gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપીના રાહુલ જાખરે હોંગકોંગમાં યોજાયેલી એશિયન યુ-20 એથ્લેટિક્સમાં ડેકાથલોનમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહા…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
વાપીના રાહુલ જાખરે હોંગકોંગમાં યોજાયેલી એશિયન યુ-20 એથ્લેટિક્સમાં ડેકાથલોનમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Asian U-20 Athletics: ગુજરાતના રમતગમત ક્ષેત્રે આજે એક નવો સુવર્ણ ઈતિહાસ રચાયો છે. વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય યુવા એથ્લેટ રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ સમગ્ર એશિયામાં રોશન કર્યું છે. રાહુલે એથ્લેટિક્સની સૌથી કઠિન ગણાતી ‘ડેકાથલોન’ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) જીતીને દેશ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ માત્ર એક મેડલ નથી, પરંતુ ભારતીય એથ્લેટિક્સના ઈતિહાસમાં એક નવો સીમાચિહ્ન છે, કારણ કે રાહુલે આ જીત સાથે અંડર-20 વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

27થી 31 મે દરમિયાન યોજાયેલા મહાકુંભમાં રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન

હોંગકોંગ ખાતે 27થી 31 મે દરમિયાન આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેકાથલોન એ એથ્લેટિક્સની દુનિયાની સૌથી કઠિન અને ખેલાડીની ખરી કસોટી કરતી સ્પર્ધા માનવામાં આવે છે. તેમાં ખેલાડીએ બે દિવસમાં કુલ 10 અલગ-અલગ ઇવેન્ટ્સમાં ભાગ લેવાનો હોય છે, જેમાં 100 મીટર દોડ, 400 મીટર દોડ, 110 મીટર હર્ડલ્સ (વિઘ્ન દોડ) અને 1,500 મીટર દોડ. લાંબી કૂદ (લોન્ગ જમ્પ) અને ઊંચી કૂદ (હાઈ જમ્પ). શોટપુટ (ગોળા ફેંક), ડિસ્કસ થ્રો (ચક્ર ફેંક), જેવલિન થ્રો (બરછી ફેંક) અને પોલ વોલ્ટનો સમાવેશ થાય છે.

વાપીના રાહુલ જાખરે હોંગકોંગમાં યોજાયેલી એશિયન યુ-20 એથ્લેટિક્સમાં ડેકાથલોનમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ 2 - image

રાહુલના એક્સપર્ટ એથ્લેટિક કોચ શિવમ ઉપાધ્યાયે જણાવ્યું કે, આ તમામ 10 ઇવેન્ટમાં રાહુલે અદભુત સાતત્ય અને ક્ષમતા દર્શાવીને કુલ 7,185 પોઈન્ટ મેળવ્યા હતા. આ ધમાકેદાર પ્રદર્શન સાથે તે એશિયાનો સર્વશ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ બન્યો છે અને વૈશ્વિક રેન્કિંગમાં પણ દુનિયાના ટોચના 8 ખેલાડીઓમાં સ્થાન મેળવી લીધું છે.

એક અણધાર્યો સંયોગ અને બદલાઈ ગઈ જિંદગી

મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની અને છેલ્લા 30 વર્ષથી વલસાડના વાપીમાં સ્થાયી થઈ બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા એક સામાન્ય પરિવારના પુત્ર રાહુલની આ સફર કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી.

થોડા વર્ષો પહેલાં રાહુલ તેના પિતા સાથે વાપીમાં સાંજના સમયે સહજ રીતે ફરવા નીકળ્યો હતો. ત્યાં એક સ્થાનિક મેદાન પર કેટલાક યુવાનોને દોડતા અને તાલીમ લેતા જોઈને આ કિશોરના મનમાં ઉત્સુકતા જાગી. તેણે પૂછ્યું કે, “આ લોકો શું કરી રહ્યા છે?” જવાબ મળ્યો કે, “આ એથ્લેટ્સ છે અને સ્પર્ધાઓની તૈયારી કરી રહ્યા છે.” બસ, આ એક ક્ષણે રાહુલના જીવનનો માર્ગ બદલી નાખ્યો. બીજા જ દિવસથી રાહુલે પણ એ જ મેદાન પર દોડવાનું શરૂ કરી દીધું.

રાહુલે કહ્યું કે “મેદાનમાં દોડતા લોકોને જોઈને મને પણ એથ્લેટ બનવાનો જુસ્સો આવ્યો. ત્યારબાદ મેં શાળા વતી ‘ખેલ મહાકુંભ’માં ભાગ લીધો અને લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ પહેલી જીતે મારો આત્મવિશ્વાસ વધાર્યો અને મેં આ જ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કરી લીધું.”

ગ્રાસરૂટ્સથી ગ્લોબલ મંચ

રાહુલે પોતાની કારકિર્દીની શરૂઆત બનાસકાંઠાના ગઢ ખાતે આવેલી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)માં કોચ વિપુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરી હતી.

વર્ષ 2024માં તેની અસાધારણ પ્રતિભાને જોઈને તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર માટે પસંદ કરવામાં આવ્યો. આ એક અદ્યતન રહેણાંક કેન્દ્ર છે જ્યાં 200થી વધુ ખેલાડીઓને વર્લ્ડ-ક્લાસ કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ સપોર્ટ અને વૈજ્ઞાનિક તાલીમ આપવામાં આવે છે. નડિયાદ ખાતે કોચ શિવમ ઉપાધ્યાય, ધર્મેન્દ્ર પરમાર અને સતેશ ઉપાધ્યાયની દેખરેખ હેઠળ રાહુલે ડેકાથલોનની અતિ મુશ્કેલ ગણાતી ટેકનિક્સ પર પકડ મજબૂત કરી.

વાપીના રાહુલ જાખરે હોંગકોંગમાં યોજાયેલી એશિયન યુ-20 એથ્લેટિક્સમાં ડેકાથલોનમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ 3 - image

હવે નજર ઓલિમ્પિક્સ પર

હોંગકોંગથી ફોન પર વાતચીત દરમિયાન રાહુલે પોતાની ખુશી વ્યક્ત કરતા ગુજરાત સરકાર અને પોતાના કોચનો આભાર માન્યો હતો. રાહુલે જણાવ્યું, “ગુજરાત સરકારે અમને જે વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને તકો આપી છે તેના કારણે જ આ શક્ય બન્યું છે. હવે મારું આગામી લક્ષ્ય કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતીય ત્રિરંગો લહેરાવવાનું છે, અને તે માટે હું રાત-દિવસ મહેનત કરવા તૈયાર છું.”

જે કિશોર ક્યારેક મેદાનની બહાર ઊભો રહીને માત્ર ખેલાડીઓને જોતો હતો, તે આજે એશિયાના વિજેતા મંચ (પોડિયમ) પર સન્માનભેર ઊભો છે. રાહુલની આ પ્રેરણાદાયી ગાથા સાબિત કરે છે કે જો અથાક પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ હોય, તો ગ્રાસરૂટ્સ સ્તરેથી નીકળેલી પ્રતિભા પણ વૈશ્વિક મંચ પર ઈતિહાસ રચી શકે છે.કોચ શિવમ ઉપાધ્યાય, ધર્મેન્દ્ર પરમાર અને સતેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ રાહુલે ડેકાથલોન અને અન્ય સંયુક્ત ઇવેન્ટ્સમાં સતત ઉત્તમ પ્રદર્શન કર્યું અને ધીમે ધીમે એક આશાસ્પદ એથ્લેટ તરીકે પોતાની ઓળખ ઉભી કરી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und…
GUJARAT

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und…

May 30, 2026
ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …
GUJARAT

ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …

May 30, 2026
સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…
GUJARAT

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

May 30, 2026
Next Post
અમદાવાદ: લગ્નના વાયદા આપી વારંવાર દુષ્કર્મ આચનાર આરોપીની ધરપકડ, મિત્રની બહેનને ફસાવી | Ahmedabad New…

અમદાવાદ: લગ્નના વાયદા આપી વારંવાર દુષ્કર્મ આચનાર આરોપીની ધરપકડ, મિત્રની બહેનને ફસાવી | Ahmedabad New...

અમદાવાદ: ડી કેબિન વિસ્તારમાં મેગા ડિમોલિશન, જાણીતી સ્કૂલની બિલ્ડિંગના ભાગ સહિતના ગેરકાયદે દબાણો તોડી…

અમદાવાદ: ડી કેબિન વિસ્તારમાં મેગા ડિમોલિશન, જાણીતી સ્કૂલની બિલ્ડિંગના ભાગ સહિતના ગેરકાયદે દબાણો તોડી...

આખરે લોકશાહી ઢબે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી પૂર્ણ, કોંગ્રેસે મારી બાજી | Deod…

આખરે લોકશાહી ઢબે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી પૂર્ણ, કોંગ્રેસે મારી બાજી | Deod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે…’ લોકસભામાં કંગના રણૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન | Parliament …

‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે…’ લોકસભામાં કંગના રણૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન | Parliament …

6 months ago
પ્રિ-મોન્સૂનની કામગીરી છતાં ગણેશનગર રૂપારેલ કાંસમાં કચરાના ઢગલા | Despite pre monsoon work piles of …

પ્રિ-મોન્સૂનની કામગીરી છતાં ગણેશનગર રૂપારેલ કાંસમાં કચરાના ઢગલા | Despite pre monsoon work piles of …

1 day ago
જામનગરમાં જૂથ અથડામણ: સચાણા ગામે પૈસાની લેતી-દેતીમાં હિચકારો હુમલો, 1 આધેડનું મોત, 9 સારવાર હેઠળ | J…

જામનગરમાં જૂથ અથડામણ: સચાણા ગામે પૈસાની લેતી-દેતીમાં હિચકારો હુમલો, 1 આધેડનું મોત, 9 સારવાર હેઠળ | J…

5 months ago
જામનગર શહેરમાં દિવાળીના પર્વ નિમિત્તે ઐતિહાસિક ઇમારતોને રંગબેરંગી રોશનીનો ઝળહળાટ | Historical buildi…

જામનગર શહેરમાં દિવાળીના પર્વ નિમિત્તે ઐતિહાસિક ઇમારતોને રંગબેરંગી રોશનીનો ઝળહળાટ | Historical buildi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News