gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો: પોલીસ બોલ…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો: પોલીસ બોલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની સતર્કતાને કારણે કિમ નજીક નેશનલ હાઇવે 48 પર એક મોટી હોનારત ટળી છે. હાઈવે પર કોઈ પણ પ્રકારની આડશ (બેરિકેડ) વગર જોખમી રીતે ઊભેલી ટ્રકના ચાલકને મંત્રીએ જાતે ઊભા રહીને માત્ર ટોક્યો જ નહીં, પરંતુ તાત્કાલિક પોલીસ કાફલો બોલાવી દંડ પણ ફટકાર્યો હતો.

મળતી વિગતો મુજબ, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા કિમ નજીક નેશનલ હાઈવે 48 પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન તેમનું ધ્યાન રોડ પર જોખમી રીતે ઊભેલી એક ટ્રક પર ગયું હતું. તેમણે તાત્કાલિક પોતાની કાર અટકાવીને તપાસ કરી તો જાણવા મળ્યું કે ટ્રકનું ટાયર ફાટી ગયુ હતું.

ટ્રક ચાલકે હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર વાહન પાછળ કોઈ પણ પ્રકારનું રિફ્લેક્ટર, આડશ કે ચેતવણીનું બોર્ડ મૂક્યું ન હતું. નેશનલ હાઇવે 48 પર વાહનોની ગતિ ખૂબ વધારે હોવાથી પાછળથી આવતા અન્ય વાહનો આ ટ્રક સાથે ભટકાય અને મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના હતી.

આ ગંભીર બેદરકારી જોઈને મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સમય સૂચકતા વાપરી તુરંત જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને સુરત જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી.

પોલીસે તાત્કાલિક ટ્રકની પાછળ સુરક્ષિત આડશ (બેરિકેડિંગ) મુકાવ્યું જેથી પાછળથી આવતા વાહનો એલર્ટ થઈ જાય, તેમજ ટ્રાફિક પોલીસે હાઈવે પર અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકવા બદલ ટ્રક ચાલકને સ્થળ પર જ કાયદેસરનો દંડ ફટકાર્યો હતો અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા કડક સૂચના આપી હતી.

આ ઘટના બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ તમામ વાહનચાલકોને જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે, અગાઉ આ પ્રકારની બેદરકારી થી ઘણા અકસ્માતો થઈ ચૂક્યા છે,નિર્દોષ લોકોના મોત પણ થયા છે જેથી “જ્યારે પણ હાઈવે કે એક્સપ્રેસ-વે પર તમારા વાહનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય, ટાયર ફાટે કે અકસ્માત થાય,

ત્યારે વાહનની પાછળ અચૂક આડશ કે રિફ્લેક્ટર મૂકો. જેથી અન્ય ચાલકો બચી શકે. આ સાથે જ આવી સ્થિતિમાં તાત્કાલિક NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી) અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ, જેથી સમયસર મદદ મળી રહે અને મોટી દુર્ઘટના નિવારી શકાય.”

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પણ અપીલ કરાઇ છે કે એક્સપ્રેસ વે કે NH 48 પર કોઈએ પણ નિયત કરેલ પોઈન્ટ સિવાય ઊભા ના રહેવું,જો કોઈ બેદરકારી દાખવશે તો કાર્યવાહી કરવામાં આવશે, હાઈવે ઉપર અકસ્માત કે વાહન ખોટકાઈ એટલે તુરત પોલીસ અને NHAI ને જાણ કરવી જેથી અકસ્માત થતા રોકી શકાય

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારી વિરુદ્ધ 3.22 કરોડની ઉચાપતની ફરિયાદ | Complaint of embezzlem…
GUJARAT

એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારી વિરુદ્ધ 3.22 કરોડની ઉચાપતની ફરિયાદ | Complaint of embezzlem…

May 22, 2026
હેર સલૂનના કારીગરનો AI મારફતે વીડિયો બનાવી 20 હજારની માગણી | making video of Hair salon worker throu…
GUJARAT

હેર સલૂનના કારીગરનો AI મારફતે વીડિયો બનાવી 20 હજારની માગણી | making video of Hair salon worker throu…

May 22, 2026
અમદાવાદ: દાણીલીમડામાં ગેરકાયદે કતલખાના પર ફર્યું બુલડોઝર, પોલીસ અને AMCએ કલાક સુધી ઓપરેશન ચલાવી બાંધ…
GUJARAT

અમદાવાદ: દાણીલીમડામાં ગેરકાયદે કતલખાના પર ફર્યું બુલડોઝર, પોલીસ અને AMCએ કલાક સુધી ઓપરેશન ચલાવી બાંધ…

May 22, 2026
Next Post
સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach…

સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach...

અમદાવાદમાં અપ્સરા-આરાધના થિયેટરના સંચાલકોએ બિલ્ડર સાથે કરી 2.42 કરોડની છેતરપિંડી, CID ક્રાઈમમાં નોંધ…

અમદાવાદમાં અપ્સરા-આરાધના થિયેટરના સંચાલકોએ બિલ્ડર સાથે કરી 2.42 કરોડની છેતરપિંડી, CID ક્રાઈમમાં નોંધ...

ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પ…

ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડિશન્ડ, ને ચોકીઓ ભાડાના જૂના મકાનમાં | Ahmedabad Police Office…

અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડિશન્ડ, ને ચોકીઓ ભાડાના જૂના મકાનમાં | Ahmedabad Police Office…

3 months ago
સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં નદી કિનારે ખેતરમાં ઝાડ પર યુવક-યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળ્યાં | Two Bo…

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં નદી કિનારે ખેતરમાં ઝાડ પર યુવક-યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળ્યાં | Two Bo…

6 days ago
પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક | Property Tax A…

પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક | Property Tax A…

1 month ago
અમદાવાદના માણેક ચોકમાં વાસણના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ | A massive fire broke…

અમદાવાદના માણેક ચોકમાં વાસણના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ | A massive fire broke…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News