![]()
ગત
ફેબુ્ર.-એપ્રિલ વચ્ચે લેવાયેલ
વર્ષ-૨૫ની
સરખામણીએ ઓલ ઇન્ડિયાનું પરિણામ ૩.૧૯ ટકા ઘટયું
ભાવનગર –
ભાવનગર સહિત ઓલ ઇન્ડિયા લેવલે સીબીએસસી બોર્ડની પરીક્ષા
યોજાઇ હતી જેનું આજે પરિણામ જાહેર થવા પામ્યું છે જેમાં ગત વર્ષે ૮૮.૩૯ ટકા સામે આ
વર્ષે ૩.૧૯ ટકાના ઘટાડા સાથે ૮૫.૨૦ ટકા પરિણામ જાહેર થયું છે. ભાવનગરના ૪૦૦
વિદ્યાર્થીઓનું પણ પરિણામ આ સાથે જાહેર થયું છે.
ભાવનગર
શહેર-જિલ્લામાં સીબીએસસી બોર્ડની કુલ સાત સ્કૂલો કાર્યરત છે. જેમાં આ વર્ષે ૧૧
ફેબુ્રઆરીથી ૪ એપ્રિલ દરમિયાન લેવાયેલ ધો.૧૨ની પરીક્ષામાં કુલ ૪૦૦થી વધુ
વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે આજે આ તમામ વિદ્યાર્થીનું પરિણામ ઓનલાઇન
જાહેર થયું છે. જો કે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગરનું પરિણામ પણ ૮૫ ટકા જેટલું સારૃ હોવાનું
જણાયું છે. જ્યારે ઓલ ઇન્ડિયાનું પરિણામ જોઇએ તો ગત વર્ષ ૨૦૨૫માં ૮૮.૩૯ ટકા સામે આ
વર્ષે ૮૫.૨૦ ટકા પરિણામ આવ્યું છે. જેમાં ૩.૧૯ ટકાનો ઘટાડો જોવા મળે છે.










