાલ નનોમાં (મૂળ ડુંગરપુર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. જ્યારે આ ચોરીની ઘટનાઓમાં તેમને સાથ આપનારા મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના જ રહેવાસી એવા અન્ય ત્રણ આરોપીઓ થાવરા ઉર્ફે થાવો હંસારામ ગરાસીયા, વિકાસ કુમાર કેસરા રામ ગરાસીયા અને પ્રવીણ હજુ પોલીસ પકડથી દૂર છે

પોલીસના જણાવ્યાનુસાર, અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી માત્ર સ્પોર્ટ્સ બાઈક ચોરાઈ રહ્યા હોવાનું ઝોન-1 LCBની ટીમના ધ્યાનમાં આવ્યું હતું. જેને લઈને અલગ-અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, ડમ્પ ડેટા અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરીને ત્રણ આરોપીઓ સુનીલકુમાર, કૈલાશ અને બ્રિજેશકુમારની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ હજુ પકડવાના બાકી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સુનીલકુમાર ગુજરાત યુનિવર્સિટી, સોલા, હાઈકોર્ટ અને સાબરમતી જેવા પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં જ્યાં ચાર-પાંચ કલાક સુધી બાઈક પાર્ક રહેતા હોય તેવી જગ્યાઓની રેકી કરતો હતો. ત્યારબાદ તે રાજસ્થાનથી તેના સાગરીતોને અમદાવાદ લાવતો હતો અને થલતેજમાં કૈલાશના ઘરે રોકાતા હતા. આરોપીઓ એક ખાસ ડિસમિસથી બાઈકનું હેન્ડલ લોક તોડીને ચોરી કરતા હતા.

આ પણ વાંચો: કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા ગુજરાત હાઇકોર્ટે AMCનો ઉધડો લીધો

ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચ કરવા ચોરીનો માર્ગ અપનાવ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ છેલ્લા પાંચ મહિનાથી ચોરીના રવાડે ચડ્યા હતા. એક આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે પોતાની ગર્લફ્રેન્ડ માટે ખરીદી કરવાના ખર્ચા કાઢવા અને મોંઘા શોખ પૂરા કરવા બાઇક ચોરવાનું શરૂ કર્યું હતું. તેઓ સ્પોર્ટ્સ બાઇકને જ નિશાન બનાવતા હતા કારણ કે તેની રિસેલ વેલ્યુ વધુ મળતી હતી અને તેઓ તેને અડધી કિંમતે વેચવાની પેરવીમાં હતા. જોકે, આરોપીઓ આ બાઇક વેચે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મા દશામાની દેરીનું બાંધકામ તોડી પાડતા લોકામાં રોષ | People are angry over the demolition of the cons…
GUJARAT

મા દશામાની દેરીનું બાંધકામ તોડી પાડતા લોકામાં રોષ | People are angry over the demolition of the cons…

June 19, 2026
દૂષિતપાણી મુદ્દે કોંગી કાઉન્સિલરોનો હોબાળો | Congress councilors create ruckus over contaminated wat…
GUJARAT

દૂષિતપાણી મુદ્દે કોંગી કાઉન્સિલરોનો હોબાળો | Congress councilors create ruckus over contaminated wat…

June 19, 2026
સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…
GUJARAT

સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…

June 19, 2026
Next Post
વડોદરામાં ડુપ્લીકેટ ચલણી નોટો ઘુસાડવાનું ષડયંત્ર પકડાયું, રાજસ્થાનના સૂત્રધાર સહિત 6 ઝડપાયા | Conspi…

વડોદરામાં ડુપ્લીકેટ ચલણી નોટો ઘુસાડવાનું ષડયંત્ર પકડાયું, રાજસ્થાનના સૂત્રધાર સહિત 6 ઝડપાયા | Conspi...

રાજુલામાં લોહીયાળ ખેલ: પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા | Rajula Ki…

રાજુલામાં લોહીયાળ ખેલ: પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા | Rajula Ki...

બાપોદ ગામ પાસે જુગાર રમતા 7 ઝડપાયા : મોબાઇલ અને રોકડા મળી 45,600 ની મતા કબજે | 7 arrested for gambli…

બાપોદ ગામ પાસે જુગાર રમતા 7 ઝડપાયા : મોબાઇલ અને રોકડા મળી 45,600 ની મતા કબજે | 7 arrested for gambli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંસદમાં 22 વર્ષ બાદ પહેલીવાર આવો હોબાળો, PM મોદી આભાર પ્રસ્તાવ અંગે બોલી જ ના શક્યા | For the first …

સંસદમાં 22 વર્ષ બાદ પહેલીવાર આવો હોબાળો, PM મોદી આભાર પ્રસ્તાવ અંગે બોલી જ ના શક્યા | For the first …

4 months ago
SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભા-રાજ્યસભામાં હોબાળો | parliament winter session…

SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભા-રાજ્યસભામાં હોબાળો | parliament winter session…

7 months ago
ચંદ્રબાબુ નાયડુએ NDAનું ટેન્શન વધાર્યું, વક્ફની મિલકતો અંગેના નિવેદનથી ભાજપની ચિંતા વધી | Chandrabab…

ચંદ્રબાબુ નાયડુએ NDAનું ટેન્શન વધાર્યું, વક્ફની મિલકતો અંગેના નિવેદનથી ભાજપની ચિંતા વધી | Chandrabab…

1 year ago
ઓએનજીસી સામે ફ્લેટમાં એમડી ડ્રગ્સ વેચતી મહિલા અને યુવક પકડાયા,5લાખનું ડ્રગ્સ કબજે | Woman and youth …

ઓએનજીસી સામે ફ્લેટમાં એમડી ડ્રગ્સ વેચતી મહિલા અને યુવક પકડાયા,5લાખનું ડ્રગ્સ કબજે | Woman and youth …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News