gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in INDIA
0 0
0
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sringeri MLA controversy: સુપ્રીમ કોર્ટે સોમવારે (11 મે) ચૂંટણી વિવાદ સાથે જોડાયેલા એક કેસની સુનાવણી કરતી વખતે ભાજપના ઉમેદવારને માત્ર આંચકો જ નથી આપ્યો, પરંતુ આકરી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે તમને આ રીતે લોકશાહીને હાઈજેક કરવા દઈ શકીએ નહીં. આ સાથે જ  કોર્ટે કોંગ્રેસના નેતાને રાહત આપતા તેમની ધારાસભ્ય તરીકેની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસ કર્ણાટકની શૃંગેરી વિધાનસભા બેઠક પર થયેલી ચૂંટણી સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા ટી.ડી. રાજગૌડાને વચગાળાની રાહત આપતા નિર્દેશ આપ્યો હતો કે તેઓ હાલ માટે શૃંગેરી બેઠકના ધારાસભ્ય (MLA) તરીકે ચાલુ રહેશે, ભલે હાલમાં મતોની ફરીથી ગણતરી કરવામાં આવતા ભાજપના ઉમેદવાર ડી.એન. જીવરાજને વિજેતા જાહેર કરવામાં આવ્યા હોય.

 બંને પક્ષોને ‘સ્ટેટસ કો’નો ઓર્ડર

સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ કેટલીક આકરી ટિપ્પણીઓ પણ કરી હતી. બેન્ચે ટિપ્પણી કરતા કહ્યું કે, ‘અમે તમને આ રીતે લોકશાહીને હાઈજેક કરવા દઈ શકીએ નહીં.’ ત્યારબાદ, બેન્ચે એક વચગાળાનો આદેશ જાહેર કરીને બંને પક્ષોને ‘સ્ટેટસ કો’ (મતોની ફરીથી ગણતરી પહેલાની સ્થિતિ) જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. જેનો અર્થ છે કે રાજગૌડા શૃંગેરીના ધારાસભ્ય તરીકે યથાવત રહેશે.

શું છે સમગ્ર મામલો?

‘બાર એન્ડ બેન્ચ’ના રિપોર્ટ મુજબ આ કેસ 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. કોંગ્રેસના ટી.ડી. રાજગૌડાને ત્યારે શૃંગેરી બેઠક પરથી 201 મતોના નજીવા અંતરથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં ભાજપના ઉમેદવાર ડી.એન. જીવરાજે કર્ણાટક હાઈકોર્ટમાં ચૂંટણી અરજી દાખલ કરીને આ પરિણામને પડકાર્યું હતું. ગત મહિને 6 એપ્રિલે હાઈકોર્ટે પોસ્ટલ બેલેટ મતોની ફરીથી ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં રદ કરાયેલા 279 પોસ્ટલ બેલેટ મતોની ફરીથી ચકાસણીનો પણ સમાવેશ થતો હતો.

ફરી મતગણતરી થઈ તો ભાજપ ઉમેદવાર વિજેતા જાહેર કરાયા

ત્યારબાદ 3 મે, 2026 ના રોજ રિટર્નિંગ ઓફિસર દ્વારા સત્તાવાર રીતે સુધારેલા પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજગૌડાના મતોમાં 255નો ઘટાડો થયો છે અને જીવરાજને શૃંગેરી બેઠક પરથી વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી રાજગૌડાએ વકીલ તુષાર ગિરી મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ ઘટનાક્રમને પડકાર્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે સોમવારે આદેશ આપ્યો કે રાજગૌડા હાલ પૂરતા શૃંગેરી બેઠકનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય (MLA) તરીકે ચાલુ રહેશે અને આ સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.

ફરીથી ગણતરીની જરૂર શું હતી?

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રાજગૌડાએ દલીલ કરી હતી કે હાઈકોર્ટે માત્ર 279 રદ કરાયેલા પોસ્ટલ બેલેટ મતોની પુનઃચકાસણીનો આદેશ આપ્યો હતો, જ્યારે રિટર્નિંગ ઓફિસર દ્વારા ગેરકાયદે રીતે એવા 562 માન્ય પોસ્ટલ બેલેટ મતો પર ફરીથી વિચાર કરવામાં આવ્યો હતો જે રાજગૌડાની તરફેણમાં હતા. તેમણે હાઈકોર્ટના નિર્ણયને જ પડકાર્યો હતો અને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ફરીથી ગણતરીની જરૂર શું હતી, જ્યારે જીવરાજે તેમના પર લગાવેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો: તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં ‘મહારાષ્ટ્ર’ જેવો ખેલ, 30થી વધુ ધારાસભ્યો નારાજ

રાજગૌડા ધારાસભ્ય પદે હાલ યથાવત રહેશે

દલીલો પર વિચાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે રાજગૌડા અત્યારે ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે અને તેમને ધારાસભ્ય તરીકે પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવા પણ સૂચના આપી હતી. બીજી તરફ, ભાજપ નેતા જીવરાજ સામે પોસ્ટલ બેલેટ પેપર સાથે છેડછાડ કરવાનો ફોજદારી કેસ ચાલી રહ્યો છે. આ ફરિયાદ કોંગ્રેસના ઇલેક્શન એજન્ટ સુધીર કુમાર મુરોલીએ ભાજપના નેતા, ડેપ્યુટી કમિશનર કે.એન. રમેશ, પૂર્વ રિટર્નિંગ ઓફિસર વેદમૂર્તિ અને અન્ય લોકો સામે નોંધાવી હતી. જીવરાજે આ ફોજદારી કેસ રદ કરાવવા માટે કર્ણાટક હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઈકોર્ટે હાલમાં જીવરાજ અને વેદમૂર્તિ સામે ચાલી રહેલા આ કેસ પર સ્ટે આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …
INDIA

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

May 11, 2026
Next Post
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે: H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન | rahul gandhi vs …

હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે: H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન | rahul gandhi vs …

8 months ago
લોકોના ટેકસના રુપિયાનો ધૂમાડો, અમદાવાદમાં આજથી ફલાવર શો, આયોજન પાછળ ૨૦ કરોડનો ખર્ચ | A waste of peop…

લોકોના ટેકસના રુપિયાનો ધૂમાડો, અમદાવાદમાં આજથી ફલાવર શો, આયોજન પાછળ ૨૦ કરોડનો ખર્ચ | A waste of peop…

4 months ago
સુરતમાં કારીગરોના પગાર પણ ન નીકળતાં લેબગ્રોન હીરાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો ઝીંકાયો | labgrown d…

સુરતમાં કારીગરોના પગાર પણ ન નીકળતાં લેબગ્રોન હીરાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો ઝીંકાયો | labgrown d…

1 year ago
મહુધાના સિંઘાલીમાં મનરેગાના કામોમાં ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોનો મોરચો

મહુધાના સિંઘાલીમાં મનરેગાના કામોમાં ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોનો મોરચો

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News