gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail app…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail app…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Court : વડોદરાની સેશન્સ કોર્ટ દ્વારા બે અલગ અલગ રેગ્યુલર જામીન અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદાર આરોપી નરેન્દ્રગીરી બાલાગીરી ગોસ્વામી (રહે. લક્ષ્મી ટોકીઝ પાસે, વસો, ખેડા) તથા રુદ્રકુમાર રાજેશભાઈ રાવળ (રહે. શિવમ સોસાયટી, લાલબાગ બ્રિજ પાસે, માંજલપુર) દ્વારા જામીન માગવામાં આવ્યા હતા. બંને આરોપીઓ સામે છાણી પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ અને અપહરણનો ગુનો નોંધાયેલ છે અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે.

બચાવ પક્ષે દલીલ કરી હતી કે તપાસ અધિકારીએ ખોટી રીતે બંનેને આરોપી બનાવ્યા છે અને ગુનામાં તેમની સંડોવણી દર્શાવતો કોઈ મજબૂત પુરાવો નથી.

જ્યારે સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતાં રજૂઆત કરી હતી કે નરેન્દ્રગીરી ગોસ્વામી ગુનાનો મુખ્ય આરોપી છે અને ગુના સ્થળે તેની હાજરી સ્થાપિત થઈ ચૂકી છે. મેજિસ્ટ્રેટ સમક્ષ યોજાયેલી ઓળખ પરેડમાં ફરિયાદીએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. ફરિયાદીનું અપહરણ કરવામાં નરેન્દ્રગીરીએ સક્રિય ભૂમિકા ભજવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સરકારી વકીલે વધુમાં દલીલ કરી હતી કે નરેન્દ્રગીરીએ પોતાના સાગરીતો સાથે મળીને કાવતરું રચી ફરિયાદીનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગુનાની ગંભીરતા તથા પ્રથમદર્શનીય પુરાવાઓને ધ્યાનમાં લેતા તેને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

રુદ્રકુમાર અંગે દલીલ કરવામાં આવી હતી કે ગુના પહેલાં અને બાદના સતત બે દિવસ દરમિયાન તેની મુખ્ય આરોપી નરેન્દ્રગીરી સાથે મોબાઈલ પર વાતચીત થઈ હતી. તે ફરિયાદીની મોપેડનો પીછો કરી લોકેશન મુખ્ય આરોપીને પહોંચાડતો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓએ એકબીજાને મદદરૂપ બની ગુનો આચર્યો હોવાનું પ્રથમદર્શનીય રીતે સામે આવે છે. ખાસ કરીને નરેન્દ્રગીરી ગોસ્વામી મુખ્ય આરોપી તરીકે સક્રિય ભૂમિકામાં હોવાનું જણાય છે.

કોર્ટે વધુમાં અવલોકન કર્યું કે હાલના તબક્કે આરોપીઓની સંડોવણીનો ઇનકાર કરી શકાય તેમ નથી અને જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તપાસને નુકસાન પહોંચવાની શક્યતા છે. જેના આધારે કોર્ટે નરેન્દ્રગીરી અને રુદ્રકુમારની રેગ્યુલર જામીન અરજીઓ નામંજૂર કરી છે.

ઉલ્લેખનીય છે કે છાણી વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવતા ગીરીશભાઈ 8 એપ્રિલની રાત્રે ઘરે જઈ રહ્યા હતા ત્યારે છાણી-સોખડા રોડ પરથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. પછી સોજીત્રા ગામ નજીક પુલ પરથી ફરિયાદીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે સદનસીબે ફરિયાદીના હાથમાં પિલર આવી જતા તે લગભગ ત્રણ કલાક સુધી પાણીમાં ટક્યો રહ્યો હતો અને સવારે બહાર નીકળી પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.

આ સમગ્ર ઘટનામાં પોલીસે પાંચ અપહરણકારોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પ્રેમ પ્રકરણનો એંગલ બહાર આવતા અપહૃત ગીરીશભાઈની પત્ની ફાલ્ગુનીની સંડોવણી પણ સામે આવી હતી, જેના આધારે તેની પણ ધરપકડ કરાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે …

જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે ...

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic...

સુરજદાદાની કાળઝાળ ગરમીથી SSG હોસ્પિટલમાં દર્દી માટે 50 કુલરો મંગાવાયા | Due to the scorching heat 50…

સુરજદાદાની કાળઝાળ ગરમીથી SSG હોસ્પિટલમાં દર્દી માટે 50 કુલરો મંગાવાયા | Due to the scorching heat 50...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: ઝુંડાલ બ્રિજ નજીક ટ્રકે મોપેડને અડફેટે લીધું, ચાલકનું ઘટનાસ્થળે મોત, મહિલા ઈજાગ્રસ્ત | Tru…

ગાંધીનગર: ઝુંડાલ બ્રિજ નજીક ટ્રકે મોપેડને અડફેટે લીધું, ચાલકનું ઘટનાસ્થળે મોત, મહિલા ઈજાગ્રસ્ત | Tru…

7 months ago
રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત | Rajkot District Shocked as…

રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત | Rajkot District Shocked as…

2 months ago
દેશમાં ખાંડનું ઉત્પાદન માત્ર 22 ટકા વધ્યું, મહારાષ્ટ્ર અગ્રેસર | Sugar production in the country gre…

દેશમાં ખાંડનું ઉત્પાદન માત્ર 22 ટકા વધ્યું, મહારાષ્ટ્ર અગ્રેસર | Sugar production in the country gre…

7 months ago
ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત | Gujarat Govt Man…

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત | Gujarat Govt Man…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News