gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: ‘આઇ લવ મોદી’ના નારા પાછળની હકીકત… સમજો માર્કો રુબિયોના પ્રવાસ બાદ ભારત-અમેરિકાના સંબંધો…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in INDIA
0 0
0
Explainer: ‘આઇ લવ મોદી’ના નારા પાછળની હકીકત… સમજો માર્કો રુબિયોના પ્રવાસ બાદ ભારત-અમેરિકાના સંબંધો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Behind America’s ‘I Love Modi’ Rhetoric: રાજદ્વારી દુનિયામાં ઘણીવાર સ્ટેજ પર જે દેખાય છે, તે પડદા પાછળ હોતું નથી. જ્યારે વૈશ્વિક મંચ પરથી ‘આઇ લવ મોદી’ના નારા ગુંજતા હોય, ત્યારે સામાન્ય રીતે એવું માની લેવાય કે બે દેશો વચ્ચેના સંબંધો સર્વોચ્ચ શિખર પર છે. પરંતુ હાલના સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે કંઈક અલગ જ રમત રમાઈ રહી છે. અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ એટલે કે વિદેશ મંત્રી માર્કો રુબિયોની તાજેતરની 4 દિવસની ભારત મુલાકાત રાજદ્વારી સ્મિતથી ભરેલી ભલે દેખાતી હોય, પરંતુ તેની પાછળ ટ્રમ્પ વહીવટી તંત્રની કડક વિઝા અને વેપાર નીતિ તેમજ ‘અમેરિકા ફર્સ્ટ’નું દબાણ સ્પષ્ટ જોવા મળ્યું. 

ટ્રમ્પનું નિવેદન અને વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ

નવી દિલ્હીમાં યુએસ દૂતાવાસે જ્યારે અમેરિકાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી કરી ત્યારે વાતાવરણ ઉત્સાહભર્યું હતું. એ. આર. રહેમાનના સંગીત વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ચ્યુઅલી જોડાઈને વડાપ્રધાન મોદીના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે, ‘હું પીએમ મોદીને પ્રેમ કરું છું. ભારત અમારા પર 100% વિશ્વાસ કરી શકે છે.’

જો કે, નિષ્ણાતો આને માત્ર એક પીઆર સ્ટંટ ગણાવી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે ગયા વર્ષે ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વાન્સની ભારત મુલાકાતને જે મીડિયા કવરેજ મળ્યું હતું, તેની તુલનામાં રુબિયોની મુલાકાત તદ્દન ફિકી રહી હતી. રુબિયોને પત્રકારોના આકરા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ટ્રમ્પ દ્વારા ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર ભારતને ‘નરકનો ખાડો’ કહેવાની બાબત પણ સામેલ હતી.

તણાવના મુખ્ય કારણો અને ભારત પર એની અસર 

1. ઇમિગ્રેશન અને વિઝા નીતિઓમાં કડકાઈ

અમેરિકામાં સ્થાયી થવાનું કે કામ કરવાનું સ્વપ્ન જોતા ભારતીયો માટે ટ્રમ્પ વહીવટી તંત્ર આંચકા સમાન સાબિત થઈ રહ્યું છે. વોશિંગ્ટનમાં ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાં મોટા ફેરફારોની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ, H-1B વિઝા પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આનાથી ભારતીય IT વ્યાવસાયિકો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ભારત આઇટી પ્રોફેશનલ્સના હિતોનું રક્ષણ કરવા ઇચ્છે છે.

2. રશિયા સાથેનો વેપાર અને ઊર્જા સુરક્ષા

અમેરિકા સતત દબાણ કરી રહ્યું છે કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું બંધ કરે, કારણ કે યુએસના મતે આ નાણાં યુક્રેન યુદ્ધમાં વપરાય છે. બીજી તરફ, ઈરાન સંકટને કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવ વધ્યા છે અને ભારતીય રૂપિયો રૅકોર્ડ નીચલા સ્તરે છે, જેથી પોતાની આર્થિક સુરક્ષા માટે રશિયન તેલ ખરીદવું ભારતની મજબૂરી છે, કેમ કે ઊર્જા સુરક્ષા દેશની પ્રાથમિકતા છે.

3. પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનું નરમ વલણ

ભારત માટે સૌથી ચિંતાજનક બાબત અમેરિકાની પાકિસ્તાન સાથે વધતી નિકટતા છે. ગયા વર્ષની સૈન્ય અથડામણ બાદ અમેરિકાએ મધ્યસ્થી કરવાનો દાવો કર્યો હતો, જેને ભારતે નકારી કાઢ્યો હતો. ઈરાન સાથેની વાટાઘાટો માટે અમેરિકા પાકિસ્તાન પર નિર્ભર હોવાથી વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ટ્રમ્પ સાથેની જાહેર મુલાકાતો ટાળી છે. આતંકવાદ મુદ્દે ભારતનું વલણ કડક પગલાં લેવાનું રહ્યું છે. 

4. $500 બિલિયનના વેપારનું દબાણ

અમેરિકાએ વૈશ્વિક સ્તરે તમામ ભાગીદારો પર 10% વન-સાઇડેડ ટૅરિફ(ટેક્સ) લાદી દીધો છે, જેનાથી ભારતને નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ, તે ભારત પર આગામી 5 વર્ષમાં અમેરિકા પાસેથી $500 બિલિયન(આશરે રૂપિયા 41 લાખ કરોડ)ના વિમાન, એનર્જી અને કૃષિ ઉત્પાદનો ખરીદવા દબાણ કરી રહ્યું છે. આ સોદો ભારત માટે ઘણો મોંઘો અને માત્ર અમેરિકન અર્થતંત્રને ફાયદો કરાવનારો માનવામાં આવે છે.

નિષ્ણાતોનો મત અને આગામી ચિત્ર

આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના મતે રુબિયોની વાતો અને અમેરિકાની વાસ્તવિક નીતિઓમાં જમીન-આસમાનનો તફાવત છે. કાર્નેગી એન્ડોમેન્ટના મિલન વૈષ્ણવ જણાવે છે કે, રુબિયોના નિવેદનો પરંપરાગત સેક્રેટરી જેવા હતા, પણ વહીવટીતંત્રની નીતિઓ તેનાથી તદ્દન વિરૂદ્ધ છે. જ્યારે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના રિક રોસોએ આ વર્ષને દ્વિપક્ષીય સંબંધો માટે ‘ક્રૂર’ ગણાવતાં કહ્યું છે કે, આ મુલાકાતથી કોઈ મોટું પરિણામ આવ્યું નથી. 

આ પણ વાંચો: અટલ ટનલ, 57 બ્રિજ અને 34 વસાહતો પર ખતરો… હિમાચલનું ઘેપન તળાવ ફાટે તો 21 મિનિટમાં જ મચી શકે છે તબાહી!

હવે આગામી સપ્તાહે યુએસ વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીર ભારત આવવાના છે, જ્યાં વચગાળાના વેપાર કરાર પર ચર્ચા થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન કર્યા વિના અમેરિકાના આ દબાણનો સામનો કેવી રીતે કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અટલ ટનલ, 57 બ્રિજ અને 34 વસાહતો પર ખતરો… હિમાચલનું ઘેપન તળાવ ફાટે તો 21 મિનિટમાં જ મચી શકે છે તબાહ…
INDIA

અટલ ટનલ, 57 બ્રિજ અને 34 વસાહતો પર ખતરો… હિમાચલનું ઘેપન તળાવ ફાટે તો 21 મિનિટમાં જ મચી શકે છે તબાહ…

May 27, 2026
સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર, કેન્દ્ર-બોર્ડને પાઠવી ન…
INDIA

સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર, કેન્દ્ર-બોર્ડને પાઠવી ન…

May 27, 2026
આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill…
INDIA

આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill…

May 27, 2026
Next Post
આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill…

આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill...

સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર, કેન્દ્ર-બોર્ડને પાઠવી ન…

સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર, કેન્દ્ર-બોર્ડને પાઠવી ન...

અટલ ટનલ, 57 બ્રિજ અને 34 વસાહતો પર ખતરો… હિમાચલનું ઘેપન તળાવ ફાટે તો 21 મિનિટમાં જ મચી શકે છે તબાહ…

અટલ ટનલ, 57 બ્રિજ અને 34 વસાહતો પર ખતરો... હિમાચલનું ઘેપન તળાવ ફાટે તો 21 મિનિટમાં જ મચી શકે છે તબાહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ | JNU Ravana Da…

VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ | JNU Ravana Da…

8 months ago
માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

1 day ago
અમેરિકાના દબાણમાં આવીને ભારત ઈરાનમાં મોટી ભૂલ કરી રહ્યું હોવાનો દાવો, ચીનને મળશે મોકો! | chabahar po…

અમેરિકાના દબાણમાં આવીને ભારત ઈરાનમાં મોટી ભૂલ કરી રહ્યું હોવાનો દાવો, ચીનને મળશે મોકો! | chabahar po…

4 months ago
ગાંધીનગરમાં ટાઇફોઇડનો પ્રકોપ ઘટયો ૧૪ દિવસ બાદ કેસ સિંગલ ડિજિટમાં | Typhoid outbreak in Gandhinagar r…

ગાંધીનગરમાં ટાઇફોઇડનો પ્રકોપ ઘટયો ૧૪ દિવસ બાદ કેસ સિંગલ ડિજિટમાં | Typhoid outbreak in Gandhinagar r…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News