gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો | …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in INDIA
0 0
0
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sohrabuddin Encounter Case: બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે સોહરાબુદ્દીન શેખના ભાઈ રુબાબુદ્દીન શેખ દ્વારા દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં મુંબઈની સેશન્સ કોર્ટના એ ચુકાદાને પડકારાયો હતો, જેમાં ગુજરાત અને રાજસ્થાનના પોલીસ કર્મચારી સહિત 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને ગૌતમ અંખાદની બેન્ચે આ અપીલોને ફગાવતા જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટના ચુકાદામાં દખલ કરવા માટે કોઈ મજબૂત આધાર કે કેસ જણાતો નથી.

શું હતો સમગ્ર મામલો?

આ કેસની શરૂઆત 23 નવેમ્બર, 2005ના રોજ થઈ હતી. સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા. આ દરમિયાન તેલંગાણાના ઝહિરાબાદ પાસે ગુજરાત અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ તેમની બસ અટકાવી ત્રણેયની અટકાયત કરી હતી. ત્યારબાદ સોહરાબુદ્દીન અને કૌસર બીને ગુજરાત લવાયા હતા, જ્યારે પ્રજાપતિને કસ્ટડીમાં રાખી 26 નવેમ્બર, 2005ના રોજ રાજસ્થાનના ભીલવાડાથી ધરપકડ બતાવી જેલમાં મોકલી દેવાયો હતો.

CBIનો દાવો: કથિત નકલી એન્કાઉન્ટર

CBIના જણાવ્યાનુસાર, 25 અને 26 નવેમ્બર, 2005ની મધ્યરાત્રિએ પોલીસ અધિકારીઓએ સોહરાબુદ્દીનનું નકલી એન્કાઉન્ટર કર્યું હતું. ત્યારબાદ કૌસર બીની પણ હત્યા થઈ હતી. 28 નવેમ્બર, 2005ના રોજ તેના મૃતદેહને સળગાવી દેવાયો હતો. આ દરમિયાન પોલીસે દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાનો સભ્ય હતો અને તે ગુજરાતના એક ‘મોટા રાજકીય નેતા’ની હત્યા કરવાના ઇરાદે આવ્યો હતો.

તુલસીરામ પ્રજાપતિની હત્યા પાછળનું કારણ

આ ગાળામાં એક વર્ષ બાદ, 28 ડિસેમ્બર, 2006ના રોજ તુલસીરામ પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર થયું હતું. CBIએ આ એન્કાઉન્ટરને પણ ‘તૂત’ ગણાવ્યું હતું. તપાસ એજન્સીનો આરોપ હતો કે, તુલસી પ્રજાપતિ સોહરાબુદ્દીન અને કૌસર બીના અપહરણનો મુખ્ય સાક્ષી હતો, તેથી તેને રસ્તામાંથી હટાવવા માટે આ કાવતરું ઘડાયું હતું. તુલસી પ્રજાપતિએ જ અગાઉ જેલના સાથીઓ અને માનવાધિકાર પંચ સમક્ષ પોતાની હત્યા થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.

લાંબી કાનૂની લડત અને નિર્દોષ છુટકારો

2010: સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ CBIએ આ કેસની તપાસ સંભાળી.

2018: મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે તમામ 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા.

સાક્ષીઓ: આ ટ્રાયલમાં 210 સાક્ષીની તપાસ કરાઈ હતી, જેમાંથી 92 સાક્ષી હોસ્ટાઈલ (પોતાના નિવેદન પરથી ફરી ગયા) જાહેર થયા હતા.

આખરે, રુબાબુદ્દીન શેખ અને તુલસીરામની માતા નર્મદાબાઈની લાંબી કાનૂની લડત બાદ પણ હાઇકોર્ટે નીચલી અદાલતના મુક્તિના આદેશને માન્ય રાખ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

118 સહીઓ લઈને આવજો: રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ વધ્…
INDIA

118 સહીઓ લઈને આવજો: રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ વધ્…

May 7, 2026
દેશભરમાં સિન્થેટિક પનીર પર પ્રતિબંધની તૈયારી, FSSAIની બેઠકમાં નિર્ણય લેવાયો | Centre Moves to Ban Fa…
INDIA

દેશભરમાં સિન્થેટિક પનીર પર પ્રતિબંધની તૈયારી, FSSAIની બેઠકમાં નિર્ણય લેવાયો | Centre Moves to Ban Fa…

May 7, 2026
બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન: ઓપરેશન સિંદૂર બાદ ભારતના આ 3 હથિયારોનો દુનિયામાં વાગ…
INDIA

બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન: ઓપરેશન સિંદૂર બાદ ભારતના આ 3 હથિયારોનો દુનિયામાં વાગ…

May 7, 2026
Next Post
જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે ‘આપ’ દ્વારા કલેક્ટરને આવેદન: ધારાસભ્યની આગેવ…

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે 'આપ' દ્વારા કલેક્ટરને આવેદન: ધારાસભ્યની આગેવ...

તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ …

તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ ...

જામનગરમાં રણજીતસાગર રોડ પર લટકતો ભય! સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી, વૃક્ષ બન્યું ‘તારણહાર’ | Street …

જામનગરમાં રણજીતસાગર રોડ પર લટકતો ભય! સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી, વૃક્ષ બન્યું ‘તારણહાર’ | Street ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…

2 months ago
ટ્રમ્પ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ : અમેરિકા વિશ્વભરમાં 166 અબજ ડોલર પરત કરશે, ભારતને મળશે આટલી રકમ | …

ટ્રમ્પ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ : અમેરિકા વિશ્વભરમાં 166 અબજ ડોલર પરત કરશે, ભારતને મળશે આટલી રકમ | …

2 weeks ago
અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂરપાટ દોડતી કાર બેકાબૂ, ડિવાઈડર કૂદી રિક્ષામાં ઘૂસી, 4 ઈજાગ્રસ્ત | Ahmedabad…

અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂરપાટ દોડતી કાર બેકાબૂ, ડિવાઈડર કૂદી રિક્ષામાં ઘૂસી, 4 ઈજાગ્રસ્ત | Ahmedabad…

1 year ago
ખંઢેરા પાસે એસ.ટી. બસ પલ્ટી ખાઇ જતાં 20 મુસાફરોને ઇજા | 20 passengers injured as ST bus overturns ne…

ખંઢેરા પાસે એસ.ટી. બસ પલ્ટી ખાઇ જતાં 20 મુસાફરોને ઇજા | 20 passengers injured as ST bus overturns ne…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News