ઇન્દોર,૬ મે,૨૦૨૫,મંગળવાર
મધ્યપ્રદેશના જબલપુરમાં રાણી દુર્ગાવતી યુનિવર્સિટીમાં આયોજીત એક પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નપત્રને લઇને વિવાદ શરુ થયો છે. આ વિવાદ ૩ મે ના રોજ બીએસસી સેકન્ડ યરના ફાઉન્ડેશન કોર્સની મહિલા સશકિતકરણ વિષય પર એક પ્રશ્ન પુછાયો હતો કે રાણી દુર્ગાવતી કાલ મકબરા કહાં બના હૈ, આ પ્રશ્નને લઇને છાત્રો અને સામાજિક સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળે છે. છાત્રોનું કહેવું છે કે રાની દુર્ગાવતી એક વીરાંગના હતી તે મોગલ શાસન સામે લડીને બલિદાન આપ્યું હતું.