gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોનિટરિંગ છતાં લીક કેવી રીતે થયું? જવાબદારી કોની?, NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | suprem…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
મોનિટરિંગ છતાં લીક કેવી રીતે થયું? જવાબદારી કોની?, NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | suprem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET UG paper leak Supreme Court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે NEET-UG પેપર લીક વિવાદ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને આકરા સવાલો કર્યા છે. કોર્ટે તીખી ટિપ્પણી કરતા પૂછ્યું કે, દેશમાં આટલી મોટી દેખરેખ પદ્ધતિઓ અને ઓવરસાઈટ કમિટીઓ હોવા છતાં આટલી મોટી સુરક્ષા ખામી કેવી રીતે સર્જાઈ? આ સુનાવણી દરમિયાન NTA અને સમિતિ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટે મોનિટરિંગ સિસ્ટમ સામે ઉઠાવ્યા સવાલ

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાની બેન્ચે ઇસરો (ISRO) ના પૂર્વ ચેરમેન ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની કમિટીની કામગીરીની સમીક્ષા કરી હતી. જસ્ટિસ નરસિમ્હાએ સવાલ કર્યો કે ડૉ. રાધાકૃષ્ણન પહેલા હાઈ-પાવર્ડ કમિટીનો ભાગ હતા અને બાદમાં તેમને મોનિટરિંગ કમિટીમાં નિયુક્ત કરાયા, તો પછી ભલામણોના અમલીકરણનું વાસ્તવિક મોનિટરિંગ કેટલું થયું? કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “જો આટલી દેખરેખ અને મોનિટરિંગ હોવા છતાં પણ સિસ્ટમ નિષ્ફળ ગઈ છે, તો તેનો સીધો અર્થ એ છે કે મોનિટરિંગની પ્રક્રિયામાં જ કોઈ મોટી ખામી રહી ગઈ છે”.

કોઈને બલિનો બકરો ન બનાવો સંસ્થાકીય જવાબદારી નક્કી કરો

સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર સુરક્ષા વધારવાથી કે કમિટીઓની બેઠકો યોજવાથી પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ નહીં અટકે, જ્યાં સુધી તંત્રમાં જવાબદારી (Accountability) નક્કી કરવામાં ન આવે. “જ્યાં સુધી સિસ્ટમમાં વાસ્તવિક જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી આ મુખ્ય સમસ્યા બંધ નહીં થાય. આ જવાબદારી માત્ર કોઈ એક વ્યક્તિને પકડીને તેને બલિનો બકરો બનાવવા પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ, પરંતુ સિસ્ટમમાં અંતિમ જવાબદારી કોની બને છે તે સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થવું જોઈએ.” – સુપ્રીમ કોર્ટ

કોર્ટે ચેતવણી આપી કે, જો નિષ્ફળતા માટે સત્તાવાળાઓ ચોક્કસ જવાબદારી નક્કી નહીં કરે, તો સંસ્થાકીય ખામીઓ વારંવાર પુનરાવર્તિત થતી રહેશે. 

કમિટીની ભલામણો અને પેપર લીકનું મુખ્ય કારણ

અદાલતના સવાલોનો જવાબ આપતા ડૉ. રાધાકૃષ્ણનને જણાવ્યું કે, સમિતિએ પરીક્ષા સુરક્ષા અને વહીવટી સુધારા માટે કુલ 101 ભલામણો સબમિટ કરી છે. આ ભલામણો પૈકી 60 ટૂંકા ગાળાના સુધારાઓ ખાસ કરીને 2026 ની પરીક્ષા દરમિયાન લાગુ કરવા માટે તૈયાર કરાયા હતા, જેમાંથી મોટાભાગના અમલમાં આવી ચુકી છે. પેપર લીક થવાના મુખ્ય કારણ અંગે તેમણે સ્વીકાર્યું કે ખરી સમસ્યા પ્રશ્નપત્ર સેટ કરવાની પ્રક્રિયામાં હતી. હવે પ્રશ્નપત્રનું સેટિંગ ફ્રેમવર્કને વધુ મજબૂત અને સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે.તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે આગામી દિવસોમાં યોજાનારી રી-ટેસ્ટમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન નહીં થાય.

હવે આગળ શું? કાયમી સુધારા પર કોર્ટનો ભાર

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી કે, પેપર લીક અંગેની તપાસ હજુ પણ ચાલુ છે. આગામી 21 જૂને યોજાનારી પુનઃપરીક્ષા (Re-examination) પહેલા સંપૂર્ણપણે નવી અને સખત સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે અને ઉચ્ચ સ્તરે તેનું નિરીક્ષણ થઈ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે કામચલાઉ નહી કાયમી ઉકેલ માગ્યો

જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ સુરક્ષા વ્યવસ્થાઓ માત્ર કામચલાઉ વ્યવસ્થા ન રહેવી જોઈએ, પરંતુ તંત્રમાં એક કાયમી સંસ્થાકીય કામગીરી તરીકે સ્થાપિત થવી જોઈએ જેથી ભવિષ્ય સુરક્ષિત બને. NTA ને મજબૂત કરવા માટે હવે IIT-JEE અને કેન્દ્રીય વિદ્યાલય સિસ્ટમ સાથે સંકળાયેલા ટોચના વિષય નિષ્ણાતોને પણ આ પરીક્ષા પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…
INDIA

રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…

May 29, 2026
મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચે બગાડી ઇન્ડિગોની રમત : માત્ર 3 મહિનામાં થયું ₹2500 કરોડથી વધુનું નુ…
INDIA

મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચે બગાડી ઇન્ડિગોની રમત : માત્ર 3 મહિનામાં થયું ₹2500 કરોડથી વધુનું નુ…

May 29, 2026
CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…
INDIA

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…

May 29, 2026
Next Post
PIની ભૂલના કારણે છૂટી ગયેલા આરોપીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં PIની સામે જ પોલીસ જવાનને માર માર્યો | acc…

PIની ભૂલના કારણે છૂટી ગયેલા આરોપીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં PIની સામે જ પોલીસ જવાનને માર માર્યો | acc...

હિંમતનગર GIDCની ફેક્ટરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના: લિફ્ટ તૂટી પડતાં યુવાનનું કમકમાટીભર્યું મોત | Fatal…

હિંમતનગર GIDCની ફેક્ટરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના: લિફ્ટ તૂટી પડતાં યુવાનનું કમકમાટીભર્યું મોત | Fatal...

વડોદરામાં વાહનોમાં આગ લાગવાના ત્રણ બનાવ, કાર અને બે ટુ-વ્હીલર આગમાં લપેટાયા | Three incidents of veh…

વડોદરામાં વાહનોમાં આગ લાગવાના ત્રણ બનાવ, કાર અને બે ટુ-વ્હીલર આગમાં લપેટાયા | Three incidents of veh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ…’ GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીનું રિએક્શન | ‘Diwali gift for e…

‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ…’ GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીનું રિએક્શન | ‘Diwali gift for e…

9 months ago
સ્થળ પરથી 02 જેસીબી, 06 ડમ્પર સહિત ફૂલ રૂ. 3.20 કરોડનો મુદામાલ કબજે કર્યો | 02 JCBs 06 dumpers inclu…

સ્થળ પરથી 02 જેસીબી, 06 ડમ્પર સહિત ફૂલ રૂ. 3.20 કરોડનો મુદામાલ કબજે કર્યો | 02 JCBs 06 dumpers inclu…

6 months ago
ધાક જમાવવા લારી ધરાવતા યુવકને ઢોર માર મારી લારીમાં તોડફોડ કરી | Ren an epwe efisi niuokkus ra nnielo…

ધાક જમાવવા લારી ધરાવતા યુવકને ઢોર માર મારી લારીમાં તોડફોડ કરી | Ren an epwe efisi niuokkus ra nnielo…

2 months ago
‘ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાઈ જવાનું…’ UNના મંચ પર ભારતે પાકિસ્તાનની પોલ ખોલી | india slams pakist…

‘ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાઈ જવાનું…’ UNના મંચ પર ભારતે પાકિસ્તાનની પોલ ખોલી | india slams pakist…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News