gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટ્રોલ માટે ’10 મિનિટ ડિલિવરી મોડેલ’ ઘાતક, અમદાવાદમાં રોજ બિનજરૂરી 4500 લિટરનો વપરાશ! | 10 Minute D…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
પેટ્રોલ માટે ’10 મિનિટ ડિલિવરી મોડેલ’ ઘાતક, અમદાવાદમાં રોજ બિનજરૂરી 4500 લિટરનો વપરાશ! | 10 Minute D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Quick Commerce: આજે 10 મિનિટમાં જ કરિયાણા સહિતની ચીજ-વસ્તુઓ ઘરે આવી જાય છે. પરંતુ આ ઝડપી સગવડ લાંબાગાળે પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર ગંભીર માઠી અસર છોડી રહી છે. ઈંધણની કટોકટી વચ્ચે અમદાવાદ શહેરમાં રૂટિન ઓનલાઇન ઓર્ડરને બાદ કરતા ઝડપથી વસ્તુઓ પહોંચાડવાના ક્વિક કોમર્સમાં રોજ વધારાના સાડા ચાર હજાર લિટર પેટ્રોલનો બિનજરૂરી વપરાશ થઈ રહ્યો છે. એટલું જ નહીં, વધારાનો 13 હજાર કિલો કાર્બન ડાયોક્સાઇડ શહેરની હવામાં ભળી રહ્યો છે. ઝડપના આવા પરિણામ જોઈ હવે ક્વિકની સાથે સ્માર્ટ કોમર્સની જરૂર ઊભી થઈ હોય તેવું વર્તાય છે.

આખા શહેરમાં ત્રણ હજારથી વધુ ડિલિવરી પાર્ટનર

કોરોનાકાળ દરમિયાન જીવનજરૂરી ચીજ વસ્તુઓ સમયસર ઘરે પહોંચાડવાના આશય સાથે શરૂ કરાયેલા ક્વિક કોમર્સનો વ્યાપ સતત વધી રહ્યો છે. માત્ર અમદાવાદ શહેરમાં જ ક્વિક કોમર્સની 5થી 7 કંપનીના આશરે 80 ડાર્ક સ્ટોર એટલે કે વેરહાઉસ છે. જાણકાર સૂત્રોના મતે એક વેર હાઉસમાં સરેરાશ 75થી 40 ડિલિવરી પાર્ટનર હોય છે. આ હિસાબ મુજબ આખા શહેરમાં ત્રણ હજારથી વધુ ડિલિવરી પાર્ટનર છે. જે આખા દિવસ દરમિયાન એક લાખથી વધુ ઓર્ડર લોકોના ઘરે પહોંચાડી આવે છે. ઝડપથી ચીજ-વસ્તુઓ પહોંચાડવા માટે એક વેરહાઉસથી પાંચ ચોરસ કિલોમીટરની અંદર જ ઓર્ડર સ્વીકારાય છે. ત્યારે સવારથી રાત સુધી આજ પાંચ કિલોમીટરના વિસ્તારમાં સંખ્યાબંધ રાઇડર 30થી વધુ ફેરા મારે છે. 

પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગંભીર

અમદાવાદમાં આવતા આશરે એક લાખ ઓર્ડર માટે રાઈડર્સ રોજ એક લાખ ફેરા મારે છે. જેના માટે દરરોજ વધારાના સાડા ચાર હજાર લિટર પેટ્રોલનો વપરાશ થઈ રહ્યો છે. રોજીંદા ઘરેલું વપરાશની અમુક વસ્તુઓની ઈમરજન્સીમાં જરૂર હોઈ શકે છે, પરંતુ મોટાભાગના ઓર્ડરમાં આવું હોતું નથી. આ તો સગવડ છે, એટલે કેટલાક લોકો આડેધડ ઓર્ડર આપતા જોવા મળી રહ્યા છે. જેના કારણે ટુ-વ્હીલર વાહનોના બિનજરૂરી ફેરા વધે છે. અનુભવી ડિલિવરી પાર્ટનરોના કહેવા અનુસાર વધારે ફેરાથી તેમને તો આર્થિક ફાયદો જ છે, પરંતુ અત્યારે ચીજ-વસ્તુઓ પહોંચાડવા માટે ટુ-વ્હીલરના જેટલા ફેરા કરવા પડે છે. તેમાંથી લગભગ 70થી 80 ટકા ફેરા બિનજરૂરી હોય છે. હવે પર્યાવરણની દ્રષ્ટિએ પડી રહેલી ગંભીર માઠી અસર પર નજર કરીએ તો એક ટુ-વ્હીલરમાં એક લિટર પેટ્રોલ બળે એટલે 2.4 કિલો કાર્બન ડાયોક્સાઈડ હવામાં ભળે છે. જેની ગણતરી અનુસાર, ક્વિક કોમર્સના બિનજરૂરી ફેરાથી અમદાવાદની હવામાં દરરોજ વધારાનો 13 હજાર કિલો કાર્બન ડાયોક્સાઈડ ઉમેરાઈ રહ્યો છે. આ બાબત પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગંભીર છે.

આ પણ વાંચો: RTE હેઠળ 73000થી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ, હવે 10000થી વધુ બેઠક માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે

ઇંધણની બચત સાથે પર્યાવરણની પણ જાળવણી

ક્વિક કોમર્સ પહેલાં પણ ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા એક જ દિવસમાં ઘરે સામાન પહોંચાડી દેવાતો હતો. પરંતુ અગાઉ સ્લોટ પ્રમાણે ઓર્ડર લેવાતા હતા. મુખ્યત્વે સવારે 9થી 12, બપોરે 1થી 4 અને સાંજે 5થી 9ના સ્લોટમાં ઓર્ડર લેવાતા હતા. જેમાં ડિલિવરી પાર્ટનર એક-એક વસ્તુ વેરહાઉસથી લઈને ઘરે આપવા જવાના બદલે 10થી 20 વસ્તુઓ એક સાથે લઈને ડિલિવરી કરવા નીકળતા હતા. એટલે પાંચ-દસ કિલોમીટરના રૂટમાં આવતા બધા ઘરોમાં એક જ ફેરામાં સામાન પહોંચાડી દેવાતો હતો. આમ 20 ઓર્ડર એક ધક્કામાં પૂરા કરાતા હતા. પરંતુ હવે 20 ઓર્ડર માટે 20 અલગ ફેરા થાય છે. સ્લોટ સિસ્ટમથી ઇંધણની બચત સાથે પર્યાવરણની પણ જાળવણી થઈ શકે છે.

અમદાવાદને હીટ આઇલેન્ડ બનાવવામાં મોટી ભૂમિકા, શ્વસન તંત્રની બિમારીઓ પણ વધી

અમદાવાદની હવામાં દરરોજ વધારાનો 13 હજાર કિલો કાર્બન ડાયોક્સાઇડ ભળે છે. સાથે વાહનોમાંથી નીકળતા કાર્બન મોનોઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, પીએમ 2.5 જેવા જોખમી વાયુ અને સૂક્ષ્મ કણો પણ હવાને પ્રદૂષિત કરે છે. કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ ગેસ હોવાથી વાતાવરણમાં તેની ચાદર પ્રસરી જાય છે. જે ગરમ વાયુને રોકીને રાખે છે. જેના લીધે શહેર અર્બન હીટ આઇલેન્ડમાં ફેરવાઈ જાય છે. તેમજ આવા પ્રદૂષિત વાયુથી શહેરીજનોને અસ્થમા, બ્રોન્કાઇટીસ, શ્વસન અને હૃદયની બીમારીઓ વગેરેનો ભોગ બનવું પડી શકે છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ સારો વિકલ્પ પરંતુ અમદાવાદ શહેરમાં માંડ 5-10 ટકા ઈવીનો ઉપયોગ

ક્વિક કોમર્સ મોટી સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડે છે. માટે તેના પર નિયંત્રણો ન લાદી શકાતા હોય તો ઈવી જેવો વિકલ્પ શ્રેષ્ઠ છે. સરકાર અને કંપનીઓએ આ દિશામાં કંઈક ચોક્કસ પોલીસી બનાવવી જરૂરી છે. દિલ્હી, બેંગલુરુ જેવા શહેરોમાં 35 ટકા જેટલા ડિલિવરી વાહનો ઇલેક્ટ્રિક છે. જ્યારે ગુરુગ્રામમાં તો 80 ટકા ઓર્ડર ઈવીથી પૂરા કરાતા હોવાનો કંપનીઓ દ્વારા દાવો કરાયો છે. પરંતુ અમદાવાદમાં માંડ ૫થી 10 ટકા ડિલિવરી માટે ઈવી વપરાય છે. રાઇડર્સને ઈવી તરફ વાળવામાં આવે તો ઝડપી સુવિધા સાથે ઇંધણ અને પર્યાવરણ બંને બચાવી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
અમદાવાદમાં સોના-ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી, લગ્નગાળા પહેલાં જ સોની બજાર ચિંતિત | ahmedabad gold slu…

અમદાવાદમાં સોના-ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી, લગ્નગાળા પહેલાં જ સોની બજાર ચિંતિત | ahmedabad gold slu...

વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo…

વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo...

AMCના 3000થી વધુ વાહનોના કાફલામાં એક પણ EV નથી, પદાધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે? | Ahmedabad AMC Flee…

AMCના 3000થી વધુ વાહનોના કાફલામાં એક પણ EV નથી, પદાધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે? | Ahmedabad AMC Flee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ | Supreme …

75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ | Supreme …

1 year ago
હડદડ મહા પંચાયત ઘર્ષણ મામલે 18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 47 જેલ હવાલે | haddad mahapanchayat c…

હડદડ મહા પંચાયત ઘર્ષણ મામલે 18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 47 જેલ હવાલે | haddad mahapanchayat c…

9 months ago
ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

2 weeks ago
જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી | Viral Video F…

જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી | Viral Video F…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News