gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police Humanity Story: નડિયાદ જિલ્લા જેલ અને આણંદ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA) દ્વારા એક પરપ્રાંતિય મહિલા અને તેના નવજાત બાળકને સુરક્ષિત રીતે મધ્ય પ્રદેશમાં તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. પોક્સો (POCSO) કેસમાં જેલમાં બંધ આ ગર્ભવતી મહિલાને કોર્ટે જામીન આપ્યા હતા, પરંતુ ગરીબી અને મજબૂરીના કારણે તેને ઘરે લઈ જવા માટે પરિવારનો કોઈ સભ્ય આવી શક્યો ન હતો. આ કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે સંવેદનશીલતા દાખવી મહિલાને સન્માનપૂર્વક તેના ઘરે પહોંચાડી છે.

શું હતો સમગ્ર મામલો?

મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાની વતની આ મહિલા પોતાના પરિવાર સાથે મજૂરી કામ અર્થે ગુજરાત આવી હતી. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં સગીરાના અપહરણના એક કથિત કેસમાં તેના પતિ અને દિયરની સાથે આ મહિલાને પણ સહ-આરોપી બનાવવામાં આવી હતી. જ્યારે તેને નડિયાદ જિલ્લા જેલમાં લાવવામાં આવી, ત્યારે તે ગર્ભવતી હતી અને તેની સાથે તેનું બે વર્ષનું બાળક પણ હતું. જેલવાસ દરમિયાન, 21 મેના રોજ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં તેને નડિયાદ સિવિલ હોસ્પિટલ અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તે પોતાના નવજાત પુત્ર અને બે વર્ષના બાળક સાથે જેલમાં પરત ફરી હતી.

જામીન મળ્યા પણ ઘરે જવાના પૈસા નહોતા

સ્થાનિક અદાલતે માનવતાના ધોરણે મહિલાને જામીન મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ, તેનો પતિ અને દિયર હજુ પણ જેલમાં જ હોવાથી અને પરિવારની અત્યંત નબળી આર્થિક સ્થિતિના કારણે, તેને વતન લઈ જવા માટે કોઈ સગા-સંબંધિઓ આવી શક્યા ન હતા. મહિલા પાસે વતન પરત ફરવા માટે ભાડાના પણ પૈસા ન હતા. આ ગંભીર અને સંવેદનશીલ પરિસ્થિતિ આણંદના ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને (DLSA) ધ્યાનમાં આવી હતી. તેમણે તાત્કાલિક જેલ પ્રશાસનનો સંપર્ક કર્યો અને મહિલાની નાજુક તબિયત તેમજ નવજાત બાળકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને સુરક્ષિત રીતે વતન મોકલવા વિનંતી કરી.

ગુજરાત પોલીસે કરી ખાસ વાહનની વ્યવસ્થા

નડિયાદ જિલ્લા જેલ પ્રશાસને એક સ્થાનિક સામાજિક સંસ્થાના સહયોગથી મહિલા અને તેના બાળકો માટે વાહનની વ્યવસ્થા કરી આપી. એટલું જ નહીં, મહિલાની સુરક્ષા માટે બે પોલીસ કોન્સ્ટેબલોને પણ તેની સાથે મધ્ય પ્રદેશના અલીરાજપુર સુધી મોકલવામાં આવ્યા હતા.મહિલા જ્યારે પોતાના ગામે પહોંચી ત્યારે સ્થાનિક પોલીસને જાણ કરીને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને પરિવારને સોંપવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી-ચલાલા-વિસાવદર મિશન બ્રોડગેજ – GExpress News
GUJARAT

ધારી-ચલાલા-વિસાવદર મિશન બ્રોડગેજ – GExpress News

May 30, 2026
વડોદરામાં જુની અદાવતે ઝગડો થતાં કેટરિંગ સંચાલકનો યુવકે કાન કરડી ખાધો | A young man bit off the ear o…
GUJARAT

વડોદરામાં જુની અદાવતે ઝગડો થતાં કેટરિંગ સંચાલકનો યુવકે કાન કરડી ખાધો | A young man bit off the ear o…

May 30, 2026
જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ અમદાવાદના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનું શંકાસ્પદ મોત, પરિવારના PG માલિક પર…
GUJARAT

જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ અમદાવાદના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનું શંકાસ્પદ મોત, પરિવારના PG માલિક પર…

May 30, 2026
Next Post
AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત...

જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર…

જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર...

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો : અમેરિકાને ભારતની જરૂર | Trump and Modi are true friends: America needs…

ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો : અમેરિકાને ભારતની જરૂર | Trump and Modi are true friends: America needs…

5 months ago
હિંમતનગર: સાબરમતી નદીમાં ખનન કરવા અધિકારીઓ પર હિચકારો હુમલો કરતી ગેંગ પકડાઈ, ગુજસીટોક દાખલ | Himmatn…

હિંમતનગર: સાબરમતી નદીમાં ખનન કરવા અધિકારીઓ પર હિચકારો હુમલો કરતી ગેંગ પકડાઈ, ગુજસીટોક દાખલ | Himmatn…

5 months ago
દબાણ, રખડતાં ઢોર અને ગેરકાયદે પાર્કિંગ દૂર કરવા એ સ્થાનિક પોલીસની જવાબદારી : હાઈકોર્ટ | gujarat high…

દબાણ, રખડતાં ઢોર અને ગેરકાયદે પાર્કિંગ દૂર કરવા એ સ્થાનિક પોલીસની જવાબદારી : હાઈકોર્ટ | gujarat high…

10 months ago
ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવા હમાસને ટ્રમ્પની 20માંથી 2 શરતો નામંજૂર, જાણો શું કરી માગ | /hamas want…

ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવા હમાસને ટ્રમ્પની 20માંથી 2 શરતો નામંજૂર, જાણો શું કરી માગ | /hamas want…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News