gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: 8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી …

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in INDIA
0 0
0
Explainer: 8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

8th Pay Commission: High Hopes, Huge Hikes: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ‘પગાર પંચ’ એ માત્ર એક નિયમિત પગાર સુધારણાની પ્રક્રિયા નથી, પરંતુ તેમના આર્થિક ભવિષ્યનો સૌથી મોટો આધાર સ્તંભ છે. હાલમાં 8મા પગાર પંચ બાબતે ભારે હલચલ જોવા મળી રહી છે. જે ચર્ચા માત્ર પગાર અને પેન્શનના સામાન્ય વધારાથી શરૂ થઈ હતી, તે હવે એક દેશવ્યાપી ચર્ચા બની ગઈ છે. વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી આક્રમક માંગણીઓએ સરકાર સામે આર્થિક સંતુલન જાળવવાનો એક મોટો પડકાર ઊભો કર્યો છે. આ વખતે ચર્ચાના કેન્દ્રમાં એક એવી અનોખી ‘5 ફિટમેન્ટ ફેક્ટર’ ફોર્મ્યુલા છે, જો તે સ્વીકારવામાં આવે તો કેટલાક વરિષ્ઠ કર્મચારીઓના પગારમાં 400%થી વધુનો જંગી વધારો થઈ શકે છે!

શું છે 5 ફિટમેન્ટ ફેક્ટરની નવી ફોર્મ્યુલા?

અત્યાર સુધીના પગાર પંચોમાં દરેક કર્મચારી માટે એક સમાન ગુણક એટલે કે ફિટમેન્ટ ફેક્ટર રખાતું હતું, પરંતુ આ વખતે ‘ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન’ (IRTSA)એ એક નવો જ પ્રસ્તાવ મૂક્યો છે. જુનિયર અને સીનિયર સ્ટાફ વચ્ચેના પગારના અંતરને યોગ્ય કરવા માટે તેમણે અલગ-અલગ પગાર સ્તરો માટે પાંચ અલગ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે.

– લેવલ 1થી 5 માટે: 2.92 નું ફિટમેન્ટ ફેક્ટર

– લેવલ 6થી 8 માટે: 3.50 નું ફિટમેન્ટ ફેક્ટર

– લેવલ 9થી 12 માટે: 3.80 નું ફિટમેન્ટ ફેક્ટર

– લેવલ 13થી 16 માટે: 4.09 નું ફિટમેન્ટ ફેક્ટર

– લેવલ 17થી 18 માટે: 4.38 નું ફિટમેન્ટ ફેક્ટર

ફિટમેન્ટ ફેક્ટર એટલે શું?

ફિટમેન્ટ ફેક્ટર એ એક પ્રકારનો ગુણક છે, જેના આધારે નવો પગાર નક્કી થાય છે. તેનું સરળ સૂત્ર છે: 

– નવો બેઝિક પગાર = વર્તમાન બેઝિક પગાર x ફિટમેન્ટ ફેક્ટર

7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું.

પગાર પર કેવી અસર પડશે?

જો આ નવી ફોર્મ્યુલા મંજૂર થાય તો કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો જોવા મળશે.

– વરિષ્ઠ સ્તર (લેવલ 17-18): જે કર્મચારીઓનો બેઝિક પગાર અત્યારે રૂ. 2,50,000 છે, તેમનો નવો પગાર 4.38ના ફેક્ટર સાથે વધીને સીધો અંદાજે રૂ. 10,95,000 થઈ શકે છે.

– મધ્યમ સ્તર (લેવલ 6-8): જે કર્મચારીઓનો બેઝિક પગાર રૂ. 45,000 છે, તેમનો પગાર 3.50ના ફેક્ટર સાથે વધીને રૂ. 1,57, 500 સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: હું જવાબદારી લઉં છું, ખામીઓ દૂર કરાશે…, CBSE OSM વિવાદમાં આખરે શિક્ષણ મંત્રીએ મૌન તોડ્યું

અન્ય સંગઠનોની માંગણીઓ

માત્ર IRTSA જ નહીં, અન્ય યુનિયનો પણ પોતાની માંગ મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે.

– નેશનલ કાઉન્સિલ-JCM (Joint Consultative Machinery): લઘુતમ મૂળ પગાર રૂ. 69,000 કરવાની માંગ કરી છે.

– ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ: લઘુતમ પગાર રૂ. 72,000 અને 4.0નું ફિટમેન્ટ ફેક્ટર ઈચ્છે છે.

– રેલવે સ્ટાફની વિશેષ માંગ: ટેકનિકલ સ્ટાફ માટે અલગ પગાર માળખું, ઝડપી બઢતી, 5% વાર્ષિક પગાર વધારો અને નવી ગણતરીઓ શરૂ થાય તે પહેલાં 50% મોંઘવારી ભથ્થાને (DA) મૂળ પગારમાં ભેળવી દેવાની માંગ કરાઈ છે.

‘ફેમિલી યુનિટ’માં સભ્યોની સંખ્યા વધારવા માંગ 

કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આજના સમયમાં મોંઘવારી, શિક્ષણ અને સ્વાસ્થ્યના ખર્ચ ખૂબ વધી ગયા છે. કર્મચારીઓ પર આખા પરિવારની જવાબદારી હોય છે. તેથી વેતન નક્કી કરવા માટેના ‘ફેમિલી યુનિટ’ના નિયમને 3 સભ્યોથી વધારીને 5 સભ્યોનો કરવાની માંગ ઉઠી રહી છે.

OPS વિરુદ્ધ NPS

‘જૂની પેન્શન યોજના’ (OPS – Old Pension Scheme)નો મુદ્દો પણ ગરમાયેલો છે. જો કે, યુનિયનો પણ જાણે છે કે ‘નેશનલ પેન્શન સિસ્ટમ’ (NPS)ને સંપૂર્ણપણે નાબૂદ કરવી હવે સરળ નથી. તેથી, હવે લડત ‘OPS જેવા જ રક્ષણ’ પર આવી ગઈ છે, જેમાં ગેરંટીકૃત પેન્શન અને DA સાથે જોડાયેલી સુરક્ષાની માંગ સામેલ છે.

આ પણ વાંચો: ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા

સરકાર માટે આર્થિક પડકાર અને મધ્યમ માર્ગ

આ આંકડા જેટલા આકર્ષક લાગે છે, સરકાર માટે તેટલા જ ચિંતાજનક છે. આટલો મોટો પગાર વધારો માત્ર ચાલુ પગાર જ નથી વધારતો, પરંતુ તેનાથી પેન્શન, ભથ્થાં અને લાંબા ગાળાના આર્થિક બોજમાં પણ ભારે વધારો થાય છે. વળી, કેન્દ્રના પગાર પંચ બાદ રાજ્ય સરકારો પણ પોતાના માળખા બદલે છે, જેથી રાજ્યો પર પણ બોજ વધે છે. તેથી આંતરિક સૂત્રો માને છે કે સરકાર મોંઘવારી અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને કોઈ મધ્યમ માર્ગ પસંદ કરી શકે છે.

દેશવ્યાપી પરામર્શ અને આગામી પગલાં

કેન્દ્ર સરકારે 3 નવેમ્બર, 2025ના રોજ ઔપચારિક રીતે આ 8મા પગાર પંચની રચના કરી હતી. હાલમાં નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વ હેઠળની પેનલ દેશભરમાં અલગ-અલગ જગ્યાએ બેઠકો કરી રહી છે. લખનૌ, હૈદરાબાદ, શ્રીનગર અને જમ્મુ-કાશ્મીર બાદ હવે આ ટીમ 6 અને 7 જુલાઈના રોજ ભુવનેશ્વરની મુલાકાત લેવાની છે.

ભારતમાં 1946થી દર દાયકામાં પગાર પંચની રચના કરવાની પરંપરા છે. આ વખતે આ કવાયત ખૂબ જ મહત્ત્વની છે કારણ કે તેના નિર્ણયોની સીધી અસર કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરો સહિત 1.1 કરોડથી વધુ લાભાર્થીઓ પર પડવાની છે. 

હવે જોવાનું એ રહેશે કે સરકાર કર્મચારીઓની આ આકાશ આંબતી અપેક્ષાઓ અને દેશની આર્થિક સ્થિતિ વચ્ચે કેવું સંતુલન સાધે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

20 વર્ષ સુધી તમને વઢ્યો, દિલ પર ન લેતા! છેલ્લી કેબિનેટ મીટિંગમાં ભાવુક થયા સિદ્ધારમૈયા | Karnataka C…
INDIA

20 વર્ષ સુધી તમને વઢ્યો, દિલ પર ન લેતા! છેલ્લી કેબિનેટ મીટિંગમાં ભાવુક થયા સિદ્ધારમૈયા | Karnataka C…

May 28, 2026
મમતા બેનરજીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું | TMC Crisis: Shantanu…
INDIA

મમતા બેનરજીને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું | TMC Crisis: Shantanu…

May 28, 2026
VIDEO : મથુરામાં પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4ને ગોળી વાગી, શ્રદ્ધાળુઓમાં નાસભાગ | Mathura Firi…
INDIA

VIDEO : મથુરામાં પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4ને ગોળી વાગી, શ્રદ્ધાળુઓમાં નાસભાગ | Mathura Firi…

May 28, 2026
Next Post
ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china …

ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china ...

હું જવાબદારી લઉં છું, ખામીઓ દૂર કરાશે…, CBSE OSM વિવાદમાં આખરે શિક્ષણ મંત્રીએ મૌન તોડ્યું | union …

હું જવાબદારી લઉં છું, ખામીઓ દૂર કરાશે..., CBSE OSM વિવાદમાં આખરે શિક્ષણ મંત્રીએ મૌન તોડ્યું | union ...

પ. બંગાળમાં પરાજય બાદ TMCમાં ભડકો: કાકોલી ઘોષે લોકસભા સ્પીકરને પત્ર લખી કલ્યાણ બેનર્જી વિરુદ્ધ ફરિયા…

પ. બંગાળમાં પરાજય બાદ TMCમાં ભડકો: કાકોલી ઘોષે લોકસભા સ્પીકરને પત્ર લખી કલ્યાણ બેનર્જી વિરુદ્ધ ફરિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય | gujar…

ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય | gujar…

4 months ago
કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ | Principal get…

કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ | Principal get…

10 months ago
ખેડા જિલ્લામાં 3 સ્થળેથી નવ જુગારીઓ ઝડપાયા

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી નવ જુગારીઓ ઝડપાયા

7 months ago
ભારતનો દબદબો વધ્યો, હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી | Henley…

ભારતનો દબદબો વધ્યો, હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી | Henley…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News